જે છે તે ચલાવી લઈશ,જે મળ્યું છે તેમાં ખુશ છું,જયાં રાખશો ત્યાં રહી લઈશ,જયાં જેવું મળશે ત્યાં તે સ્વીકારી લઈશ. આવો અભિગમ રાખનાર કોઈ મળે તો સમજો તે શિવ ઉપાસક છે.
જેના માથે ઘણા બધા વાળ હોય, મર્દાળી મૂછો રાખનાર, દાઢી વધેલી હોય, પોતાની મોજ અને સંસારની કોઈ પણ વાત કે વસ્તુનો આપણને જેવો મોહ છે તેવો તેને મોહ નથી તો જાણજો તે શિવ ઉપાસક છે.
પોતે જે ધૂનમાં છે તે શિવની છે, પોતાને જે આશ છે તે શિવની છે,પોતાની લગનીમાં અલમસ્ત છે, દુનિયાના તમામ કડવા ઝેરને સરળતાથી પચાવી જાણે છે મારું માનો તે કોઈ નહી પણ શિવ ઉપાસક છે.
તેને મન બધા સમાન છે, કોઈ દુર્લભ વસ્તુમાં એને મન કોઇ મોહ નથી,અન્ય દેવી દેવતાનો એને કોઈ વિરોધ નથી, પોતાને મન સૌ સરખા જાણે પણ મહાદેવથી મોટો કોઈ દેવ નથી એમ સમજનારો પોતાના મહાદેવને જ પરમેશ્વર ઈશ્વર ગણનારો દાઢી મૂછ કે લાંબા વાળ વગરનો કોઈ સૌમ્ય વ્યકિત પણ મળી જાય તો જાણજો તે શિવ ઉપાસક છે.
શિવના ઘણા સ્વરૂપ છે એમાં બે મુખ્ય છે તે એક સૌમ્ય અને રૂદ્ર. સૌમ્ય શિવ અને રુદ્ર શિવમાં કયારેય કોઈ તફાવત નથી.સૌમ્ય શિવ અને રૂદ્ર શિવને માનનારા ઉપાસકોમાં કોઈ ભેદ નથી.બંનેની ભાવના સમાન છે પણ શિવને પામવાના રસ્તા અલગ અલગ છે.
મંત્રથી જાપ કરનાર,તંત્રથી સાધના કરનાર,શિવની યેનકેન પ્રકારે પૂજા કરનાર કે શિવજીને માત્ર દૂધ જળ પણ અર્પણ કરનાર તમામ શિવઉપાસક છે.શિવને શકિત સહિત ભજનાર,વિષ્ણુને હંમેશા સાક્ષી રાખનાર તમે જાણો તે શિવ ઉપાસક છે.
હે શિવ ! યે જીવ હંમેશા આપકી ખોજ મેં હૈ પરંતુ આપ તો હમારે ભીતર હૈ ઈસલિએ હમ મોજ મેં હૈ.
જય મહાદેવ.
જય બહુચર માં.