એક ગામમાં ગુણનિધિ નામે બ્રાહ્મણ રહેતો હતો. તે ખૂબ જુગાર રમતો, ચોરી કરતો, વૈશ્યાગમન કરતો, અન્યનું ધન લૂંટી લેતો, માસ-મદિરાનું સેવન કરતો. એક વખત આ બ્રાહ્મણ લૂંટના ઈરાદે બીજા એક ગામમાં ગયો.ત્યાં થોડા ઘણા વિદ્ધાન બ્રાહ્મણો ગામજનો સાથે શિવમંદિરમાં નૈવેધ ધરાવવા જતા હતા. ગુણનિધિએ છુપાઈને જોયું. નૈવેધ જોઈ ગુણનિધિને મોંમા પાણી આવ્યું.તેણે વિચાર્યુ કે હું આ બધા બ્રાહ્મણોના ટોળામાં સાથે ભળી જઉં.
ગુણનિધિ ભૂખનો મર્યો આ સર્વની સાથે શિવમંદિરમાં ગયો. ત્યાં તેણે શિવકથા સાંભળી. શિવજીના સહસ્ત્ર નામો સાંભળ્યા. બ્રાહ્મણો શિવનો નૈવેધ ધરાવીને સૂઈ ગયા. ભૂખના માર્યા ગુણનિધિએ નૈવેધ શોધવા શિવાલયમાં દીવો પ્રગટાવ્યો. ત્યાં સૂતેલા બ્રાહ્મણોમાંથી એક બ્રાહ્મણ જાણીને “ચોર-ચોર” ની બૂમો પાડવા લાગ્યા. ગામજનોએ ગુણનિધિને પકડી લીધો, તેને ખૂબ માર્યો અને ત્યાં જ તે મૃત્યુ પામ્યો.
હવે યમરાજની Entry થઈ અર્થાત્ યમરાજનું આગમન થયું. યમરાજ પોતાના યમદૂતો સાથે ગુણનિધિના આત્માને પાશમાં બાંધીને લઈ જતા હતા. તેટલી જ વારમાં અચાનક કૈલાસથી વિમાન આવ્યું. શિવના પાર્ષદો ( ગણો ) વિમાનમાંથી ઉતર્યા. યમરાજને કહ્યું કે આ બ્રાહ્મણને છોડી દો. અમે શિવલોકમાં લઈ જઈશું.
યમરાજે કહ્યું કે આવું કેમ ? આ ગુણનિધિએ સમગ્ર જીવનમાં અપરાધો કર્યા. કેટલાય પાપો કર્યા તો આના કર્મ મુજબ અમે તેને નર્કમાં લઈ જઈને અનેક પ્રકારની યાતના આપીશું. અમે તેને માફ કેવી રીતે કરી શકીએ ?
શિવગણોએ કહ્યું કે હે યમરાજ ! તમારી બધી વાત બરોબર પરંતુ આ બ્રાહ્મણે આખો દિવસ ભૂખ્યા રહીને (ઉપવાસ કરીને) શિવકથા સાંભળી, શિવના સહસ્ત્ર નામો સાંભળ્યા અને આજે મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ શિવાલયમાં દીવો પ્રગટાવ્યો તેથી તેના સર્વ પાપોને શિવજીએ માફ કરી દીધા છે તેથી હવે તે શિવલોકમાં જશે.
યમરાજ ત્યાંથી ગુણનિધિને છોડીને યમલોક તરફ રવાના થતા હતા ત્યારે શિવગણોએ યમરાજને કહ્યું કે હે યમરાજ ! સાંભળો……
➼ જે લોકો લલાટે સફેદ ભભૂતિ લગાડે છે તેને તમારે છોડી દેવા.
➼ જે ત્રિપુંડધારણ કરે છે તેને તમારે લેવા જવું નહી.
➼ રૂદ્રાક્ષ ધારણ કરનારને બિલકુલ અડકવું નહી.
➼ જે નિરંતર શિવમય રહેતો હોય તેની પાસે જવાની ભૂલ કરવી નહી.
➼ શિવના ભક્તો કૈલાસ પામે છે અને શિવની શક્તિના ભકતોને મણિદ્વીપમાં સ્થાન મળે છે તેથી સ્વર્ગ અને નર્કમાં લઈ જવા માટે તમારે ત્યાંથી નીકળવું પણ નહી.
પેલો જે ગુણનિધિ નામનો બ્રાહ્મણ હતો ને એ શિવલોક તો પામ્યો જ પણ બીજા જન્મમાં તે કુબેર ભંડારી બન્યા.
આવા આર્ટિકલ વાંચીને આનંદ પ્રાપ્ત થતો હોય તો બીજાને શેર કરીને આનંદની વહેંચણી કરવી.
મારી ભાવના છે કે શિવશક્તિના શરણે થઈને સમગ્ર જગત આનંદમય રહેવું જોઈએ.
હર હર મહાદેવ
જય બહુચર માં.