આનંદદાયિની એટલે ” આનંદ આપનારી શ્રી બહુચરમાં”
આનંદની કોઈ પળ નથી હોતી. તમે ઈચ્છો ત્યારે આનંદ કરી શકો છો.કહેવાનો મતલબ જીવનની દરેક પળને આનંદથી માણવી.
જે રોતડા વેડા કરતું હોય કે જેનું મોઢું હંમેશા કરમાયેલું રહેતું હોય એની પાસે કોઈ જતું પણ નથી. બધા એનાથી દૂર ભાગે છે. પણ જો તમે આનંદમાં રહો તો સૌ કોઈને તમારી આસપાસ રહેવું ગમે છે તો શું એવું ના બની શકે કે તમે આનંદનો ગરબો કરીને કાયમ આનંદમાં રહો ?
જીવનમાં આવેલા દુ:ખોને ભગાડવાનો સર્વશ્રેષ્ઠ રસ્તો એ છે કે “આનંદમાં રહેવું”. કોઈ વાર લોકો આપણી ટીકા કે નિંદા પણ કરશે કે આટલો બધો ખરાબ પરિસ્થિતિમાં છે તો પણ છે આને કંઈ અસર ? આવું કંઈક પણ કહેશે. પરંતુ આપણે એ લોકોની વાત પર ધ્યાન ના આપવું જોઈએ. આપણે આનંદમાં રહીને આપણી જાતને વધારે હકારાત્મક કરીને મુશ્કેલીઓની સામે લડીએ છે આવી વાત એ બુદ્ધિશાળી લોકોને આપણે Clear કરવાની જરૂર નથી.
એ લોકોને એમની વિશેષ બુદ્ધિ પ્રમાણે આપણી નિંદા કે ટીકા કરવાનું કામ કરવા દેવાનું કારણકે એમાં પણ આપણું જ હિત છે.એટલું સમજી લો કે સમગ્ર લોકો તમારી સામે થઈ જાય અને તમને એવું લાગે કે તમે એકલા પડી ગયા છો,સમગ્ર લોક વિપક્ષ થઈને સામે ઉભું છે ને ત્યારે એટલું સમજી લો કે તમારા પક્ષમાં શ્રી આનંદદાયિની બહુચરમાં ઉભા છે જે તમને કપરી પરિસ્થિતિમાં મુશ્કેલીઓ સામે લડવાની શકિત આપી હંમેશા આનંદમાં રાખે છે.
આ બધુ વાંચતા તમને અનેરો આનંદ આવી ગયો હોય. ને તો એક વાર આનંદમાં એક દમ હસતા હસતા આ બોલો જો
“બહુચર બહુચર બોલ ,બોલ બહુચર બોલ
જય જગજનની તું જગદંબા બોલ “
જય બહુચર માં.