15 C
Ahmedabad
Saturday, December 21, 2024

આજે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ છે.

⦿ ચૈત્ર સુદ નોમ એટલે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ કહેવાય છે.

⦿ વિષ્ણુ ભગવાનના સાતમા અવતાર અયોધ્યાની ધરતી પર માતા કોશલ્યાના કૂખે અને રાજા દશરથના આંગણે ચૈત્ર સુદ નવમીની તિથિએ બપોરના બાર વાગ્યાના સમયે ભગવાન શ્રી રામે જન્મ લીધો હતો.

⦿ ભગવાન શ્રી રામનો આ જન્મ એક સામાન્ય મનુષ્યને ધર્મ અનુસાર કર્મ કેવી રીતે કરવું,ધર્મ અને અધર્મ શું છે,મર્યાદાનું પાલન કેમ કરવું, કુંટુંબ પ્રત્યે સઘળી જવાબદારીઓ કેમ નિભાવવી,નીતિનીયમો-સિદ્ધાંતોને અનુલક્ષીને પ્રામાણિકતાથી કેમ રહેવું આવી તમામ બાબતો શીખવવા થયો હતો.

⦿ આપ સૌએ દૂરદર્શન પર આવતી રામાયણ જોઈ હશે.મેં પણ જોઈ છે.કેટલાકે મહર્ષિ વાલ્મીકી કૃત રામાયણ વાંચી પણ હશે તો કેટલાકે રામ નામનો રસ પોતાના જીવનમાં ઉતાર્યો પણ હશે.હું અહીંયા તુલસીદાસજીની ચોક્કસ વાત કરી શકું કે જેમણે શ્રી રામના જીવનથી એવા પ્રેરિત થયા કે શ્રી રામચરિતમાનસની રચના કરી હતી.

⦿ શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે તેમ સાબિત કરવાની જરુર નથી છતાંય એક વાત અહીં ટાંકું છું કે શ્રી રામ ભગવાન સર્વ હકકીતોથી વાકેફ હતા કે ભરતને રાજગાદી પર બેસાડવો અને તેમને ચૌદ વર્ષના વનવાસ પર મોકલવા એ કૈકેયીનું મનોબળ છે તે છતાં એ હકીકતને સ્વીકારીને કંઈ જ react ના કર્યું પણ એનો સ્વીકાર કર્યો.કદાચ આપણને એવી કોઈ હકીકત ખબર પડે કે આપણું કોઈ અંગત આપણી સાથે આવો ખેલ રમે છે તો આપણે ઝઘડો કરી નાંખીએ.

⦿ રામાયણની બે અતિમહત્વની વાતો ટાંકતા કહું છું કે જો દુશ્મન પણ જેના ચરિત્રના વખાણ કરે તો તે અતિ પવિત્ર ચરિત્ર ભગવાન રામનું છે,બીજા કોઈનું નહી.

⦿ એક વખત રાવણ પોતાના ભાઈ કુંભકર્ણને પોતાની સાથે યુદ્ધમાં સાથ આપવા માટે ઘોર નિંદ્રામાથી ઉઠાડવા જાય છે ત્યારે કુંભકર્ણ ઉઠીને રાવણ પાસેથી સઘળી વાતો જાણે છે.ત્યારબાદ કુંભકર્ણ રાવણને પૂછે છે કે “તે બધી રીતે સીતાને મનાવવાનો પ્રયાસ કર્યો તો તું રામનો વેશ ધરીને કયારેય સીતા પાસે કેમ ના ગયો ? ત્યારે રાવણ કહે છે કે હું રામ નો વેશ ધરીને સીતા પાસે ગયો હતો પણ મને સીતામાં “માઁ”ના દર્શન થયા એટલે કે પરસ્ત્રી “માઁ” સમાન દેખાઈ તેથી મારો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો છે.

⦿ શ્રી રામ ભગવાનના શુદ્ધ ચરિત્ર વિશે બીજી વાત એમ છે કે જયારે રાવણનો પુત્ર મેધનાદ યુદ્ધભૂમિ પર હણાઈ જાય છે ત્યારે મેધનાદની પત્ની એના પતિનું શવ ( મડદુ ) લેવા જવા માટે રાવણની મંજૂરી માંગે છે ત્યારે રાવણ એક ક્ષણ પણ વિચાર્યા વગર મંજૂરી આપી દે છે.

⦿ એ સમયે રાવણની સભામાં હાજર રાવણના મંત્રીઓ રાવણને રોકે છે કે આ તમે શું કરો છો ? જો મેઘનાદની પત્ની ત્યાં ગઈ અને આપણે જેમ સીતાને બંઘક બનાવી છે તેમ રામ પણ મેધનાદની પત્નીને બંઘક બનાવી લેશે તો ? ત્યારે રાવણ કહે છે કે “રામ કદાપિ આવું ના કરે કારણકે રામ રામ છે”

⦿ અર્થાત્ દુશ્મન પણ જેના ચરિત્રના વખાણ કરે તેવું ચરિત્ર ભગવાન શ્રી રામનું જ હોઈ શકે.બીજા કોઈનું નહી.

⦿ સૌને શ્રી રામ નવમીની હાર્દિક શુભકામનાઓ.

જય શ્રી રામ.

જય બહુચર માઁ.

Related Articles

Stay Connected

1,578FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page