ત્રિભુવન ક્યા કયા છે ?
ત્રણ ભુવનો
સ્વર્ગ લોક
પૃથ્વી લોક
પાતાળ લોક
આ ત્રણ લોક ની મહારાણી,મહારાજ્ઞી,પટરાણી બીજું કોઈ નહીં પરંતુ સ્વયં જગદંબા છે.
આ ભુવનોમાં જેને જે સ્વરુપે માતાજીના દર્શન કરવાની અભિલાષા હોય તેને તે સ્વરુપે જગદંબા દર્શન આપે છે.
જગદંબા ના વિવિધ સ્વરુપો ના દર્શન કરવાથી સુખ - સમૃદ્ધિ,ઐશ્વર્ય,યશ,પ્રતિષ્ઠા,ઉત્તમ જીવનસાથી અને ઉત્તમ સંતાનોનું સુખ પ્રાપ્ત થાય છે.
ત્રણ લોકોની અધિષ્ઠાત્રી સર્વનું કલ્યાણ કરનારી છે.દાનવો જ્યારે જ્યારે દેવો સાથે યુદ્ધ કરતા ત્યારે દેવો દાનવોને હરાવવા માટે જગદંબાની સ્તુતિ કરતા હતા.જગદંબા દેવોની સ્તુતિ થી સંતુષ્ટ થઈને દેવોને અભય વચન આપતા હતા કે તેઓ સ્વયં દુષ્ટ રાક્ષસોનો વિનાશ કરશે.રાક્ષસોની પાસે કુબુદ્ધિ તો હતી જ પણ કયાંક તેમનો અંતર આત્મા રાક્ષસ યોનિમાં મુક્ત થવા માટે જગદંબાના હસ્તે હણાવા ઈચ્છતો હશે અર્થાત્ જગદંબા દેવો અને દાનવો એમ બંનેનું કલ્યાણ કરનારી છે.
હાલ પૃથ્વી લોક પર એવા કેટલાય જીવો છે જે મારા તમારા જેવા છે.જેઓ ક્યાંક ને ક્યાંક જગદંબા નિરાશ થાય તેવું રાક્ષસ વૃત્તિ નું કાર્ય કરતા હશે તો આપણે પણ આપણી અંદરના દુર્ગુણો નો વધ જો કરવો હોય તો મહામાયા જગદંબા પાસે જવું જોઈએ અને એમાંય આ નવરાત્રીમાં માતાજીના પૃથ્વી પર જે બેસણા હોય છે એમાં તો ખાસ જગદંબાની કાલી ઘેલી ભક્તિ કરીને તેમની પાસે ક્ષમાયાચના માંગવી જોઈએ.
લો મને શિવાનંદ સ્વામી યાદ આવ્યાં એ પણ રાત્રિના ૩.૪૩ વાગે …
તેઓ જય આદ્ય શક્તિ આરતીમાં લખે છે કે….
તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવન માં બેઠા …
માં ત્રિભુવન માં બેઠા…
જય અંબે માં.
જય બહુચર માં…