31 C
Ahmedabad
Thursday, September 19, 2024

જાણો શિવના અગિયારમાં રૂદ્ર અવતાર હનુમાનજી વિશે.

અવ+તૃ+અ માંથી અવતાર શબ્દ ઉત્પન્ન થયો. અવતાર શબ્દનો અર્થ થાય છે કે “ઉપરથી નીચે ઉતરવું”

પરમાત્મા શિવ નિરાકાર, નિરંજન જે અનેક રૂપે જન્મે છે તે “અવતાર” ધારણ કરે છે.

શિવમહાપુરાણ, વાયુપુરાણ, લિંગપુરાણ અને કૂર્મપૂરાણમાં શિવજીના ૧૭૭ અવતારો વિશે વર્ણનપૂર્વક વાત કહી છે જે ઘણી વિસ્તારપૂર્વક છે.

રૂદ્ર એટલે અગ્નિના સ્વરૂપમાં સમગ્ર જગતનું પાલન કરનાર.ઋગ્વેદમાં રૂદ્રનો ઉલ્લેખ મળે છે કે “પ્રાતઃ સોમમુત રૂદ્રં હુવેમ્ । વાયુપુરાણમાં રૂદ્ર ને પ્રાણ કહ્યા છે. રૂદ્ર એટલે મહાવિનાશક.

શિવ મહાપુરાણ અનુસાર ભગવાન શિવના ઘણા અવતારો છે જેમાં અંશાવતાર તરીકે શ્રી હનુમાનજી રૂદ્રના અગિયારમાં અવતાર કહેવાય છે.શ્રી રામચરિતમાનસમાં શ્રી તુલસીદાસજી શ્રી હનુમાન ચાલીસામાં વર્ણવે છે કે “શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહા જગ વંદન”.

શિવમહાપુરાણમાં “શતરૂદ્રસંહિતા” ના વીસમાં અધ્યાયમાં “હનુમાનજી”ના ચરિત્રનું વર્ણન છે.મહર્ષિ વેદવ્યાસજી લખે છે કે વિષ્ણુનું મોહિની સ્વરૂપ નિરખીને શિવ માંથી એક તેજ પ્રગટ થયું એ તેજનો સપ્તઋષિઓએ ગૌતમ ઋષિની દીકરી અંજનીના ગર્ભમાં “પવનદેવ” દ્વારા પ્રવેશ કરાવ્યો જે અંશ વાનર રૂપે ચૈત્ર સુદ પૂનમના દિવસે જન્મ લીધો તે “હનુમાનજી”.

શિવમહાપુરાણમાં શિવ વિષ્ણુને પોતાના સમ કહે છે. શિવ કહે છે કે “વિષ્ણુ મને અત્યંત પ્રિય છે. જે વિષ્ણુ અને મારામાં ભેદ કરે છે તે મૂર્ખ છે”. જયારે વિષ્ણુએ પૃથ્વી પર શ્રી રામ ભગવાન રૂપે અવતાર લીધો ત્યારે શિવજીએ છ દિવસ પછી “હનુમાનજી” સ્વરૂપે પૃથ્વી પર અવતાર લીધો.

શાસ્ત્રમાં સાત ચિરંજીવી તરીકે બલિ, અશ્વત્થામા, કૃપાચાર્ય, વિભીષણ, મહર્ષિ વેદવ્યાસ, પરશુરામ, હનુમાનજી અને આઠમાં ઋષિ મારકંડેય મુનિનો ઉલ્લેખ છે એમાં હનુમાનજીને તુલસીદાસજી શ્રી રામચરિતમાનસમાં “સંકટમોચન” કહે છે એટલે કે જયારે પૃથ્વી પર અચાનક સંકટ આવી પડે ત્યારે આપણે સૌએ શ્રી રામભક્ત હનુમાનજીને યાદ કરવા જોઈએ.

આપણા જીવનમાં આવતા સંકટ જીવતા જાગતા હરતા ફરતા અજરોઅમર રૂદ્રના અગિયારમાં અવતાર હનુમાનજી દૂર કરી શકે છે. શ્રી હનુમાનજીના પાઠ જેમ કે સુંદરકાંડ, શ્રી હનુમાન ચાલીસા, સંકટમોચન હનુમાનષ્ટક, શ્રી બજરંગબાણથી રૂદ્રના અંશાવતારને રીઝવી શકાય.

સંકટ કટે મિટે સબ પીરા, જો સુમિરે હનુમંત બલબીરા ।।

જય શ્રી રામ.
જય હનુમાન.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page