રોજ સવારે ઉઠીને માતા-પિતાને પગે લાગશો તો જગની જનેતાને ગમશે,સાસુ સસરાને માતા પિતા સમજશો તો જગની જનેતાને ગમશે, કોઈએ આપણુ બૂરુ કર્યુ અને સામે આપણે એનું બૂરું ના કરીએ તો જગની જનેતાને ગમશે, કોઈની કોઇ પણ સ્વાર્થ વગર મદદ કરશો તો જગની જનેતાને ગમશે, પ્રકૃતિને બચાવશો અને મૂંગા જીવોનું રક્ષણ કરશો તો જગની જનેતાને ગમશે.
કોઈ ભૂખ્યાને અન્ન જમાડશો તો જગની જનેતાને ગમશે,કોઈના ખુલ્લા શરીર પર વસ્ત્ર ઓઢાડશો તો જગની જનેતાને ગમશે,ધન કે સત્તાના અહંકારમાં આવીને કોઈને નીચા નહી પાડો તો જગતની જનેતાને ગમશે,વિખરાયેલા ઝૂંપડાની છત બનાવી આપશો તો જગની જનેતાને ગમશે, ગરીબ દીકરીનું કન્યાદાન કરશો તો જગની જનેતાને ગમશે, બહેન દીકરી કે કોઈ સ્ત્રીની આબરુનું રક્ષણ કરશો તો જગની જનેતાને ગમશે.
લોહીની જરુર હોય એવાને તમારું થોડું લોહી આપી આવશો તો જગની જનેતાને ગમશે, રસ્તા પર ઉતાવળમાં જતી કોઈ એમ્બયુલન્સને સાઈડ આપી દેશો તો જગની જનેતાને ગમશે, તમારા કારણે કોઈ દુ:ખી ના થાય એનું ધ્યાન રાખશો તો જગની જનેતાને ગમશે, હંમેશા આનંદ વહેંચશો તો જગની જનતાને ગમશે, તમે મેળવેલું જ્ઞાન અને ભક્તિ લોકોને નિ:શુલ્ક આપતા શીખશો તો જગની જનેતાને ગમશે, થોડી પ્રશંસાથી કોઈને જીવવાની પ્રેરણા મળતી હોય તો એને એવી બે હકારાત્મક વાત કહી દેશો તો જગની જનેતાને ગમશે,કોઈની આંખોમાંથી ટપકતા આંસુ લૂંછીને એને થોડું હસાવી દેશો તો જગની જનેતાને ગમશે.
તમે કંઇક તો સારું કરી જુવો જગત ની જનેતાને બહુ બધું ગમશે
જય બહુચર માં.