અશોક સુંદરી એટલે જે શોક ( દુ:ખ ) ને દૂર કરવાવાળી સુંદરી ( સૌથી સુંદર ) એવો થાય છે.
વાત છે એક વખતની…
પાર્વતીજી એ શિવજીને કહ્યું કે “આપ જ્યારે ધ્યાન સાધના માં સ્થિર હોવ છો ત્યારે હું ઘણું ય એકલું મહેસૂસ કરું છું તો મારે મારા એકલાપણાને દૂર કરવા મારી સાથે એક પુત્રી જોઈએ છે.
શિવ પાર્વતીજીના વિરહ ને જાણીને તેમને નંદનવનમાં વિચરણ કરવા માટે લઈ ગયા.શિવજીએ પાર્વતી ને કહ્યું કે નંદનવનમાં આ કલ્પવૃક્ષ છે જે તમારી તમામ ઈચ્છા પૂરી કરી શકે તેમ છે.તમે કલ્પવૃક્ષ પાસે પુત્રીની કામના કરી શકો છો.
પાર્વતીજી એ કલ્પવૃક્ષ પાસે પુત્રીની કામના કરી જેમાંથી અશોક સુંદરી નામની દીકરી પ્રગટ થઈ.કૈલાસમાં પાર્વતીજી અશોક સુંદરી સાથે રહેવા લાગ્યા.પાર્વતીજીની એકલતા પણ દૂર થઈ.આ આખો પ્રસંગ પદ્ય પુરાણમાં લિખિત છે.
અશોક સુંદરી વિવાહ યોગ્ય થતા તેમના લગ્ન નહુષ રાજા સાથે થયા.હૂંડ નામના દાનવનો વધ કરીને નહૂષે અશોક સુંદરી સાથે વિવાહ કર્યા હતા.નહૂષ અને અશોક સુંદરી ના વિવાહ બાદ તેમને ઉત્તમ સંતાનોનું સુખ પ્રાપ્ત થયું હતું.
સોમવારના દિવસે શિવ પાર્વતી ની પૂજા સાથે અશોક સુંદરી નું સ્મરણ કરો તો ઉત્તમ દીકરી નું સુખ મળે છે તથા અનેક ગણું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.
આજે સોમવાર અને પૂનમ બંને છે.
ચલો આપણે બધા અશોક સુંદરીને યાદ કરીએ.મનોમન તેમના દર્શન કરીને તેમના આશીર્વાદ મેળવીએ.
જય બહુચર માં.