28 C
Ahmedabad
Friday, September 20, 2024

ઈશ્વરની ભક્તિ ભયથી નહી પણ ભાવથી કરવી.

તે ગણપતિની મૂર્તિ અહીંથી ખસેડીને આ બાજુ મૂકીને એટલે હવે તારું ખરાબ થશે, માતાજીને તે આ ના કર્યુ કે પેલુ ના કર્યુ ને એટલે તારું બોર્ડ પૂરું, તને માતાજી પરચો આપશે.આવું કહીને કહીને જે તમને ધૂણીને કે ધૂણ્યા વગર ગમે તે રીતે બીવડાવે છે એ લોકો ભય ઉત્પન્ન કરીને એમની દુકાનો ચલાવે છે અથવા તમને એના ચેલા બનાવીને મફતમાં એમની સેવા કરાવે છે.

હવે શાસ્ત્ર શું કહે છે એ સમજજો.દેવી ભાગવતમાં જગદંબા સ્વયં કહે છે કે આ પૃથ્વી પરનો દરેક મનુષ્ય કે કોઈ પણ જીવ મારો બાળક છે.હવે આપણી સગી માતા આપણું કંઈ ખરાબ કરે ? ના કરે ને. તો જેણે આપણને આ જગતમાં જન્મ આપ્યો એ જગદંબા આપણું કેવી રીતે ખરાબ કરે ! ઉલટાનું ભૂલ થઈ પણ ગઈ હોય ને તો સામેથી માફ કરી દે અને આપણે એકવાર પણ સાચા દિલથી માફી માંગી લઈએ ને તો આપણી માતા આપણને તરત માફ કરી દે.

તમને પૂજા પાઠ ના આવડતા હોય તો કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે શીખો, તમને શાસ્ત્રનું જ્ઞાન નથી તો જેવી આવડે એવી ભાવથી ભકિત કરો, માતાજી સ્વીકારશે. કોઈ બ્રાહ્મણ કે શાસ્ત્ર જાણનાર તમને કંઈ શીખવે તો ચોકકસ શીખજો પણ જેવું બીવડાવાનું ચાલું કરે કે તું ગુલાબનો હાર ચડાવતો તો ને હવે ફૂલનો હાર ચડાવે છે એટલે માતાજી તારી પર કોપાયમાન થયા છે એવી બીવડાવાની કોઈ પણ વાત કરે તો ડરતા નહી.

ભગવાન કે માતાજીને કંઈ નથી જોઈતું. માત્ર એના બાળકનો ભાવ જોઈએ છે પણ આપણે આપણી સાથે કંઈક ખોટું થાય એટલે ભગવાન કે માતાજીના દોષમાં આવી ગયા છે એવા ભયથી ધૂતારાની પાસે જઈએ છે જે તમને ભયમાંથી બહાર કાઢવાને બદલે વધારે ભયભીત કરે છે.

જો કદાચ આપણે જે તે ભગવાન કે માતાજીની ભૂલમાં આવ્યા હોય કે કોઈ દોષમાં આવી ગયા હોય તે એ ભગવાન કે માતાજીના મંદિરમાં જઈને બે હાથ જોડીને મસ્તક નમાવીને ક્ષમાયાચના માંગી લો એટલે તરત માફ કરી દે એવી છે પરમકૃપાળુ જગદંબા ! આવું હું નથી કહેતો પણ દેવી ભાગવત પુરાણમાં ૠષિ મારંકડેય મુનિ કહે છે કે

“સાધકે બે હાથ પોતાના મસ્તક પર જોડીને પોતાના અવરોધો અને ત્રુટિની માતાજી પાસે ક્ષમાયાચના માંગવી જોઈએ“

માટે સૌને વિનંતી કે જગદંબાએ જે મનુષ્યને શકિત આપી છે એને નમજો ખરી પણ ડરતા કયારેય નહી.જે તે વ્યકિતને જયાંથી શકિત મળી એ પરમતત્વ જગદંબાને કેમ ભૂલો છો અને એ વ્યકિતના ત્યાં કેમ લાઈન લગાડો છો ? જગદંબા પાસે જ જાઓ અને ઘરે દેવી ભાગવત પુરાણ અથવા દુર્ગા સપ્તશતી ચંડીપાઠ લાવીને વાંચો,તમારે કયાંય કોઈને બતાવવા નહી જવું પડે. તમારા બધા પ્રોબ્લેમ એની જાતે સોલ્વ થઈ જશે.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page