28 C
Ahmedabad
Friday, September 20, 2024

જાણો ભાદરવી પૂનમે માંઈભકતોનું અંબાજી પગપાળા જવાનું મહત્વ.

ઈ.સ ૧૮૩૫ની વાત છે.અમદાવાદ માં પ્લેગ નામનો‌ મહાભયંકર રોગ ફાટી નીકળ્યો હતો.જનસમુદાય પ્લેગના રોગથી પીડાઈ રહ્યું હતું.લોકો‌ આ રોગના કારણે મૃત્યુ પામતા હતા.તે‌ વખતે અમદાવાદ (કર્ણાવતી) નગરના શેઠ હઠીસિંહજીએ એક નગર સભા બોલાવી.તેમાં ઉચ્ચ કોટિના વિદ્વાન બ્રાહ્મણોને માનસભેર આમંત્રણ આપવામાં આવ્યું હતું.સભાની અંદર દરેક પ્રકારના સલાહકારોને સાંભળવામાં આવ્યા‌ હતા.તયારબાદ હઠીસિંહજીએ બ્રાહ્મણોને‌ “આ મહાભયંકર રોગથી રક્ષણ કેવી રીતે થશે તે અંગે પૂછ્યું…”

વિદ્વાન બ્રાહ્મણોએ નગરશેઠને‌ કહ્યું કે “હે નગરશેઠ ! માં આદ્ય અંબા જ આ મહાભયંકર રોગથી આપણું રક્ષણ કરશે.તે‌ માટે આપણે‌ અમદાવાદથી ( કર્ણાવતી ) થી લાલ દંડા માં લાલ ધજા પરોવીને અગિયાર માંઈભકતો‌ સાથે આરાસુરી અંબાજી પગપાળા માતાજીની પાસે અરજ લઈને જઈએ.નગરશેઠે બ્રાહ્મણોની વાતને‌ માથે‌ ચડાવીને બ્રાહ્મણોની આગેવાનીમાં નગરશેઠ સહિત બીજા નગરના લોકો અંબાજી પગપાળા જવા પ્રસ્થાન કર્યું.આ મહિનો ભાદરવો હતો.

ભાદરવા સુદ પૂનમે માંઈભકતો અંબાજી પહોંચીને માં આદ્ય અંબાના મંદિરના શિખર પર ધજા ચડાવીને‌ માં અંબાને અરજ કરી કે હે માં ! અમને આ પ્લેગ નામના મહાભયંકર રોગ‌ સામે રક્ષણ આપો.માં તો દયાળુ છે.ભકતોને‌ ભયમાંથી મુક્ત કરીને અભયપદ આપનારી છે.એવી જનની જગદંબાએ ભકતોની અરજ સાંભળીને ત્યારબાદ પ્લેગનો રોગ‌ ધીમે ધીમે સમવા લાગ્યો અર્થાત દૂર થયો.આખું નગર ભયમુકત થયું…

આજના આ સમયમાં લાલ ડંડાવાળો સંધ આખા ભારતના લોકો રોગમુક્ત અને તંદુરસ્ત રહે તે માટે અમદાવાદથી પગપાળા અંબાજી જાય છે.આ વર્ષ લગભગ ૧૮૯ મું વર્ષ છે.

અમદાવાદની સાથે ગુજરાતના અનેક‌ ગામડાઓ અને શહેરના લોકો ધજા લઈને,માતાજીનો રથ લઈને,સંધ લઈને પોતપોતાની શ્રદ્ધા અનુસાર ભાદરવી પૂનમે અંબાજી પગપાળા જતા હોય છે.

ભાદરવા મહિનામાં સૂર્ય આદ્રા નક્ષત્રમાં હોય છે.તેથી પૃથ્વીવાસીઓનું આરોગ્ય જોખમાય છે.આવા સમયમાં માતાજીના ભકતો અંબા અંબા‌ કરીને માતાજીના આંગણે સર્વનું આરોગ્ય નિરોગી રહે તે‌ માટે માતાજીના ધામ જતા હોય છે.

શાકત સંપ્રદાયના માંઈભકતો ભાદરવી‌ પૂનમે પગપાળા આરાસુરી અંબાજી માતાના મંદિરે જઈને માતાજીને આસોના‌ નવલા નોરતામાં પોતાના ઘરે પધારવાનું આમંત્રણ આપવા જાય છે.

અંબાજીનો‌ પથ કઠિન છે.અંબાજી પહોંચવાના અંતિમ કિલોમીટર ચઢાણવાળા છે પરંતુ અંબાજીના દર્શનની આશા લઈને ગયેલા માંઈભકતોને માતા કદીય નિરાશ કરતી નથી.તેને આરાસુર અંબાજી સુધી જરુર પહોંચાડે છે…

એકવાર શ્રી બહુચર માતાના પરમ ભક્ત શ્રી‌ વલ્લભ ભટ્ટજી અંબાજી પગપાળા ગયા હતા.આ સત્ય ધટના ઈતિહાસના પાનાઓ પર લખાયેલી છે.જેને હું આવતીકાલના લેખમાં વર્ણવીશ..

ત્યાં સુધી આપ સૌ અંબાજી ભલેય પગપાળા ના જઈ શકયા હોય પણ આ આર્ટિકલ વાંચીને મનથી તો અંબાજી સુધી પહોંચી શકો ને ?

અંબાજી પગપાળા સંઘોને રાત દિવસ જમવાની,રોકાવાની,ચા નાસ્તાની,મેડિકલ સેવાઓ તથા બીજી અન્ય સેવાઓ પૂરી પાડનાર માંઈભકતોને માં કાયમ સુખી રાખે એવી પ્રાર્થના છે.

આપ સૌને આવનારી ભાદરવી પૂનમના જય જય અંબે..

બોલ મારી અંબે.જય જય અંબે.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page