16 C
Ahmedabad
Saturday, December 21, 2024

તંત્રની દસમ મહાવિદ્યા – કમલા

શક્તાગમ અનુસાર તંત્રની દસમી મહાવિદ્યા કમલા ત્રિલોકની જનની છે. તેનું બીજુ નામ “લક્ષ્મી” છે. તે વિષ્ણુપ્રિયા અને ક્ષીરસાગરમાં વસનારી છે.

સ્વતંત્ર તંત્ર અનુસાર ભાદરવાની આઠમે કોલાસુરનો નાશ કરવા દેવી “કમલા” ઉતપન્ન થયા હતા.

શ્રી મદ્ ભાગવતના આઠમા સ્કંદના આઠમાં અધ્યાય અનુસાર સમુદ્રમંથન સમયે “કમલા” નું પ્રાગટય થયું હતું જેમને ભગવાન વિષ્ણુએ પત્ની તરીકે વરણ કર્યુ હતું.

ઘોરતંત્ર અનુસાર કમલા રોહિણી છે ત્યારે કમલાની મોટી બહેન અલક્ષ્મી (ધૂમાવતી) અવરોહિણી છે. કમલા સુખ સમૃદ્ધિ આપનારી છે પણ જો કમલા કોપાયમાન થાય તો તેની મોટી બહેન અલક્ષ્મી (ધૂમાવતી) સુખ વિહીન કરી દે છે.

નિખિલતંત્ર અનુસાર કમલા મહાલ્ક્ષ્મીનું તંત્ર સ્વરૂપ છે.
કૌલાન્તક તંત્ર અનુસાર કમલા તે જ “નારાયણી” છે.
કમલા ભૌતિક અને પ્રાકૃતિક સંપત્તિની અધિષ્ઠાત્રી દેવી છે.

આદિગુરુ શંકરાચાર્ય દ્વારા રચિત શ્રી કનકધારા સ્તોત્ર, શ્રી સૂકતમ, ઈન્દ્ર દ્વારા રચિત મહાલક્ષ્મી અષ્ટકમ, લક્ષ્મી સૂકતમ, પુરુષ સૂકતમ ઈત્યાદિ પાઠ કરવાથી “કમલા” પ્રસન્ન થાય છે.

તંત્રનો સાધક કમલાના બીજ મંત્રનો જાપ કમલગટ્ટાની માળાથી થાય છે.

શક્તિલહેરી નામના ગ્રંથ અનુસાર કમલા જ નવદુર્ગાનું સિદ્ધિદાત્રી સ્વરૂપ ગણાય છે.
કમલા દેવીના ભૈરવ વિષ્ણુ છે.
કમલા નૈઋત્ય દિશાની અધિષ્ઠાત્રી છે.
કમલાનું મુખ્ય પીઠ મહાષ્ટ્રના કોલ્હાપુરમાં આવેલું છે.

તંત્રનો સાધક “કમલા” ની ઉપાસના કરે છે તો જન્મકુંડળીનો શુક્ર ઉત્તમ ધન સંપત્તિ અને ઉત્તમ સ્ત્રીનું સુખ આપે છે કારણકે શુક્રના ઈષ્ટદેવી “કમલા” છે.

કમલા રેશમી વસ્ત્ર ધારણ કરીને કમળ પુષ્પ પર બિરાજમાન છે. શ્વેત વર્ણના ચાર હાથી સૂંઢમાં સુવર્ણ કળશ લઈને સુગંધિત અમૃત જેવા જળથી કમલા પર દિવ્ય અભિષેક કરે છે.

કમલાને ચતુર્ભુજા છે. તેના બે હાથોમાં કમળ, એક હાથ અભયમુદ્રામાં અને એક હાથ વરમુદ્રા આપતો છે. કમલાનું સ્વરૂપ સૌમ્ય છે.

કમલાનો બીજ મંત્ર ગુપ્ત છે જે ગુરુ દીક્ષા વગર કરાય નહી.
કમલા શ્રી કુલની મુખ્ય અધિષ્ઠાત્રી દેવી છે.
કમલાનું સ્થાન શેત્રુંજી નદીના કિનારે કદંબગિરિ પર આવેલું છે. તેને કમલાભવાની પણ કહે છે.

તંત્રમાર્ગ અનુસાર કમલાએ વિષ્ણુની અર્ધાંગિની બનવા સુદ ચૌદશે અગ્નિ જયોતમાં તેમનું દેહ પરિવર્તન કર્યુ હતું તેથી તે દિવસ કમલા હુતાશણી નામે ઓળખાય છે.

કમલા ધન-ધાન્યથી સમૃદ્ધ કરે છે, તમામ પ્રકારના દુન્યવી સુખો આપનારી છે. કમલા ભોગ અને મોક્ષ બંને પ્રદાન કરનારી છે.

જય માઁ કમલા.

જય બહુચર માઁ.

Related Articles

Stay Connected

1,578FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page