28 C
Ahmedabad
Friday, September 20, 2024

જાણો શ્રી પંચમુખી હનુમાનજીની ઉત્પત્તિ વિશે…

⦿ આ કથા રામાયણની છે. રામ-રાવણના યુદ્ધ દરમ્યાન રાવણ ભગવાન શ્રી રામ સામે જીતવાની અવનવી નીતિ અપનાવતો હતો. એકવાર રાવણે તેના ભાઈ અહિરાવણને ભગવાન શ્રી રામ અને લક્ષ્મણનું તેમના શિબિરમાંથી અપહરણ કરવા કહ્યું.

⦿ અહિરાવણ પાતાલલોકનો રાજા હતો.

⦿ અહિરાવણે વિભીષણનો વેશ ધારણ કરીને પાતાલ લોકમાં દેવીને કોળાની બલિ ચઢાવવાની ખોટી વાત કરીને ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને પોતાની માયાથી પાતાલલોક લઈ ગયો.

(અહીં એમ નહોતું કે ભગવાન શ્રી રામ અહિરાવણને વિષીભણના વેશમાં ઓળખી નહોતા શક્યા પરંતુ ભગવાન અહિરાવણનો ઉદ્ધાર કરવા જ ગયા હતા)

⦿ અહિરાવણે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને પાતાળલોક લઈ જઈ બંદી બનાવી દીધા.

⦿ શ્રી રામભક્ત હનુમાનજી ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને અહિરાવણની કેદમાંથી મુક્ત કરાવવા માટે પાતાળલોક આવ્યા.અહીં તેમનો ભેટો અહિરાવણની પાતાળલોકની નગરીની બહાર દ્વારપાલ તરીકે નિયુકત તેમના પુત્ર મકરધ્વજ સાથે થયો

(અહીં પણ તમે સમજો કે આ બધી માયા ભગવાન શ્રી રામની હતી કારણકે ભગવાન શ્રી રામ તો ક્ષત્રિય વીરપુરુષ હતા.અહિરાવણની કેદમાંથી મુક્ત થવું તે તેમના માટે ક્ષણ ભરનું કાર્ય હતું )

⦿ અહિરાવણની પાતાળ નગરીના દ્વારપાલ મકરધ્વજ હતા. તેથી તેમણે હનુમાનજીને અંદર જતા રોક્યા.

⦿ શ્રી હનુમાનજી મકરધ્વજને પૂછે છે કે તું કોણ છે ? ત્યારે મકરધ્વજ કહે છે કે હું આ નગરીનો દ્વારપાળ અને હનુમાનપુત્ર છું. શ્રી હનુમાનજીએ કહ્યું હું જ હનુમાન છું અને હું બાલબ્રહ્મચારી છું તો તું મારો પુત્ર કેવી રીતે હોઈ શકે ? આમ શ્રી હનુમાનજી ગુસ્સાથી લાલચોળ થઈ જાય છે. થોડો સમય હનુમાનજી અને મકરધ્વજનું યુદ્ધ થાય છે. ત્યારબાદ બંને વીરો એક બીજાને પરાસ્ત ના કરી શકતા મકરધ્વજ પિતા સામે નમતું મૂકીને તેની ઉત્પત્તિની કથા કહે છે.

મકરધ્વજની ઉત્પત્તિની કથા આવતા અંકમાં લખીશું.

⦿ શ્રી હનુમાનજી પાતાળ નગરીમાં જઈને અહિરાવણ સાથે યુદ્વ કરે છે. મકરધ્વજ અહિરાવણનો અંત કરવા માટેનું એક રહસ્ય પિતા હનુમાનજીને જણાવે છે કે અહીં પ્રગટતા પાંચ દિવા એક સાથે બુઝાવવા પડશે તો જ આ અહિરાવણનું મૃત્યુ થશે.

⦿ શ્રી હનુમાનજીને આ રહસ્ય માલૂમ થતા તેઓ પાંચ મુખ ધારણ કરે છે. ઉત્તર દિશામાં વરાહ મુખ, દક્ષિણ દિશામાં નૃસિંહ મુખ, પશ્વિમ દિશામાં ગરૂડ મુખ, પૂર્વ દિશામાં હનુમાન મુખ અને ઉપરની દિશામાં (આકાશ બાજુ ) હયગ્રીવ મુખ એમ પાંચ મુખો ધારણ કરી શ્રી હનુમાનજી એક સાથે પાંચેય દિશાઓમાં સ્થિત પાંચે દીવાઓને ફૂંક મારી બુઝાવી નાંખે છે. તે જ સમયે અહિરાવણનું મૃત્યું થાય છે. શ્રી હનુમાનજી ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને કેદમાંથી મુક્ત કરે છે.

⦿ શ્રી રામ ભગવાનના આદેશ મુજબ શ્રી હનુમાનજી મકરધ્વજને પાતાલનગરીનો રાજા નિયુકત કરીને તેનો રાજયાભિષેક કરે છે અને તેને ધર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે.

➼ કેદ થવા પાછળ ભગવાન શ્રી રામનો ઉદેશ…..

➡ અહિરાવણનો અંત થાય

➡ પિતા – પુત્રનું મિલન થાય (હનુમાનજી-મકરધ્વજ)

➡ મકરધ્વજનો રાજયાભિષેક થાય.

➡ શ્રી હનુમાનજી પાંચ મુખો ધારણ કરી પંચમુખી હનુમાન બને.

Moral of the story ( વાર્તાનો ઉદેશ )

ભગવાનની દરેક લીલા પાછળ કંઈક ઉદેશ હોય છે.

જય શ્રી રામ. જય શ્રી હનુમાન.

જય બહુચર માઁ.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page