28 C
Ahmedabad
Friday, September 20, 2024

જાણો શિવને વાઘામ્બર કેમ કહે છે?

⦿ શિવને વાધામ્બર કહેવા પાછળનું કારણ તે છે કે તેઓ વસ્ત્ર તરીકે વાઘની ખાલ (ચામડી) પહેરે છે અને વાઘની ખાલ (ચામડી) પર આસન બનાવીને તેના પર બિરાજમાન થાય છે.

⦿ શિવ વાઘામ્બર કેવી રીતે થયા તે પાછળની કથા લિંગપુરાણમાં અને શિવપુરાણમાં મળી આવે છે કે એકવાર પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે અને દાનવ હિરણ્યકશ્યયનો વધ કરવા માટે વિષ્ણુ ભગવાને નૃસિંહ અવતાર લીધો હતો ત્યારે હિરણ્યકશ્યપના વધ બાદ પણ નૃસિંહ ભગવાનનો ક્રોધ શાંત ના થતા દેવોની વિનંતીથી શિવજી નૃસિંહ ભગવાનનો ક્રોધ શાંત કરવા માટે તૈયાર થયા હતા.

⦿ શિવજીએ નૃસિંહ ભગવાનને ક્રોધ શાંત કરવા માટે વિનંતી કરી છતાં નૃસિંહ ભગવાનનો ક્રોધ શાંત ના થયો.આખરે શિવજીએ નૃસિંહ અવતારથી પણ આઠ ગણો શક્તિશાળી શરભાવતાર ધારણ કર્યો જેમાં સિંહ, ગરૂડ અને મનુષ્ય એમ ત્રણે મિશ્રિત હતું.

⦿ શિવજીએ શરભાવતાર ધારણ કરીને નૃસિંહ અવતાર સાથે ઘોર યુદ્ધ કર્યું. બાદમાં શિવના શરભાવતારે નૃસિંહ અવતારને પૂંછમાં બાંધી દીધા. નૃસિંહ અવતારે શરણાગતિ સ્વીકારીને શિવની ક્ષમાયાચના માંગી તથા શિવને કહ્યું કે તેમની ખાલ (ચામડી) નો શિવ વસ્ત્ર તરીકે અને આસન તરીકે સ્વીકારે. શિવજીએ પ્રસન્ન થઈને વાઘચર્મને ધારણ કર્યુ અને વાઘચર્મને આસન બનાવ્યું.

⦿ અન્ય એક પૌરાણિક કથા એમ મળી આવે છે કે સતીના દેહત્યાગ કર્યા પછી શિવજી અઘોર સ્વરૂપે દિગંબર થઈને જંગલોમાં ભટકતા હતા. તે વખતે કેટલીક ઋષિપત્નીઓ શિવને દિગંબર અવસ્થામાં જોઈને કામાતુર થઈ.

⦿ ઋષિમુનિઓને આમ સહન ના થતા તેમણે એક ખાડો કર્યો જેમાં હિંસક વાઘ હતો. શિવજી જેવા આ ખાડામાં પડયા તેવું શિવજી અને વાઘ વચ્ચે યુદ્ધ થયું. શિવજીએ વાઘને મારીને વાઘની ખાલ (ચામડી) ઉતારીને પોતાના શરીરે લપેટી દીધી. આ ઘટના જોયા બાદ ઋષિમુનિઓએ શિવજીની ક્ષમાયાચના માંગી. શિવજીએ મન મોટું રાખીને ઋષિમુનિઓને માફ કરી દીધા. (આ પૌરાણિક કથા આધારભૂત નથી )

⦿ વાધનું ચર્મ અતિ પવિત્ર કહેવાય છે. યોગીઓ, સાધુઓ અને તપસ્વીઓ વાઘચર્મને શરીર પર લપેટે છે અને આસન તરીકે પણ ધારણ કરે છે. અત્યારે ભારતમાં વાઘની સંખ્યા ખૂબ ઓછી છે તેથી કોઈએ પણ વાઘચર્મની લાલસામાં વાઘને મારવા નહી નહિતર વાઘને મારીને તેની ખાલ કાઢવી તે કાયદેસરનો ગુનો બને છે તેથી કોઈએ પણ એવું કરવું નહી.

⦿ શિવજીને પ્રસન્ન કરવા સાદુ આસન લેશો તોય ચાલશે અને જમીન પર આસન વગર બેસશો તોય શિવજીને કંઈ જ વાંધો નથી.

⦿ આમ શિવજીને વાઘચર્મ ખૂબ પ્રિય હોવાથી તેઓ વાઘચર્મને વસ્ત્રાંલકાર બનાવે છે અને તેના આસન પર બિરાજે છે તેથી તેઓ વાઘામ્બર કહેવાય છે.

હર હર મહાદેવ.

જય બહુચર માઁ.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page