⦿ શિવ મંદિરમાં કાચબો હોવાનું મુખ્ય કારણ એમ છે કે શિવને વિષ્ણુ ખૂબ પ્રિય છે.કાચબો એટલે વિષ્ણુ ભગવાનનો કૂર્મ અવતાર.
⦿ જો તમે શિવમંદિરમાં ગણેશજી, હનુમાનજી, શિવલિંગ, માતા પાર્વતી અને શિવના પ્રિય ગણ નંદી (પોઠિયા) ની સાથે કાચબાની પૂજા કરો છો તો સમજો વિષ્ણુ ભગવાનની પૂજા કરી રહ્યા છો.
⦿ શાસ્ત્ર મુજબ એકવાર વિષ્ણુ ભગવાને શિવજીને કહ્યું કે મારે હંમેશ માટે આપની સમીપ રહેવું છે ત્યારે શિવજીએ વિષ્ણુ ભગવાનની ભક્તિથી પ્રસન્ન થઈને “તથાસ્તુ” (તેમ થાઓ) એમ કહી વરદાન આપ્યું.
⦿ આપ સૌ જાણો છો કે કાચબામાં કોઈ વિશિષ્ટ ગુણ નથી પણ કાચબાનો જો સર્વશ્રેષ્ઠ ગુણ જો કોઈ હોય તો તેમ છે કે સંકટ સમયે તે પોતાના ચારેય પગ અને મુખ શરીરમાં સમાવી લે છે ત્યારબાદ કાચબાની પીઠ પર ગમે તેટલા પ્રહાર કરવામાં આવે તો કાચબો મરતો નથી. કાચબાની ગતિ ધીમી છે પણ લક્ષ્ય સુધી પહોંચવાની તેનામાં તેવડ છે. તમે નાના હશો ત્યારે સસલા અને કાચબાની વાર્તા સાંભળી જ હશે. કાચબો હંમેશા શિવની સમીપ રહે છે તેથી તેનું આયુષ્ય ૩૫૦ થી ૪૦૦ વર્ષની આસપાસ હોય છે.
⦿ મનુષ્યે પોતાની ચાર પ્રકારની વાસના (કામ, ક્રોધ, મોહ, લોભ – કાચબાના ચાર પગની જેમ) અને પાંચ પ્રકારની ઈન્દ્રિયો ( સ્વાદ, ગંધ, સ્પર્શ, શ્રવણ અને દષ્ટિ – કાચબાના ચાર પગ અને એક મુખની જેમ) અંકુશમાં રાખીને શિવાલયમાં જાઓ ત્યારે શિવભક્તિ કરવી જોઈએ. કાચબો આ જ્ઞાન સમજાવવા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
⦿ કાચબો એ વિષ્ણુનું પ્રતિક છે. કાચબો અંદરથી નરમ છે બહારથી કઠિણ છે તેમ મનુષ્યનો સ્વભાવ બહારથી ગમે તેવો કઠિણ હોય અંદરથી નરમ રહેવાનું કાચબા પાસેથી શીખવું જોઈએ. જેના મનમાં અહંકાર નથી તે શિવને ખૂબ પ્રિય છે.કાચબાના મનમાં લેશ માત્ર પણ અહંકાર નથી તેથી તે શિવલિંગ સામે હંમેશા ધ્યાનાવસ્થામાં બિરાજમાન હોય છે.
બોલો હર હર મહાદેવ.
જય બહુચર માં.