15 C
Ahmedabad
Saturday, December 21, 2024

નવરાત્રીમાં શકિતનું પૂજન કેવી રીતે કરવું ?

શકિતનું પૂજન કરનારો શકિત ઉપાસક કહેવાય.દેવી ભાગવત,તંત્ર ચૂડામણિ,દુર્ગાસપ્તશતી ચંડીપાઠ, શ્રી વિદ્યા,આનંદનો ગરબો આ સર્વ શાકત સંપ્રદાયના ઉત્તમ ઘરેણાઓ છે. શકિતના ઉપાસક માટે કાયમ એની માતા એની ભેળી હોય, એની સાથે હોય. શકિત પૂજકને વળી ભય શેનો હોય ! રાતના ત્રણ વાગ્યે એ સૂમસામ જગ્યાએ પણ શકિતના સિંહની જેમ છાતી ફૂલાવી અડીખમ ઉભો હોય.

શકિતનું પૂજન લાલ ઉનના આસન પર બેસીને ઘીનો દીવો પ્રગટાવીને કરવું. ગુલાબ તથા મોગરાનું અત્તર છાંટવું, કપૂરનો ધૂપ કરવો,શકિતને સરસ મજાનો કંકુ-ચંદનનો ચાંલ્લો કરવો, ફૂલ હાર અથવા ગુલાબનો હાર ચડાવવો, મીઠાઈ ધરાવવી, ફળ ધરાવવું ( ફળોમાં દાડમ સર્વશ્રેષ્ઠ ). આપણને જેમ ફાવે તેમ સંસ્કૃતના શ્લોકોથી અથવા શ્લોકોમાં ભૂલ થતી હોય તો ગુજરાતીમાં માં દુર્ગાનો સપ્તશતી ચંડીપાઠ વાંચવો,આનંદનો ગરબો,જય આદ્યશકિત આરતી,સ્તુતિ,થાળ અન્યથા તમને જે ભજન કીર્તન અથવા ગરબા ગાતા આવડતા હોય એ કરવું પણ આપણે જે ભકિત કરીએ તે બાળકભાવે પૂરું મન પરોવીને કરવી.

જે ઘરે આદ્યશકિતનું પૂજન થાય છે તે ઘર દુ:ખી કેમનું થાય વળી ! ઘણા લોકોને એવી ભ્રમણા હોય છે કે દેવને માનનારા સુખી અને શકિતને માનનારા દુ:ખી હોય છે પણ આ ભ્રમણા તદન ખોટી છે. શકિત જે આખા વિશ્વના તમામ બાળકોની માતા છે એ પોતાના બાળકોને કેમ દુ:ખી જોઈ શકે ? ના જ જોઈ શકે !

આ તો આપણા પૂર્વજન્મના કોઈ કર્મો હશે અથવા આ જન્મમાં ભૂતકાળના કોઈ કર્મો કે વર્તમાનના સંચિત કર્મોથી જે દુ:ખ મહાકાય વિકરાળ થઈને આવ્યું હોય એ માતાના શરણે રહેવાથી થોડું ઓછું ભોગવવું પડે અને એ દુ:ખનો સત્વરે નાશ થાય એટલા માટે તમે શકિતના શરણે છો.

હા બની શકે કે પરીક્ષા થોડી કઠોર લે પણ જેણે મધદરિયે અખેચંદ વાણીયાના વહાણ તાર્યા એ તમને ડૂબવા દેતી હશે કંઈ ! તમારી લોકો ભરપેટ નિંદા કરતા હોય તો અકળાવ છો કેમ ? શ્રી વલ્લભ ભટ્ટજીએ આટલા બધા સુકર્મો કર્યા હોવા છતાં લોકોએ “વામમાર્ગી” કહીને તેમને બદનામ કર્યા હતા પણ શ્રી વલ્લભ ભટ્ટજીની જેણે લાજ રાખી હતી એ તમારી લાજ કેમની જવા દેશે ?

વિદ્વાન બ્રાહ્મણો તથા શાકત સંપ્રદાયના લોકો જે પ્રમાણે શકિતનું પૂજન કરે છે તે પ્રમાણે શકિતનું પૂજન કરવા આપણે સૌ અસક્ષમ છીએ છતાં આપણે બાળક ભાવે માં ના શરણે રહેવું જોઈએ.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,578FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page