30 C
Ahmedabad
Thursday, September 18, 2025

જાણો મહારાષ્ટ્ર – લાલબાગના રાજા વિશે…

ઈ.સ ૧૯૩૪ની વાત છે. આપણા દેશ પર અંગ્રેજોનું શાસન હતું.અંગ્રેજો સ્વાતંત્ર્ય સેનાનીઓને એકસાથે ભેગા નહોતા થવા દેતા. આઝાદી સંગ્રામના પ્રણેતા લોકમાન્ય તિલકજીએ લોકોની જાગૃતિ માટે મુંબઈના લાલબાગ, પરેલ વિસ્તારમાં “ગણેશ મહોત્સવ” ઉજવવા માટે ત્યાંના સ્થાનિક મરાઠા, ગુજરાતી અને મુસ્લીમ લોકો સાથે વિચારવિમર્શ કર્યો. અહીંયા એક મંડપની સ્થાપના થઈ. અને શરુ થયો “લાલબાગના રાજા” મહોત્સવ. ગણેશજીના ધાર્મિક કર્તવ્યોની સાથે અંગ્રેજોની સામે સ્વતંત્ર કેવી રીતે થવું એની રણનીતિ પણ નક્કી થતી.

“લાલબાગના રાજા” એ મુંબઈમાં થતા મહોત્સવમાં સૌથી મોટો મહોત્સવ છે. અહીંયા ગણેશજીના દર્શન કરવા ગરીબથી લઈને અમીર સુધીના દરેક લોકો આવે છે.ચાર પાંચ કિલોમીટરની લાઈન હોય છે. અહીંયા બે લાઈન લાગે છે.એક ગણેશજીના ચરણ સ્પર્શ કરવાની અને એક ગણેશજીનું દૂરથી મુખ દર્શન કરવાની. તમે આજે લાઈનમાં ઉભા રહો તો ચાર દિવસે દર્શન કરવા મળે એટલી લાઈન લાગે છે પણ લાલબાગના રાજા મંડળ તરફથી ભોજનની, પીવાના પાણીની અને બધી જ સુવિધાઓ દરેક ભકતને ફ્રી માં મળે છે.

“લાલબાગના રાજા” ના દર્શન કરવા મોટી મોટી હસ્તીઓ આવે છે. લાખો કરોડો રુપિયાનું દાન આવે છે. અગણિત તોલા સોનુ ગણેશજીને ચડાવે છે. કહેવાય છે કે “લાલબાગના રાજા” મનોકામના પૂર્તિ કરનાર ગણેશજી છે. દસમા દિવસે લાલબાગના રાજાને ગોરેગાંવ ચોપાટી ખાતે દરિયામાં પધરાવવામાં આવે છે.

“લાલબાગના રાજા મંડળ’ દાનમાં આવેલી રકમનું દાન કરી દે છે. આ મંડળની હોસ્પિટલો અને એમ્બયુલન્સો છે જે ગરીબ લોકોની મફતમાં સારવાર કરે છે. કુદરતી આફતો વખતે લાલબાગના રાજા મંડળ ફંડમાંથી નિસહાય લોકોને આર્થિક મદદ કરે છે.

બોલો લાલબાગના રાજાની જય.
ગણપતિ બાપા મોરયા.

જય ગણેશ.

જય બહુચર માઁ.

Related Articles

Stay Connected

2,199FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page