કાલે મારા વોટસએપ પર એક મેસેજ આવ્યો હતો કે નર્વાણ મંત્ર નો અર્થ શું થાય ? ચાલો આજે નર્વાણ મંત્ર નો અર્થ સમજીએ .
નર્વાણ મંત્ર એટેલે ન – નવ અને અર્ણ -અક્ષરો. નવ અક્ષરોવાળા મંત્રને નર્વાણ મંત્ર કહેવાય.આ નર્વાણ મંત્ર માં દુર્ગા નું ચરિત્ર છે. આ ચરિત્ર ના ત્રણ પ્રકાર છે પહેલું ચરિત્રમાં દુર્ગા નું મહાકાળી સ્વરુપ છે, મધ્યમ ચરિત્રમાં દુર્ગાનું મહાલક્ષ્મી સ્વરુપ છે, ત્રીજા ચરિત્રમાં દુર્ગાનું મહાસરસ્વતી સ્વરુપ છે. આ ત્રણે ચરિત્રો ના બીજ માં થી નવ અક્ષરો વાળો મંત્ર બન્યો એ નર્વાણ મંત્ર .
નર્વાણ મંત્ર –
ઐ હ્રીં કલીં ચામુંડાયે વિચ્ચે ।
અને આ નર્વાણ મંત્ર નો બીજ મંત્ર નીચે મુજબ છે.
જે મૂળ માં દુર્ગા ના ચરિત્ર નું બીજ છે
બીજ મંત્ર –
ઐ હ્રીં કલીં ।
નર્વાણ મંત્રનો જાપ કરવાથી નવગ્રહો નિયંત્રણ માં રહે અને આપણું કશું બગાડી ના શકે.નર્વાણ મંત્રમાં દુર્ગાના નવ સ્વરુપો રહેલા છે. દુર્ગા શપ્તસતી ચંડીપાઠ કરતા પહેલા આ નર્વાણ મંત્ર નો જાપ કરવામાં આવે છે.દેવી શકિતમાં શ્રદ્ધા ધરાવનારે આ નર્વાણ મંત્રનો જાપ આંગળી ના વેઢે અથવા તો માળા થી કરે છે.
કમલગટ્ટાની, રુદ્રાક્ષની, લાલ ચંદન ની કે સ્ફટિકની માળાથી આ મંત્રનો જાપ કરી શકાય છે. નર્વાણ મંત્ર નો એક એક અક્ષર નવદુગાઁ ની નવ શકિતઓ સાથે જોડાયેલ છે. જેમ નર્વાણ મંત્ર ના બીજ માં ત્રણ મુખ્ય દેવી છે તેમ નર્વાણ મંત્ર ના મુખ્ય ત્રણ દેવતા છે – બ્રહ્મા, વિષ્ણુ અને શિવ .
આ બધુ જ્ઞાન મને વાંચનથી આવે છે તમે સૌ પણ માં ભગવતી જગદંબાને માનતા હોવ તો દુર્ગાસપ્તશતી ચંડીપાઠ, દેવી ભાગવત, માર્કેંડય પુરાણ આ બધુ વાંચો. આ વાંચવાથી માં જગદંબા બુદ્ધિ , લક્ષ્મી અને સારું સ્વાસ્થ્ય આપશે તથા કુટુંબ હર્યુભર્યુ ને આનંદમાં રાખશે.
જય બહુચર માં.