23.2 C
Ahmedabad
Saturday, December 21, 2024

જાણો ઉપવાસ કરવાનું મહત્વ શું છે ?

ઉપવાસ એટલે ઈશ્વરના સાંનિધ્યમાં વાસ. બીજો એક અર્થ એમ છે કે ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખીને (ભૂખ્યા રહીને કે ઓછું જમીને ) ઈશ્વરની આરાધના કરવી જેથી ઇન્દ્રિયો પર સંયમ રહે.

ઉપવાસ શબ્દને છૂટો પાડીએ તો ઉપ + વસત્ એટલે કે ઊંચી કક્ષાએ જીવવું. ભૂખ લાગવી એ શરીરનો ધર્મ છે શરીરના ધર્મથી ઊંચે જવું એટલે કે પરમ બ્રહ્મમાં વિલીન થવું એટલે ઉપવાસ.

ઉપવાસ કરવાથી મન પવિત્ર થાય છે.ઉપવાસ કરવાથી પૂર્વ જન્મના તથા આ જન્મમાં કરેલા પાપો- ખોટા કર્મોનો નાશ થાય છે, ધર્મમાં શ્રદ્ધા વધે છે, શરીર શુદ્ધ થાય છે અને દરેક પ્રકારના ત્યાગમાં ઉપવાસ શ્રેષ્ઠ ગણાય છે .

ચૈત્રી નોરતા અને આસો નોરતામાં માંઈભકતો નોરતાના નકોરડા ( માત્ર પાણી) પર ઉપવાસ કરતા હોય છે તો કોઈ સંધ્યાએ એક સમયે જમીને તો કોઈ ફરાળ કરીને ઉપવાસ કરતા હોય છે.

કેટલાક લોકો અગિયારસના ઉપવાસ કરતા હશે તો કેટલાક ચાતુર્માસ, અમાસ, પૂનમ, ચોથ , રવિવાર, મંગળવાર કે નક્કી કરેલા વારના ઉપવાસ કરતા હશે. આ ઉપવાસ કરનાર પુણ્યશાળી જીવોને ધન્ય છે અને તે સર્વેને વંદન છે.

ઉપવાસ એટલે અન્નનો ત્યાગ કરવો કે ભૂખ્યા રહેવું એ નથી ઉપવાસ ખરેખર એ છે કે તમે મનથી એવો સંકલ્પ કરો છો કે આજે શરીર ને આહાર નથી આપવો. તમે મનથી નક્કી કરો એ વાત મન મગજને પહોંચાડે તેથી મન અને મગજ બંને નક્કી કરે એટલે શરીર એ જ પ્રમાણે કાર્ય કરે છે.

હવે ઉપવાસ દરમિયાન ખરેખર થાય છે એવું કે આપણે ભૂખ્યા રહીએ એટલે શરીરમાં ખોરાક પહોંચે નહી અને આપણને અશકિત આવે,આપણને કંઈ ગમે નહી, મનથી બેચેની લાગે,મગજ કામ કરે નહી અને તમે જોજો ઉપવાસ કર્યો હશે ને ત્યારે જ કંઈક નવું નવું ભોજન કરવાના મનમાં વિચાર આવશે કાં તો તમને એમ થશે કે ક્યારે ઉપવાસ પૂર્ણ થાય ને હું મારું મનગમતું ભોજન કરું ? આ બધુ થવું સાહજિક છે

પરંતુ આપણે મનથી નક્કી કરીએ કે આજે મેં ઉપવાસ કર્યો તો હું મારી શરીરની ગતિવિધિઓને અને ઈન્દ્રિયોને નિયંત્રણમાં રાખીશ. મારા મનમાં આવતા વિચારોને અને મારી લાગણીઓ પર કાબૂ રાખીશ.

ટૂંકમાં કહું તો આપણે ઉપવાસ કરીએ ને ત્યારે આપણું શરીર, મન અને મગજ આ ત્રણે હકારાત્મક રહેવું જોઈએ, મુખ પર ખૂબ જ તેજ લાગવું જોઈએ તે સાચો ઉપવાસ કર્યો કહેવાય.

અમુક લોકો ઈશ્વરની સિદ્ધિ પામવા માટે હઠયોગ કરે છે કે આટલા દિવસ નહી ખાવું અને ભૂખ્યો રહીશ. ખરેખર આવું ના કરવું જોઈએ.

એક વાત કહું જો આપણે ના જમીએ ને તો આપણી સગી માં ને નથી ગમતું તો આખા જગતની જગદંબાને કેવી રીતે ગમે ? શું આપણને એના બાળક નથી ? એટલે ઈશ્વરની પાસે હઠ કર્યા વગર સંકલ્પ કરવો કે સમર્પણ કરવું એ વધું સારું.

મારી અંગત દષ્ટિએ ઉપવાસ એટલે ઈશ્વરની પાસે પોતાની ભક્તિને સમર્પણ કરીને હકારાત્મક અને આનંદમય રહેવાનો સંકલ્પ કરવો.

આ બધી લખવાની બુદ્ધિ શ્રી બહુચરમાં આપે છે.

માં તારો ખૂબ ખૂબ આભાર.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,578FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page