ચંદ્રએ તેના જીવનમાં ઘણી ભૂલો કરી પણ ચંદ્રને શિવ જેવા “ગુરુ” મળ્યા ત્યારે તેની ભૂલો સમાપ્ત થઈ અને તે સ્થિર થયો. મહાદેવજીએ અમસ્તા જ ચંદ્રને મસ્તક પર ધારણ નથી કર્યો. મહાદેવે અર્ધચંદ્ર એટલે ધારણ કર્યો કારણકે ચંદ્રને તેની પૂર્ણતાનું અભિમાન ના આવે.
વાંચકો, મારી પાસે કેટલાય જાતકો કુંડળી બતાવવા આવે ત્યારે મને કહેતા હોય છે કે તમે અમારા ગુરુ સમાન છો પણ સાચું કહું તો હું કોઈનો ગુરુ બનવા સક્ષમ નથી અને કયારેય નહી બની શકું કારણકે હું દરરોજ જયોતિષશાસ્ત્ર અને અંકશાસ્ત્ર શીખતો જ હોઉં છું અને જીવનના અંતિમ સમય સુધી શીખતો રહીશ.
તમને તમારા જીવનમાં યોગ્ય રાહ ખબર નથી અથવા તમે ગુમરાહ છો તો એવી વ્યક્તિ શોધી કાઢો કે તમને યોગ્ય રાહ બતાવે, ચોકકસ માર્ગદર્શન આપે.તમે કોઈના શરણે જશો તો નાના નહી થઈ જાઓ કારણકે તમે નાના હતા ત્યારે શિક્ષક પાસે જ વિદ્યા પ્રાપ્ત કરવા જતા હતા.
કોઈની પાસેથી યોગ્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની કંઈક દક્ષિણા હોય.એક લવ્યે ગુરુ દ્રોણાચાર્યને પોતાનો અંગૂઠો કાપીને આપી દીધો હતો. શાળામાં શિક્ષા પ્રાપ્ત કરતા હતા તો ચોકક્સથી ફી ભરતા હતા તેથી હંમેશા જ્ઞાન પ્રાપ્ત કરવું હોય કે વિદ્યા શીખવી હોય તો સામે ગુરુ દક્ષિણાનો પણ આદર રાખવો જોઈએ.
બીજી એક વાત ધ્યાનમાં લેવા જેવી કે તમે કોઈ પણ.ગુરુ પાસેથી કંઈ પણ શીખ્યા અને તમે એમના કરતાં આગળ વધી ગયા તો તે ગુરુને તમારી ઈર્ષ્યા ના થવી જોઈએ.જો તમારા જ ગુરુ તમારી પર ઈર્ષ્યા કરે છે તો તે ગુરુ કહેવાય તેને લાયક નથી કારણકે ગુરુ કરતાં શિષ્ય આગળ વધે તેમાં ગુરુએ ગર્વ લેવો જોઈએ.તેમાં તો ગુરુ ની મહાનતા કહેવાય.
જય બહુચર માં.