ઘણા લોકો મને આવીને પૂછે છે કે મને ભૂત- પ્રેતનો ડર લાગે છે.કેટલાક આવીને કહે છે કે સર,અમને રાત્રે ખરાબ સપના આવે છે તો કેટલાક કહે છે કે મારું શરીર રોગથી ભરેલું છે અને હું વારંવાર બીમાર પડી જવું છું તો હું શું કરું ? તો કેટલાક આવીને કહે કે મારા દુશ્મનો બહુ છે જે દુશ્મનો મને પરેશાન કરે છે તો કેટલાક કહે કે મને વારંવાર કોઈની નજર લાગી જાય છે ?
આ બધાનો મારી પાસે એક જ ઉપાય છે
Read Devi Kavach daily …
દેવી કવચ રોજ વાંચો.
આ કવચ ના રચયિતા બ્રહ્માજી છે જેઓએ દેવીને સંબોધીને રચ્યું છે.
તમારા શરીરના તમામ અંગોનું રક્ષણ આ કવચ માં આવી જાય છે.ભૂત- પ્રેત,ડાકણ,પિશાચ વગેરે આ કવચ કરવાથી તમને અડી પણ શકતા નથી.તમને જોઈને તેઓ ભાગી જાય છે.દુશ્મનો તમારો વાળ પણ વાંકો નથી કરી શકતા.કોઈની ટોક કે નજર પણ નથી લાગતી.
મારી એક મિત્ર ને ૨૦૧૮ માં બ્રેસ્ટ કેન્સર થયું હતું.મેં એને આ દેવી કવચનો પાઠ કરવા કહ્યું તું.તેણે દરરોજ દેવી કવચના પાઠ કર્યા અને કેન્સર મટી પણ ગયું.જો કેન્સર જેવી મોટી બીમારી મટી શકે તો નાના મોટા રોગની શું વિસાત ?
મારા મમ્મી કેટલાય વર્ષોથી દેવી કવચ કરે છે.૨૦૨૩ માં મારા મમ્મી ને એટેક આવ્યો હતો ત્યારે ડોક્ટરે એમ કહ્યું કે હાર્ટ સર્જરી કરવી પડશે.મને મનમાં થયું કે મારી મમ્મી વર્ષોથી દેવી કવચ કરે છે તેના શરીરને ડોક્ટર નું શસ્ત્ર પણ કેમ અડે ?
બીજા દિવસે ડોકટર આવીને બોલ્યા કે સર્જરીની જરૂર નથી.દવાથી રીકવર થઈ જશે.
દેવી કવચ સંસ્કૃતમાં અને ગુજરાતી માં મળે છે.
સંસ્કૃત ના આવડે તો ગુજરાતી માં વાંચી શકાય છે.
દરરોજ સવારે એક વાર વાંચવાનું..
વાંચતા ના આવડે તો યુ ટ્યુબ માં જઈને સાંભળવાનું.
બીજાનું ભલું થાય તે માટે આ આર્ટિકલ ની લિંક શેર કરવાની હોં ને.
જય અંબે માં.
જય બહુચર માં.