નવરાત્રીમાં માતાજીનો રથ આકાશમાંથી પૃથ્વી પર ઉતરે અને માડી નવરાત્રી ની નવ નવ રાતો દરમિયાન રથમાં બેઠા બેઠા તમામ પોળોમાં, સોસાયટીમાં, પાર્ટી પ્લોટમાં અને જ્યાં પણ તેમના ગરબા રમાતા હોય ત્યાં ગરબા જુએ.જો ત્યાં પવિત્રતા અને પૂર્ણ સાત્વિકતા હોય તો માતાજી સ્વયં રથમાં ઉતરીને ત્યાં ગરબા રમે છે.
જો તેઓ ગરબા રમવા આવે અને ત્યાં કોઈ અપવિત્રતા હોય,મૂવીના ગીતો ચાલતા હોય,દારુડિયાઓ ગરબામાં નાચતા હોય ત્યાંથી માતાજી નિરાશ થઈ ને જતા રહે છે અને માતાજીનો એવો શ્રાપ લાગે છે કે ત્યાં બબાલ થાય છે.કાળો કકળાટ થાય છે.
તમારા ઘરે પણ માતાજીની સરસ સેવા પૂજા થતી હોય અને ત્યાં માતાજીને કુમકુમ પગલાં કરવાનું મન થાય ત્યારે જેવા તમારા ઘરમાં પ્રવેશ કરે ત્યારે ચીલમચીલી થતી હોય અથવા તમે લોકો કજિયો કંકાશ કરતા હોય તો માતાજી નિરાશ થઈને તમારા ઘરેથી ચાલ્યા જાય છે અને પછી આખું વર્ષ તમારા ઘરમાં માંદગી-બીમારી તથા પૈસાની અછત સર્જાય છે.
માટે ઘરમાં,સોસાયટીમાં,પોળમાં કે પાર્ટી પ્લોટમાં સાફ નિયતે ગરબા રમવા જવું.કોઈની પણ સાથે કજિયો કંકાશ કરવા નહીં.દારુ પીવું નહીં.શાંત ચિત્ત રાખીને આનંદ કરવો અને કરાવવો.
મેં એક ગરબો સાંભળ્યો હતો કે
” આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં”
“ઉતર્યા એવા નોતર્યા રે ભોળી ભવાની માં”
આ ગરબો કોણે લખ્યો હશે ?
મેં સંશોધન કર્યું તો માલૂમ પડ્યું કે આજથી ૩૫૦ વર્ષ પહેલાં યદુરામજીના પુત્ર લગ્ન માં યદુરામજીએ બહુચર માતાને જે કંકોત્રી લખી હતી તે કંકોત્રી ને માતાજી એ પ્રેમ થી સ્વીકારી અને બહુચર માં સ્વયં રથમાં બેસી ને યદુરામજીના પુત્ર લગ્નમાં આવ્યા હતા.આ આખો પ્રસંગ મેં આપણી વેબસાઈટ માં લખેલો છે જે સર્ચ માં જઈને શોધશો તો મળી જશે.આ આખો પ્રસંગ શ્રી બહુચર માં ના પરમ ભક્ત શ્રી વલ્લભ ભટ્ટજી એ નરી આંખે નિહાળ્યો હતો પછી તેમણે લખ્યું કે
” આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં”
“ઉતર્યા એવા નોતર્યા રે ભોળી ભવાની માં”
જય અંબે માં.
જય બહુચર માં.