32 C
Ahmedabad
Friday, September 20, 2024

જાણો માઁ શારદા પંચમી વિશે…

જીવમાત્રમાં બુદ્ધિનું, વિચારોનું, વાણીનું અને જ્ઞાનનું સર્જન કર્યું એ સર્જનકર્તા માઁ શારદા (સરસ્વતી) છે જેઓ વિદ્યાની દાતાર છે, સંગીતની અને કલાની પ્રણેતા છે.

મનુષ્ય દ્વારા લખાતા અને બોલાતા તમામ “શબ્દો” ની સર્જક માત્ર ને માત્ર માઁ સરસ્વતી છે. પક્ષીઓનો સુમધુર કલરવ માઁ શારદાની કૃપાથી છે. પ્રકૃતિનો મનોહર ધ્વનિ માઁ શારદાની સૌમ્યતાના કારણે છે.

માઁ શારદાનો પ્રાગટય દિવસ એટલે વસંત પંચમી. શાસ્ત્રો અનુસાર મહા સુદ પાંચમે ભગવાન બ્રહ્માના માનસથી માઁ શારદાનું પ્રાગટ્ય થયું હતું.

વસંતપંચમીના શુભ દિવસે વિદ્યાની દેવી માઁ શારદાની આરાધના કરવામાં આવે છે.

વસંત પંચમીના શુભ દિવસે રાધા-કૃષ્ણનું મિલન થયું હતું બસ રાધા-કૃષ્ણનો પ્રેમ ત્યારથી ઈતિહાસના પાના ઉપર લખાય છે પરંતુ આજનો આધુનિક યુગ અંગ્રેજોના વેલેન્ટાઈન ડે ને પ્રેમનો દિવસ મનાવે છે.

તમને ખબર છે વ્યક્તિ સુખી કેવી રીતે થાય છે ?

માઁ શારદાની કૃપાથી થાય છે હવે તમે કહેશો કે ના લક્ષ્મીની કૃપાથી થાય છે પરંતુ જો શારદાની કૃપા જ નહીં હોય તો લક્ષ્મીની કૃપા કેવી રીતે થશે ? દા.ત તમારી પાસે જ્ઞાન હશે, કળા હશે,ધંધો વેપાર કરવાની બુદ્ધિ હશે અથવા શિક્ષા હશે તો જ લક્ષ્મી પ્રાપ્ત કરી શકશો ને ?

આ લક્ષ્મી આવ્યા પછી લક્ષ્મીને કઈ જગ્યાએ વાપરવી અને કેટલી બચત કરવી એ બુદ્ધિ તો માઁ શારદા જ આપે છે પણ મારે મન બંને સરખા છે.બંને દેવી એકબીજાની આજુબાજુમાં બેસે છે અને જોડે વિઘ્નહર્તા દેવ ગણેશજી પણ બિરાજે છે.

શ્રી શારદા માતાના એક હાથમાં પુસ્તક છે જે આપણને વાંચન કરવાનું શીખવે છે. જે વ્યક્તિ પુસ્તકો વાંચે છે એના જીવનનો બેડો પાર થઈ જાય છે.મને કોઈ વડીલે શીખવ્યું હતું કે “A Good Reader can be Good Leader” (એક સારો વાચક સારો નેતા બની શકે છે).

શ્રી શારદા માતાના બીજા હાથમાં માળા છે જે આપણને ઈશ્વરના નિયમિત જાપ કરવાનું શીખવે છે. તમે અગણિત રીતે ઈશ્વરના નામનો જાપ કરશો તો ઈશ્વરની વિશેષ કૃપા પ્રાપ્ત થશે કારણકે “માળાના મણકા ગણવા માટે નહી, જાપ કરવા માટે હોય છે”.

શ્રી શારદા માતાના ત્રીજા હાથમાં વીણા છે જે આપણને કલા શીખવે છે. જ્ઞાન અને બુદ્ધિ સર્વની પાસે હોય પણ એમાં વિશેષ પ્રકારની કલા ત્યારે જ આવે છે જયારે માઁ શારદાની કૃપા થાય છે.

શ્રી શારદા માતાનો ચોથો હાથ અભયમુદ્રામાં છે જે આપણને આપવાનું શીખવે છે. જેટલું મેળવ્યું છે એટલું અભય થઈને આપતા શીખો એ ચાહે જ્ઞાન હોય, ધન હોય કે કંઈ પણ હોય. તમે આપશો તો એ વધારે આપશે. તમારા પ્રારબ્ધમાંથી કોઈ નહી લઈ જાય.

શ્રી શારદા માતા શ્વેત વસ્ત્ર ધારણ કરે છે જેમ શ્વેત રંગમાં કંઈપણ ભેળવો એમાં બધા જ રંગ ભળી જાય એમ આપણું વ્યકિતતત્વ પણ એવું બનાવવું જોઈએ કે આપણા વ્યકિતત્વમાં બધામાં ભળી જાય.

આજે શારદા પંચમીએ એટલે કે વસંત પંચમીએ પાટણ શહેરમાં રામશેરી વિસ્તારમાં આવેલ આશરે દોઢસો વર્ષ પ્રાચીન શ્રી બહુચરમાં ના મંદિરે દર વર્ષે વસંત પંચમીના શુભ દિવસે માં બહુચરની ભવ્યતિભવ્ય શોભાયાત્રા નીકળે છે.

આવો આજે માઁ શારદા (સરસ્વતી) ના ચરણોમાં નતમસ્તક વંદન કરીએ.

જય બહુચર માઁ.

 

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page