29 C
Ahmedabad
Tuesday, September 17, 2024

ગણપતિની સ્થાપના દસ દિવસ માટે જ કેમ કરવામાં આવે છે ?

વેદો અને‌ પુરાણોની રચના કરનાર મહર્ષિ વેદવ્યાસને “મહાભારત” નામનું મહાકાવ્ય ( મહાગ્રંથ ) રચવાની પ્રેરણા થઈ.આ મહાકાવ્યની રચના કરવું કઠિન હોવાથી અને આ મહાકાવ્યની રચના કરવામાં કોઈ વિઘ્ન ના આવે તે માટે તેમણે ગણેશજીને યાદ કર્યા.

ગણેશજી પ્રગટ થયા અને વેદવ્યાસજીને કહ્યું કે હે ઋષિ ! હું તમારી શું મદદ કરી શકું છું.મહર્ષિ વેદવ્યાસજીએ ખૂબ જ વિનમ્રતાપૂર્વક કહ્યું કે હે ગણેશજી ! આપ સર્વ પ્રથમ પૂજનીય છો અને વિઘ્નહર્તા પણ‌ છો.આપ મને મહાભારત કાવ્ય રચના કરવામાં મદદ કરો.

ગણેશજીએ વેદવ્યાસજીની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને કહ્યું કે આ કાવ્યરચના કરતા જેટલા પણ દિવસ થાય તેટલા દિવસ અટકવાનું નથી.હું બોલતો જાઉં છું અને તમારે લખતા જવાનું છે.કલમ ક્યાંય અટકવી જોઈએ નહીં.

મહર્ષિ વેદવ્યાસજીએ ગણેશજીની આજ્ઞાને માથે ચડાવીને મહાભારત નામનું મહાકાવ્ય રચવાની શરૂઆત કરી.સળંગ દસ દિવસ સુધી આ મહાકાવ્યની રચના થઈ.દસમાં દિવસે પૂર્ણાહુતિ નાં સમયે ગણપતિજી ખૂબ જ થાકી થઈ ગયા.શરીરનો થાક ઉતારવા તેઓ સરસ્વતી નદીમાં સ્નાન કરવા ગયા.

હવે ખબર પડી ગઈ ને કે ગણપતિ સ્થાપન દસ દિવસ સુધી કરીને દસમાં દિવસે નદીમાં કેમ વિસર્જન કરવામાં આવે છે ?

જૂની પુસ્તકોમાં અભ્યાસ કરતા ક્યાંક એવું પણ લખ્યું છે કે મહર્ષિ વેદવ્યાસજીએ ગણપતિની માટીની મૂર્તિ બનાવી મહાભારત કાવ્ય રચના કરવાની શરૂઆત કરી હતી પછી દસમાં દિવસે મહાભારત કાવ્ય રચના ની પૂર્ણાહુતિ ના દિવસે અનંત ચતુર્દશી એ તેમણે ગણપતિની માટીની મૂર્તિ નું નદીમાં વિસર્જન કર્યું હતું.

મારા મંતવ્ય મુજબ બંને વાર્તા સાચી જ માનવી.ભેદ કરવો નહીં.કેટલાક લોકો એક દિવસ,બે દિવસ,ત્રણ દિવસ કે પાંચ દિવસ માટે ગણપતિજીને પોતાના ઘરે આમંત્રિત કરીને પૂજન અર્ચન કરતાં હોય‌ છે.આવું ચોક્કસ કરાય.ખૂબ જ સારું કહેવાય હોં.

દરેક જગ્યાએ પોળોમાં,સોસાયટીઓમાં અને મહોલ્લામાં ગણપતિ બેસાડવાના ક્યારથી શરુ થયું? આ બધી વાત તમને આવતીકાલના આર્ટિકલમાં જણાવું છું.

વાંચો આવતીકાલે

જાણો શ્રી ગણેશજીએ ભારતને કેવી રીતે આઝાદી અપાવી ?

જય ગણેશ.
જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page