કાલની વાતને આગળ વધારીએ તો શ્રી બેચર ભગતજીના સંઘમાં બે જ ધજા હોય છે એક શ્રી બહુચરમાં ની અને બીજી શ્રી નારસંગવીર દાદાની. બે જ ધજાઓ હોવાનું કારણ એ છે કે શ્રી બેચર ભગતજી મનથી એવું માનતા કે જે કોઈ પણ માતાજીની ધજા લે એ પૂર્ણ પવિત્રતા રાખે, ધજાની મર્યાદા જાળવે, ધજા પકડનાર નિરવ્યસની હોય, ધજાને જયાં ત્યાં મૂકે નહી, ધજા મૂકતી વખતે આસન પાથરીને જ ધજા મૂકે, દરેક જણ ધજાના દર્શન કરી શકે એ માટે ગામે ગામે સૌને દર્શન કરાવે એવી તમામ ઝીણવટભરી બાબતોનું ધ્યાન રાખતા અને કહેતા કે આપણે બે જ ધજા ભલે હોય પણ એની પવિત્રતા સંપૂર્ણ રીતે જળવાવી જોઈએ.
ધજા ચડાવવાનું મહત્વ એ છે કે માતાજીનું મંદિર એ માં નું શરીર છે, માતાજીનો ગોખ એ માં નું હ્દય છે, માતાજીના મંદિરનું શિખર એ માં નું મસ્તક છે અને માં ની ધજા એ માં ના કેશ ( વાળ ) છે. કોઈ પણ વ્યકિતના માથે વાળ ના હોય તો એ શોભે નહી I Mean વાળ એ શરીરની શોભા છે તેથી જયારે આપણે મંદિર પર ધજા ચડાવીએ ને ત્યારે માતાજીના મંદિરની શોભા વધે છે. હવે તમે બોલો કે માતાજીના મંદિરની શોભા વધે તો માતાજી આપણી શોભા વધારે કે નહી ?
“ધજા”ચડાવવો તો જીવનમાં “મજા” રહે. રાજસ્થાનમાં ધજાને નેજો કહે. ત્યાં લોકો એમ બોલે કે “જેનો ગજો હોય ને એ ભાયો નેજો ચડાવે”. ધજા વિજયનું પણ પ્રતીક છે. પ્રાચીન સમયમાં યુદ્ધ વખતે રથ પર ધજા ચડાવાતી અને યુદ્ધ જીત્યા પછી ધજાઓ લહેરાવાતી.
જયોતિષશાસ્ત્રમાં કેતુ ગ્રહને શાંત કરવાનો એક સરસ મજાનો ઉપાય આપેલ છે જેમ કે કોઈપણ મંદિરની ઉપર ધજા ચડાવવાથી કેતુ શાંત થઈ જશે અને એ પછી કેતુ તમારા માટે Favorable રહેશે. કેતુની સ્થિતિ કુંડળીમાં સારી હોય કે ખરાબ હોય તો પણ તમે આમ આવતા જતા પણ કોઈ મંદિરની ધજાના દર્શન કરોને તોય કેતુ તમને હાનિ નહીં પહોંચાડી શકે.
આ આર્ટિકલ સારો લાગ્યો હોય તો બીજાને મોકલીને એનું પણ સારું કરજૉ.
બોલો જય બહુચર માં.