27 C
Ahmedabad
Friday, September 20, 2024

જીવને શિવની આદત પડવી જોઈએ.

તમને બધાને પ્રશ્ન થશે કે આ શું લખ્યું છે ? લેખક શું કહેવા માંગે છે ? તો અહીં એમ કહેવા માંગું છું કે આ જીવને જો મૃત્યુના અંતે શિવ શરણ થવું હોય તો રોજ શિવજીની આદત પડવી જોઈએ.

આ જગતના દરેક વ્યકિતએ શિવાલય જઈને દૂધ-જળનો અભિષેક કરવો જોઈએ અથવા જળનો પણ અભિષેક કરવો જોઈએ. શિવજીને ચંદન અને પુષ્પ ચઢાવવું જોઈએ. શિવ સાથે માતા પાર્વતીના ચરણકમળમાં વંદન કરીને પુષ્પ ચડાવવું જોઈએ.

જો કોઈ દરરોજ શિવાલય ના જઈ શકે તો ઘરે પારાનું અથવા સ્ફટિક નું શિવલિંગ લઈને શિવજીની પૂજા કરવી જોઈએ.ષડાક્ષર મંત્ર ૐ નમ: શિવાયની માળા કરવી જોઈએ. શિવ મહિમ્ન સ્તોત્ર અથવા શિવ તાંડવનો પાઠ કરવો જોઈએ.શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરવો જોઈએ.

દર સોમવારે બ્રાહ્મણના ચરણ સ્પર્શ કરીને સીધુ આપવું જોઈએ,વસ્ત્ર તથા અન્ય પ્રકારના ઉપહાર આપીને દક્ષિણા આપવી જોઈએ.

જયારે એક જીવ દરરોજ શિવ શરણે જાય છે ત્યારે જગત પિતા શિવને આનંદ અનુભવાતો હશે.જગત માતા શક્તિ પણ રાજી થતા હશે કે અમારો બાળક અમને દરરોજ મળવે આવે છે.

તમે કોઈ પણ આરતી ગાશો ચાહે તે શિવની હશે કે શક્તિની. દરેક આરતીમાં “કૈલાસે જાશે”…. શબ્દનો ઉપયોગ થતો જોવા મળે છે અર્થાત્ આ જીવ મૃત્યુ પહેલા અને મૃત્યુ પછી કૈલાસ જશે જયાં કૈલાસ એ શિવનું નિવાસસ્થાન છે અર્થાત્ આ જીવ શિવમય થશે.શિવના ધામમાં જશે.શિવનો દાસ બનશે.શિવનો પાર્ષદ બનશે અર્થાત્ તે જીવને મોક્ષ મળશે. તેને જન્મ મૃત્યુના બંધનમાં ફરીથી નહી આવવું પડે.તે જીવને સંસારરૂપી દુ:ખ સુખ ના ચક્કરમાં ફરીથી નહી પીસાવું પડે.

તમે દરરોજ શિવાલય જવાની આદત પાડજો.શિવમય થજો. શિવાલય ના જઈ શકો તો ઘરે શિવલિંગની પૂજા કરજો. આપણા જીવને શિવની આદત પડવી જોઈએ તો જ આપણો જીવ શિવમય થશે.

શિવ ખૂબ ભોળા છે મેં તેવું હજારો પુસ્તકોમાં હજારો વખત વાંચ્યું છે. જો શિવ તમારી પર રાજી થઈ ગયા તો દરેક પ્રકારના દુ:ખ દૂર કરી દેશે. મહાભયંકર રોગનો નાશ કરી દેશે. આર્થિક પાયમાલ હશો તો ધનવાન બનાવી દેશે.લગ્ન નહી થતા હોય તો એકમાંથી બે બનાવી દેશે. સંતાન નહી હોય તો સંતાનસુખ પણ આપશે. ગમે તેવી મુશ્કેલી હશે તેનું તત્કાલ સમાધાન કરી આપશે પણ શિવને શરણે થવું પડશે ( you have to surrender to Lord shiva )…

ચલો છેલ્લે તમને એક નાનકડી સરસ વાત કહું “તમે હર હર મહાદેવ” બોલો ત્યારે બે હાથ કેમ ઉંચા કરો છો ? તમને એની ખબર જ નહી હોય ? તમે કહેશો બધા કરે છે તેથી અમે તેમનું જોઈને કરીએ છે.

તમે “હર હર મહાદેવ ” બોલતી વખતે હાથ ઉંચા એટલા માટે કરો છો કે તમે શિવને surrender કરો છો અર્થાત્ તમે હવે શિવના શરણે થઈ ગયા છો.

તર્ક આપું તો પોલીસ કોઈ ગુનેગારની સામે બંદૂક ટાંકીને એમ કહે hands up ( હાથ ઉંચા કરો ) તો ગુનેગાર હાથ ઉંચા કરીને પોલીસને શું કરે છે ? Surrender કરે છે.( શરણે થવું ).

આર્ટિકલ વાંચવાની મજા આવી હોય તો અન્ય લોકોને આ લિંક શેર કરીને તેમનું પણ સારું કરજો હોં ને.

બોલો હર હર મહાદેવ.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page