શ્રી રામ ભગવાને દશેરાએ રાવણનો વધ કર્યો ત્યારબાદ શ્રી રામ ભગવાન પત્ની સીતાજી અને ભાઈ લક્ષ્મણ સાથે ૨૧ દિવસ પછી પગપાળા અયોધ્યા પાછા ફર્યા અને અયોધ્યાવાસીઓએ શ્રી રામ પાછા આવવાની ખુશીમાં દીપોની હારમાળાથી આખું અયોધ્યા પ્રકાશિત કર્યું તેથી અયોધ્યામાં દીપાવલી થઈ.જયાં દીપાવલીનો અર્થ થાય દીપ + આવલી ( હારમાળા ).
અત્યારે પણ તમે ગુગલ પર Sri Lanka to Ayodhya Distance by walk એવું નાખી જુઓ એકદમ Perfect ૨૧ દિવસ આવશે. અયોધ્યામાં આજે સરયુ નદીના કિનારે લાખો દીપો પ્રગટાવાશે અને બહુ જ મોટો ઉત્સવ થશે.
દીપાવલી પર્વ એટલે જયાં અંધારું છે ત્યાં દીપ પ્રગટાવીને પ્રકાશ પાડવો એટલે કે આપણી અંદર રહેલા અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી આપણા જ્ઞાન પર પ્રકાશ પાડવો.દિપાવલી સંસ્કૃત શબ્દ છે આપણે ગુજરાતીમાં દીવાળી કહીએ છે.દીવો અને સૂર્યદેવ બંને કોઈ પણ શુભ કાર્યના સાક્ષી થાય છે.શાસ્ત્રમાં દીવાને સૂર્યના કિરણોનું પ્રતિનિધિત્વ કરનાર કહેવામાં આવ્યો છે.
આપણે આ દીવાળીમાં દરેકના હ્દયમાં પ્રેમરૂપી “દીપ” પ્રગટાવાનો છે.
બસ પ્રેમ આપો,ખુશી વહેંચો, હકારાત્મક રહો,આનંદ કરો,અન્યને મદદ કરો,મૂંગા પશુ-પક્ષીઓનું રક્ષણ કરો, વૃક્ષો વાવો,પાણી બચાવો, પોતાના માતા-પિતાની, પરિવારની અને સમાજની સેવા કરો. આ બધું કરો ને તો રામ રાજી થાય અને રામ રાજી થાય ને તો આપણે પછી રોજ “દીવાળી” થાય.
એક વાત કહેવાની રહી ગઈ કે આજે ચુંવાળ બહુચરાજીમાં શ્રી બહુચર માતા “સોનાની થાળી” માં જમશે.
આપ સૌને દીપાવલી પર્વ નિમિતે અમારા હ્દયપૂર્વક
જય બહુચર માઁ.