આજે શુક્રવાર છે. શુક્રવારે ચુંવાળમાં શ્રી બહુચર માતા કુમારિકા સ્વરૂપે “મોર” પર બિરાજે છે.
દેવી કુમારિકાનું પ્રિય પક્ષી મોર છે.
દુર્ગા સપ્તશતી ચંડીપાઠના અગિયારમાં અધ્યાય નારાયણી સૂકતમાં “કુમારિકા” વિશે વર્ણન મળે છે કે
મયૂરકુક્કુટવૃતે મહાશકિતધરાનધે ।
કૌમારીરૂપસંસ્થાને નારાયણિ નમોસ્તુતે ।।
મયૂર ( મોર ) અને કૂકડાથી ઘેરાયેલા, મહાશકિત ધારણ કરનાર, કુમારિકા સ્વરુપ નારાયણી આપને નમસ્કાર છે.
મોર સુંદરતા અને પ્રેમનું પ્રતીક છે. મોર કયારેય ઢેલ સાથે સંભોગ કરતું નથી અર્થાત્ તે બ્રહ્મચારી છે. મોરના આંસુ પીને ઢેલ ગર્ભવતી બને છે. આ બાબતના વૈજ્ઞાનિક પુરાવા રાજસ્થાન હાઈકોર્ટના જજ શ્રી મહેશચંદ્ર શર્માએ રજૂ કરીને મોરને ભારતનું રાષ્ટ્રીય પક્ષી જાહેર કર્યુ હતું.
હમણાં એક વિવાદ ઉભો થયો હતો કે મોરના આંસુ પીને ઢેલ ગર્ભવતી થતી નથી તેના કેટલાક મોર્ફ કરેલા વિડિયો પ્રજાને ગેરમાર્ગે દોરવા સોશીયલ મીડીયા માં વાયરલ થયા છે.તે વિડિયો સાચા છે કે ખોટા તેની હું પુષ્ટિ કરતો નથી.
મોર કામ થી મુક્ત છે તેથી જ શ્રી કૃષ્ણ ભગવાન તેમના મસ્તકે મોરપીંછ ધારણ કરે છે. માં સરસ્વતીનું વાહન પણ મોર જોવા મળે છે.ભગવાન કાર્તિકેયની સવારી મોર છે. કાર્તિકેય કુમાર છે તેમણે લગ્ન કર્યા નથી.સાધુ સંતો તેમના આશ્રમોમાં મોરપંખનો ઉપયોગ કરે છે. મંદિરોમાં પણ મોરપીંછનો ઉપયોગ થાય છે. મોરને હિંદુ ધાર્મિક ગ્રંથો સિવાય અન્ય ધર્મોમાં પણ ઉચ્ચનો દરજ્જો આપવામાં આવ્યો છે.
આપણા ઘરના મંદિરમાં મોરપીંછ રાખવા જોઈએ. મંદિર સાફ સફાઈ કરવા માટે મોરપીંછની સાવરણી રાખવી. ઘરમાં નકારાત્મક એનર્જીને દૂર કરવા અને કજિયા કંકાશ ટાળવા માટે દક્ષિણ પૂર્વ (અગ્નિ) દિશામાં મોરપીંછ લગાવવા જોઈએ. તિજોરીમાં જયાં પૈસા મૂકતા હોય ત્યાં મોરપીંછ રાખવું જોઈએ.
માં સરસ્વતીના આશીર્વાદ મેળવવા ભણતા વિદ્યાર્થીએ પોતાના પુસ્તકમાં મોરનું પીછું રાખવું જોઈએ તેનાથી અભ્યાસમાં લાભ મળે છે. ધરના મુખ્ય દરવાજા પાસે જો વાસ્તુદોષ હોય ત્યાં મોરના પીંછા લગાવવા જોઈએ સાથે ગણેશજીની મૂર્તિ પણ મૂકવી જોઈએ. મોરપીંછથી રાહુના દોષો પણ દૂર થાય છે. મોરનો આહાર સાપ છે તેથી મોરપીંછ જયાં હોય ત્યાં સાપ આવતા નથી.
મોરના બીજા ઘણા નામ છે જેમ કલાપી, શિખી, નીલકંઠ, ધ્વજી,શિખાવલ, સારંગ, નર્તકપ્રિય વગેરે ઘણા નામો છે.
મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. તેથી ભારતમાં મોરનો શિકાર કરવા પ્રતિબંધ છે. મોરનો શિકાર કરવા પર આજીવનની કેદ થઈ શકે છે.
મોર વરસાદ પડે તો ખૂબ નાચે અને આનંદ કરે છે તેવી જ રીતે આપણા જીવનમાં આનંદ, ઉલ્લાસ અને ખુશીઓનો વરસાદ વરસે તે માટે મોરપીંછ જેવી પવિત્ર વસ્તુ આપણી પાસે રાખવી જોઈએ તો પછી આપણું ય મન મોર બની થનગાટ કરે……
જય બહુચર માં.