32 C
Ahmedabad
Friday, September 20, 2024

તંત્રની ષષ્ઠમ મહાવિદ્યા – છિન્નમસ્તા

તંત્રની દસ મહાવિદ્યામાં ષષ્ઠમ મહાવિદ્યા છિન્નમસ્તા છે.

છિન્નમસ્તાનો અર્થ થાય “જેનું મસ્તક છેદાયેલું છે તે” તેમ થાય છે.

શક્તાગમ અનુસાર એક વખત મહામાયા શિવ સાથે એકાંતમાં મગ્ન હતા. અચાનક તેઓ વિરક્ત થયા. તે સમયે તેમના વદનમાંથી ડાકિની અને વર્ણિની નામની બે શક્તિઓ ઉત્પન્ન થઈ.

મહામાયા દેવી બંને સખીઓને સાથે લઈને પુષ્પભદ્રા નદી કિનારે સ્નાન કરવા ગયા. ત્યાં ઘણો સમય સ્નાનમાં મગ્ન રહ્યા. સ્નાન કર્યા બાદ મહામાયાની સખીઓને અત્યંત ભૂખ લાગી. આ ભૂખથી તે સખીઓ પીડાવા લાગી.દેવીએ અનેક વ્યંજનો તેમને ભોજન ગ્રહણ કરવા આપ્યા છતાં તે સખીઓની ભૂખ શાંત ના થઈ તેથી મહામાયાએ પોતાના નખથી પોતાનું મસ્તક છેદી નાંખ્યું જેમાંથી રક્તની છોર ઉડી. દેવી રક્તનું પાન કરીને બંને સખીઓ સાથે પોતાની ભૂખ સંતોષવા લાગી.

દેવી મહામાયાએ ડાબી નાડીમાંથી ડાકિની અને જમણી નાડીમાંથી વર્ણિનીને શાંત કરી. દેવી મધ્યભાગના વહેતા રક્તથી પોતાનું મસ્તક ભીંજવવા લાગી. ત્યારબાદ સંધ્યા સમયે દેવી પોતાનું મસ્તક ધડ પર મૂકીને ઘરે પરત ફરે છે.

હયગ્રીવોખ્યાન ગ્રંથમાં વિષ્ણુ ભગવાનના શિરછેદનની કથા આવે છે જેનો છિન્નમસ્તા સાથે સંબંધ છે એકવાર ગણપતિના વાહન મૂષક દ્વારા ધનુષ્યની પ્રત્યંચાનો ભંગ થવાને કારણે વિષ્ણુ ભગવાનનો શિરચ્છેદ થયો હતો અને ત્યારબાદ તેમને ઘોડાનું મસ્તક લગાવવામાં આવ્યું હતું.

ગણેશ પુરાણ અનુસાર ગણેશજીના મસ્તક છેદનનો સંબંધ પણ છિન્નમસ્તા સાથે સંકળાયેલો છે.
માર્કંડેય પુરાણ અનુસાર છિન્નમસ્તાએ ચંડીરુપ ધારણ કરીને અસુરોનો સંહાર કર્યો હતો.
ભગવાન પરશુરામ છિન્નમસ્તા દેવીના મહાન ઉપાસક છે.કબન્ધશિવ છિન્નમસ્તાના ભૈરવ છે.તંત્રનો સાધક છિન્નમસ્તાનું સંધ્યા સમયે અને અડધી રાત્રે પૂજન કરે છે.

હિમાલય પાસે ચિન્તપૂર્ણી દેવીનું મંદિર છે તે છિન્નમસ્તાનું પ્રસિદ્ધ પીઠ છે. મિથિલામાં અને ત્યાંથી બે કિમી દૂર સ્મશાનમાં મૂડકરીદુર્ગાનું મંદિર છે તે છિન્નમસ્તાનું મંદિર છે.

આપણા ગુજરાતમાં જોગણી માતા તરીકે જે દેવી પૂજાય છે તે હકીકતમાં છિન્નમસ્તા છે. છિન્નમસ્તા ઉગ્ર છે. દેવીની ગુરુ દીક્ષા લીધા વગર બીજ મંત્રનો જાપ કરાય નહી.

ગુરુ ગોરક્ષનાથની સર્વ સિદ્ધિઓનું મૂળ છિન્નમસ્તા છે.

મનુષ્ય જયારે રોગરહિત હોય, શત્રુરહિત હોય અને બધી જ રીતે સુખી હોય, પોતાના ધનથી અને સત્તાના સુખથી નાના લોકોનું શોષણ કરતો હોય ત્યારે તે અહંકારી બની જાય છે. તેનું મસ્તક અહંકારથી ભરેલું થઈ જાય છે. આ અહંકાર ભરેલા મસ્તકનો શિરોચ્છેદ દેવી “છિન્નમસ્તા” કરે છે. આ વાત રાવણના શિરછેદન સાથે ચોકક્સથી લાગુ પડે છે.

તંત્રમાં વામમાર્ગી સાધકો છિન્નમસ્તાના હોય છે. તંત્રનો સાધક છિન્નમસ્તાની ઉપાસના કરતો હોય તો જન્મકુંડળીનો કેતુ તે સાધકના ચરણ પખાળે છે.

છિન્નમસ્તા દેવી ગળામાં મુંડોની માલા ધારણ કરે છે. છિન્નમસ્તા એક હાથમાં ખડગ ધારણ કરે છે અને એક હાથમાં પોતાનું મસ્તક ધારણ કરે છે. છિન્ન્મસ્તા પૂર્વ દિશાની અધિષ્ઠાત્રી છે.

છિન્નમસ્તા દેવી કોર્ટ-કચેરી, ઋણ, કજિયા-કંકાશ, રોગ, પીડા તથા શત્રુ પર વિજય અપાવનારી છે. સંસારમાં રહીને મોહ માયાની વચ્ચે ભોગ કરીને જીવનનો પૂર્ણ આનંદ લઈને યોગી મુકત માત્રને માત્ર છિન્નમસ્તાની કૃપા થાય છે.

જય માઁ છિન્નામસ્તા

જય બહુચર માઁ.

 

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page