26 C
Ahmedabad
Saturday, December 21, 2024

જાણો ભગવાન શિવના ડમરુ વિશે.

શ્રી રામકૃષ્ણદાસજી રચિત શિવતાંડવની એક રચના અહીં મૂકું છું કે

શૈલે શું ગ સમ વિશાલ જટાજૂટ ચંદ્રભાલ, ગંગકી તરંગ મોલ, વિમલ નીર ગાજે, લોચન ત્રય લાલલાલ ચંદનકી ખોરી ભાલ, કુમકુમ સિંદુર ગુલાલ, ભ્રકુટી વર સાજે

મુંડન કી કંડન માલ, વિહસત હૃદય કે ખુશાલ, ફટિક જાલ રૂદ્રમાલ હરદયાલ રાચે, બમ બમ બમ ડમરુ બાજ, નાદવેદ સ્વર સુસાજ, શંકર મહારાજ આજ તાંડવ નાચે.

બમ બમ બમ ડમરૂ બાજ અર્થાત્ ડમરુનો ધ્વનિ ડમ ડમ વાગે છે.આ ડમરૂ શિવનું પ્રિય વાદ્ય છે.જેમ શ્રી કૃષ્ણને વાંસળી ગમે છે તેમ શિવને ડમરૂ ગમે છે,ડમરૂનો નાદ ગમે છે.

હિંદુ ધર્મમાં જેમ શંખ, ઘંટ, વીણા, વાંસળી, કરતાલ, મંજીરા, ઢોલ, તબલા, મૃદંગ, નગારું, તાનપુરો, તંબૂરો વગેરે જેવા સંગીત ઉતપન્ન કરતા વાદ્યોનું જેમ મહત્વ છે તેમ ડમરુનું પણ વિશેષ મહત્વ છે.

શિવપુરાણ અનુસાર સૃષ્ટિની ઉત્પ઼ત્તિ સમયે દેવી સરસ્વતીએ વીણામાંથી ધ્વનિ ઉત્પન્ન કર્યો પણ આ ધ્વનિ સંગીતવિહીન હતું તેથી શિવજીએ ચૌદ વાર ડમરુ વગાડયું. તે ધ્વનિમાંથી વ્યાકરણ અને સંગીતના તાલનો જન્મ થયો હતો.

ડમરુના નાદમાં સર્જન અને વિસર્જનના એમ ચૌદ પ્રકારના ધ્વનિ છે જેમ કે “અઈઉણ, ત્રૃલુક, એઓડ્, એઔચ, હયવરટ, લણ, જમડ્ણમ, ભ્રઝભજ, ધઢ્ધશ્, જબગડદ્શ, ખપછઢથ, ચટતવ, કયપ, શષસર, હલ વગેરે છે.

ડમરુ બ્રહ્મ સ્વરૂપ છે. તેની નજીક જાઓ તો તે સંકુચિત થાય છે અને દૂર થતું જણાય છે કારણકે તે સાક્ષાત્ શિવ સ્વરૂપ છે. સૃષ્ટિના સંતુલન માટે શિવજી ડમરુ સાથે પ્રગટ થયા તેમ પૌરાણિક શાસ્ત્રોમાં મળી આવે છે.

શિવપુરાણ અનુસાર ડમરુમાંથી એવા તંત્રોકત મંત્રોનું સર્જન થયું હતું કે આ મંત્રોથી મોટામાં મોટી બીમારીનો જડમૂળમાંથી નાશ થઈ શકે છે.

વૈજ્ઞાનિક સંશોધન અનુસાર ડમરુનો અવાજ સાંભળવાથી માનસિક શાંતિ મળે છે. મનુષ્યના મસ્તકમાં નકારાત્મક વાઈબ્રેશન દૂર થઈને હકારાત્મક વાઈબ્રેશન ઉત્પન્ન થાય છે.

શૈવપંથી સાધકો કહે છે કે ડમરુના નાદથી પૃથ્વી પર વરસાદ લાવી શકાય છે,આ ધરતીને ધ્રૂજાવી શકાય છે,વાતાવરણમાં હકારાત્મકતા લાવી શકાય છે, નકારાતમક વૃત્તિ ધરાવતા મનુષ્યોના હ્દય પર હુમલો પણ કરી શકાય છે. આમ ડમરુનો નાદ સુખદાયી પણ છે અને ભયાનક પણ છે.

આ વાતને સાર્થક કરતી વાત શિવપુરાણમાં મળી આવે છે. જયારે ભયાનક અસુરો કૈલાસ પર હુમલો કરવા આવતા ત્યારે શિવના ગણો ડમરુનો નાદ કરતા. આ નાદ સાંભળવાથી કેટલાક અસુરો ભયના માર્યા ભાગી જતા તો કેટલાક અસુરોના હ્દય ફાટી જતા હતા.

અ,ઉ અને મ ના સંયોગને “ઓમ” ( ૐ ) કહેવાય છે.આ ઓમની ધ્વનિ આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ ત્યારે સંભળાય છે. જરા કરીને જુઓ.આ ધ્વનિની અંદર જે સ્વર છે તેવો સ્વર ડમરૂની ધ્વનિમાં છે.

માનવ કપાલ, ચર્મપત્ર, કપડું, રેશમ, ધાતુ, પીતળ, કપાસ, લાકડી અને વાંસથી ડમરુ બને છે. ડમરુનો સૌથી વધારે ઉપયોગ તમિલનાડુ, ગુજરાત, બિહાર અને ઉત્તર ભારતના અન્ય શહેરોમાં સૌથી વધારે ઉપયોગ થાય છે.

લદાખમાં લામાઓ દ્વારા સ્થાનિક નૃત્ય અનુષ્ઠાનમાં ડમરુનો ઉપયોગ થાય છે. તમિલનાડુમાં “કુડુકુડપ્પઈ અંડી” અને ઉત્તર ભારતમાં મદારીઓ, જાદૂગરો અને બંજાર જાતિના લોકો દ્વારા ઉપયોગમાં કરવામાં આવે છે.

શિવના બે સ્વરૂપો છે. સૌમ્ય અને રૂદ્ર. શિવ સૌમ્ય સ્વરૂપે નટરાજની મુદ્રામાં નૃત્ય કરે છે ત્યારે આનંદદાયક ડમરુ વગાડે છે. શિવ ક્રોધે ભરાય ત્યારે રૂદ્ર બને છે ત્યારે પૃથ્વી પર પ્રલય કરવાના હેતુથી ડમરુ વગાડે છે.તેનો નાદ ભયાનક હોય છે.તેનાથી ચૌદે બ્રહ્માંડો ગાજી ઉઠે છે.

શિવતાંડવ ગવાતું હોય ત્યારે ડમરુ વગાડવું જોઈએ.ડાક અને ડમરુ રૌદ્ર દેવીઓની ઉપાસના વખતે વગાડવું જોઈએ.

રોજ સવારે ઘરે પૂજા કરો ત્યારે ડમરુ વગાડવું જોઈએ તેથી ઘરમાં આવેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય અને હકારાત્મક ઉર્જાનું સર્જન થાય.

અગડબમ અગડબમ ડાક ડમરુ બાજે
નાચે સદાશિવ ભોળેનાથ…….

હર હર મહાદેવ.જય ભોલેનાથ.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,578FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page