જયારે એક બાળક રડતું હોય પછી તે બાળકને તેની માતા ખોળામાં લે છે ત્યારે બાળક હસતુ રમતુ થઈ જાય છે તેવી જ રીતે જેમ કોઈ મનુષ્ય તેની પીડાઓથી ઘેરાયેલો હોય છે અને રડતો હોય છે ત્યારે તે જો શક્તિના સાંનિધ્યમાં આવે છે તો તે હસતો રમતો થઈ જાય છે.
એકવાર ભૃંગી ઋષિએ શિવજીને એમ કહ્યું હતું કે “હું માત્ર ઈશ્વર (શિવ) તમને જ માનું છું. મારે માટે શક્તિનું કોઈ મહત્વ નથી.તેઓ શિવની જ પ્રદક્ષિણા ફરવા જાય છે પણ શિવની પ્રદક્ષિણા ફરી શકતા નથી ત્યારબાદ એક નાનકડા ભમરાનું રૂપ લઈને પ્રદક્ષિણા ફરવા જાય છે ત્યારે શિવની બાજુમાં બેઠેલા શક્તિ શિવ સાથે સમાઈને “અર્ધનારેશ્વર” રૂપ ધારણ કરે છે. શિવજી સ્પષ્ટ રીતે સમજાવવા માંગે છે કે હું પણ શક્તિના સાંનિધ્ય વગર અધૂરો છું.
શક્તિ (પાર્વતી) ના થયેલા અપમાનથી શક્તિ ભૃંગી ઋષિને માટી કરી નાંખે છે. ભૃંગી ઋષિ પૂછે છે કે “કેમ હું માટી થઈ ગયો ? ત્યારબાદ પાર્વતીજી કહે છે તમારે શક્તિની જરૂર જ નથી તો તમને શક્તિવિહીન કરી દીધા.ત્યારબાદ ભૃંગી ઋષિને પોતાની ભૂલ સમજાતા તેઓએ શક્તિની માફી માંગી ત્યારબાદ તેઓને ફરીથી શરીર આપ્યું.
વાંચકો, તમે સમજો કે આપણા પુરુષ શરીરમાં સ્ત્રી અંગો રહેલા છે. જેમ કે આપણે આંખ, જીભ, નસ,આંગળી કેવી છે એમ બોલીએ છે પણ કેવો છે એમ નથી બોલતા.
આપણામાં રહેલી “બુદ્ધિ” એનો ઉચ્ચારણ પણ સ્ત્રીલિંગ જ થાય છે તેથી આપણી પાસે માટીનું બનેલું શરીર જ પુલ્લિંગ જ છે બાકી બધુ સ્ત્રીલિંગ છે અર્થાત્ આ શરીર શક્તિના સાંનિધ્ય વગર કંઈ જ નથી માત્ર માટી જ માટી છે.
શક્તિનું સાંનિધ્ય આનંદદાયક હોય છે.આ મારો જાત અનુભવ છે.જેમ આપણી સગી માતા આપણને મનગમતું ભોજન બનાવીને જમાડે છે તેમ આપણે જે શક્તિના સાંનિધ્યમાં છે તે જગત જનની જગદંબા એમ ઈચ્છતી હોય છે કે તે આપણને મનને ગમતી આપણી બધી જ ઈચ્છાઓ પૂરી કરે.
જયારે તે ઈચ્છાઓ પૂરી નથી થતી ત્યારે આપણે એમ નથી સમજતા કે તે મારા હિતમાં નહી હોય તેથી શક્તિએ આપણી તે ઈચ્છા પૂરી નથી કરી પણ ઉલ્ટાનું આપણે તેને દોષ દઈએ છે.આપણે શક્તિ પર શંકાઓ કરીએ છે.આપણો વિશ્વાસ ખૂટી પડે છે. ખરેખર તો તેમ ના કરવું જોઈએ. ઘણીવાર તો આપણે યોગ્ય સમયની રાહ નથી જોતા કે જે સ્વયં શક્તિએ નક્કી કરેલો હોય છે.
તમારી અસંખ્ય પીડાઓના નિવારણ માટે હંમેશા શક્તિના સાંનિધ્યમાં રહેજો. હું પણ તેમ કરું છું.તમે પણ તેમ કરજો હોં ને.
તમને આ લેખ ગમ્યો હોય તો લેખની લિંક વધુમાં વધુ શેર કરો.
જય બહુચર માં.