27 C
Ahmedabad
Friday, September 20, 2024

જાણો શ્રી કૃષ્ણની મહાનતા વિશે…

⦿ એકવાર શ્રી કૃષ્ણ અરીસાની સામે ઉભા ઉભા પોતાના માથે અલગ અલગ મુગુટ પહેરવાનો પ્રયત્ન કરતા હતા તથા નવા નવા દાગીના પહેરી રહ્યા હતા.

⦿ શ્રી કૃષ્ણનો રથ હંકારનાર સારથિ દારૂક બહાર તેમની રાહ જોતો હતો તથા મનોમન વિચારતો હોય છે કે શ્રી કૃષ્ણ હંમેશા તરત જ આવી જાય છે. આજે એમને કેમ વાર લાગી ? તેથી એ જિજ્ઞાસાપૂર્વક અંદર જોવા જાય છે. શ્રી કૃષ્ણ હજી પણ અરીસાની સામે ઉભા છે અને પોતે સુંદર દેખાવા માટેના અલગ અલગ પ્રયત્નો કરી રહ્યા છે.

⦿ સારથિ દારૂકે શ્રી કૃષ્ણને પૂછયું કે હે પ્રભુ ! તમે આજે આટલા સુંદર તૈયાર કેમ થયા છો ? આપણે કયાં જઈ રહ્યા છે ?

⦿ શ્રી કૃષ્ણે કહ્યું કે હું દુર્યોધનને મળવા જઈ રહ્યા છે. ત્યારે દારૂકે પૂછયું કે તમે દુર્યોધનને મળવા માટે વિવિધ જાતના વસ્ત્ર અલંકાર તથા મુગુટ,ઘરેણા વગેરે કેમ પહેરી રહ્યા છો ?

⦿ શ્રી કૃષ્ણ બોલ્યા કે હે દારૂક ! દુર્યોધન મને અંદરથી જાણી શકતો નથી એ માત્ર મારા બાહ્ય દેખાવની જ પ્રશંસા કરે છે તેથી હું વિચારું છું કે હું કેવા વસ્ત્રો પહેરીને એને પ્રભાવિત કરી શકું ?

⦿ દારૂકથી હવે રહેવાયું નહી અને તેણે શ્રી કૃષ્ણને કહ્યું કે તમારે દુર્યોધન પાસે ના જવું જોઈએ પરંતુ એને તમારી પાસે આવવું જોઈએ. દારૂક બોલ્યો કે હે પ્રભુ ! તમે કયાં અને દુર્યોધન કયાં ? તમારી સ્થિતિ જુઓ અને એની જુઓ.તમે વિશ્વના વિધાતા છો અને તમારું એને મળવા જવું મને ગમતું નથી.

⦿ ત્યારે શ્રી કૃષ્ણ થોડું હસ્યા અને દારૂક સામે જોઈને પ્રેમથી બોલ્યા કે હે દારુક ! અંઘકાર પ્રકાશ પાસે કયારેય આવતો નથી પણ પ્રકાશને અંધકાર પાસે જવું પડે છે.

⦿ શ્રી કૃષ્ણની મહાનતાની આ વાત છેક અંદરથી હ્દયને ઉત્સાહિત કરી જાય છે.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page