28.8 C
Ahmedabad
Saturday, July 26, 2025

અગ્નિ અને બ્રાહ્મણ – એક સમાન

વેદોમાં બ્રાહ્મણ અને અગ્નિને દેવમુખ કહ્યા છે. અગ્નિ પ્રત્યક્ષ દેવ છે અને બ્રાહ્મણ સર્વનું કલ્યાણ કરનાર હરતા-ફરતા તીર્થ છે.

વેદોમાં અગ્નિને વિશેષ મહત્વ અપાયું છે વેદોની ઘણી ખરી ઋચાઓ ( વેદનો મંત્ર ) જે અગ્નિના સંબોધનથી શરૂ થાય છે દાખલા તરીકે ઋગ્વેદમાં વર્ણવાયેલું શ્રી સૂકતમ્ અગ્નિદેવને સંબોધાયું છે. પૃથ્વી પર થતા નાના-મોટા યજ્ઞોના અગ્નિથી અપાયેલી આહુતિ દ્વારા ઈશ્વર તૃપ્ત થાય છે અને ખૂબ જ આશીર્વાદ આપે છે. યજ્ઞના અગ્નિની વરાળ આકાશમાં જાય છે અને વાદળો બનીને પૃથ્વી પર વરસાદ વરસાવે છે. આ વરસાદથી અનાજ, શાક અને ઔષધિઓ મનુષ્ય તથા અન્ય જીવને પ્રાપ્ત થાય છે.

વેદોમાં બ્રાહ્મણનું પણ આગવું મહત્વ છે.અથર્વવેદ પ્રમાણે જે દેશ માં રાજા બ્રાહ્મણોને દુ:ખ પહોંચાડે છે અથવા જે દેશમાં બ્રાહ્મણ દુ:ખી રહે છે તે દેશનું પતન થઇ જાય છે.બ્રાહ્મણના મુખેથી ઉચ્ચારેલા મંત્રો દ્વારા દેવો પ્રસન્ન થાય છે.બ્રાહ્મણને શુદ્ઘ ભોજન કરાવવાથી તેઓ તૃપ્ત થઈને આશીર્વાદ આપે છે.

અગ્નિના મુખમાં આહુતિ અને બ્રાહ્મણના મુખમાં અન્ન જવાથી તેઓ તૃપ્ત તૃપ્ત થઈ જાય છે.અગ્નિ અને બ્રાહ્મણ ના મુખમાં શ્રી બહુચરમાં નો વાસ છે આવું શ્રી વલ્લભ ભટ્ટજી આનંદના ગરબામાં કહે છે. મે માત્ર ગુજરાતી વ્યાકરણની મદદ લીધી છે જેવી રીતે કે

વાડવ – બ્રાહ્મણ.
વન્હિ – અગ્નિ
ગ્રાસ -કોળિયો
જગન- યજ્ઞ

યાદ કરો હવે આનંદના ગરબાની પંકિત

વાડવ વન્હિ નિવાસ મુખ માતા પોતે માં,
તૃપ્તે તૃપ્તે ગ્રાસ માત જગન જોખે માં.

શ્રી બહુચરમાં ના પ્રિય અગ્નિદેવ અને બ્રાહ્મણદેવને વંદન

જય બહુચર માં.

Related Articles

Stay Connected

2,183FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page