31 C
Ahmedabad
Thursday, September 19, 2024

જાણો શ્રી ગણેશજીએ ભારતને કેવી રીતે આઝાદી અપાવી ?

આપણા દેશ પર અંગ્રેજોનું શાસન હતું ત્યારે દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરવા માટે મહારાષ્ટ્રમાં મરાઠા લોકોએ “આઝાદીના શ્રી ગણેશ” કર્યા હતા.

જયારે સ્વાતંત્ર્ય સેનાનીઓ આઝાદીની ચળવળ ચલાવતા હતા ત્યારે અંગ્રેજોએ ૧૪૪ ની ધારા લાગુ કરી હતી એટલે ૧૪૪ ની ધારા મુજબ ચાર લોકોએ ભેગા થવું નહી.જો ચાર લોકો એક જ જગ્યાએ ભેગા થાય તો અંગ્રેજો કેદખાનામાં પૂરી દેતા.આવી પરિસ્થતિમાં મરાઠા સ્વાતંત્ર્યસેનાનીઓએ એક પંડાલ ઉભો કરીને “ગણેશ મહોત્સવ” ઉજવવાનું નક્કી કર્યુ અને આ ગણેશ મહોત્સવમાં ગણેશજીની સેવા પૂજા સાથે અંગ્રેજોને દેશમાંથી ભગાડી મૂકવા માટેની રણનીતિ (Strategy) નક્કી કરતા હતા.

ધીમે ધીમે આ મહોત્સવની વાત સર્વત્ર વાયુવેગે પ્રસરી. પૂના તથા આજુબાજુના રાજયો અને ગુજરાતમાં સર્વપ્રથમ “વડોદરા” સુધી લોકોએ આઝાદી માટે આ મહોત્સવ ઉજવ્યો અને ત્યારબાદ આખા ગુજરાતના બધા શહેરો તથા ગામડાઓમાં ! આમ દેશને આઝાદી શ્રી ગણેશજીના સર્વપ્રથમ શુકન થયા પછી મળી.

આજે આપણે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ તો છીએ પણ કયાંય ને કયાંક આપણે સિસ્ટમમાં રહેલા એવા ભ્રષ્ટાચારી લોકોની ગુલામી કરીએ છે જે આપણું વિવિધ પ્રકારે શોષણ કરે છે.આપણે એ ભ્રષ્ટાચારીઓની ગુલામીમાંથી આઝાદ થવાનું છે.

શ્રી ગણેશજીના આશીર્વાદ લઈને સિસ્ટમમાં રહેલા ભ્રષ્ટાચારીઓ સામે આઝાદીની ચળવળ ચલાવવાની છે. ગણેશ મહોત્સવમાં ગણેશજીની પૂજા-અર્ચન, ભજન-કીર્તન, ગરબા કરીએ એની સાથે દેશમાં ચાલતા ભ્રષ્ટાચારની સામે કેવી રીતે લડવું અને દેશને ભ્રષ્ટાચારમાંથી કેવી રીતે મુકત કરાવવો એની પણ ગણેશ મહોત્સવમાં ભેગા થઈને રણનીતિ (Strategy) નક્કી કરવી જોઈએ.

વિદેશી કંપનીઓ ભારતમાં આવીને અહીં ધંધો કરે એનો કંઈ જ વાંધો નથી પણ વિદેશી કંપનીઓ ભારતના લોકોને છેતરે અથવા ભારતના લોકોનું શોષણ કરે એના સામે શ્રી ગણેશનું નામ લઈને બળવો પોકારો અને હું તો એવું જ કહું કે શ્રી ગણેશનું નામ લઈને આપણે જ એવું કંઈક કરોને વિદેશીઓ આપણા ત્યાં ભણવા અને નોકરી કરવા આવે.

આ વખતે બની શકે તો શ્રી ગણેશજી પાસે કંઈક સારું અને નવું કરવાની બુદ્ધિ, અસત્ય અને ભ્રષ્ટાચાર સામે લડવાનું બળ માંગજો. જો આવી બળ-બુદ્ધિ આવી જાયને તો સમજી લેજો કે તમે ભ્રષ્ટારીઓની ગુલામીમાંથી મુકત થઈ ગયા છો અને તમારી આઝાદીના શ્રી ગણેશ થઈ ગયા છે.

બોલો જય ગણેશ.જયહિંદ

જય બહુચર માઁ.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page