42 C
Ahmedabad
Thursday, April 10, 2025

વૈશાખ પૂનમે માં બહુચર ને કેરીનો ગોખ ધરાવાયો.

ઈ.સ ૧૯૮૫ ની વાત છે.રાજુભાઈ દુધિયા ના‌ સાસુએ રાજુભાઈ ને કહ્યું કે અમે ઉનાળામાં તો શ્રી નાથજી માં કેરીનો મનોરથ કરીએ. રાજુભાઈ એ તેમના સાસુની વાતથી પ્રેરણા લઈને વૈશાખ સુદ પૂનમે ૧૯૮૫ થી‌ બહુચરાજી મંદિરે માતાજીને કેરીનો ગોખ ભરવાની શુભ શરૂઆત કરી.તેમની સાથે ૨૦૦૨ થી ઉમંગભાઈ મિસ્ત્રીએ માં બહુચરનો કેરીનો ગોખ ભરવાની શરૂઆત કરી હતી.

દર પૂનમે બહુચરાજી માં માતાજીની શોભાયાત્રા નીકળે પછી સર્વ માંઈભકતો લાડુ નો ગોખ ભરતા હોય છે પણ બહુચરાજી મંદિરે વૈશાખ સુદ પૂનમે માતાજીની ઈચ્છા થી જ રાજુભાઈ અને ઉમંગભાઈ કેરીનો ગોખ ભરતા હોય છે.આ પરંપરા તેઓની આજે પણ અવિરત છે.

આ સાથે બહુચરાજી નિજ મંદિરે શ્રી બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચુંવાળ બહુચરાજી મુકામે નાયબ મામલતદાર અમરતભાઈ રાવળ ના માર્ગદર્શન હેઠળ ભક્તોને પગ ના દઝાય તે‌ માટે બહુચરાજી આરતી પરિવાર ના યુવાનો દ્વારા આખાય ચાચરચોકમાં જાજમ પાથરવામાં આવી હતી.

ચુંવાળ બહુચરાજી આનંદ ગરબા મંડળ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

તમે એક વાર મહેસાણા પાસે આવેલ બહુચરાજી શકિતપીઠ આવો અને માતાજીના દર્શનનો લ્હાવો લો.
તમારું મન આનંદમય થઈ જશે.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,601FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page