શિવ મહાપુરાણ અનુસાર સમુદ્રમંથન વખતે સમુદ્રમાંથી “કાલકૂટ” નામનું ઝેર નીકળ્યું એ ઝેર મહાદેવજીએ સમગ્ર સંસારના ઉત્કર્ષ માટે પોતાના કંઠમાં ગ્રહણ કર્યુ.ઝેરને કંઠમાં રોકી રાકવાથી એમનો કંઠ નીલો પડી ગયો તેથી શિવ નીલકંઠ કહેવાયા.આ વિષના કારણે શિવજીનું આખુંય શરીર બળવા લાગ્યું. શરીરમાં ભળભળતી ગરમી ઉતપન્ન થઈ તેથી શિવજી તેમનું શરીર ઠંડુ રહે તે માટે તેઓ ઠંડો પ્રદેશ કૈલાશ પર નિવાસ કરવા ગયા હતા.
શિવલિંગ પર બધી જ ઠંડી વસ્તુઓ જેમ કે દૂધ, જળ, બિલ્વપત્ર, ચંદન, ભસ્મ, દહીં, ભાંગ વગેરેનો અભિષેક એટલા માટે થાય છે કે શિવજીએ ગ્રહણ કરેલા ઝેરની તાસીર ઘટાડે છે. શિવજીએ ધતૂરો પણ આરોગ્યો કારણકે તે પણ અતિઠંડો હોય છે.
શિવજીનું સાસરૂ એટલે કે પાર્વતીજીનું નિવાસસસ્થાન પણ હિમાલય એ પણ ઠંડી જગ્યા.બાર જયોર્તિલિંગ પણ ઠંડા પ્રદેશમાં છે.શ્રાવણ મહિનો પણ ઠંડા વરસાદની ૠતુમાં આવે છે. શિવજીએ તેમના મસ્તકે ઠંડો અને સૌમ્ય ગ્રહ ચંદ્રને રાખ્યો. એમની જટામાં પણ ઠંડી ગંગાને સમાવી.
શિવજી એટલા ઠંડા સ્વભાવના છે કે જેમને સમ્માનનો મોહ અને અપમાનનો કોઈ ભય નથી.શિવ એકદમ શાંત અને સૌમ્ય પ્રકૃતિના છે.શિવજીનું મન પણ ઠંડુ એટલે કે શિવજીનું મન કયારેય ભટકતું નથી.
શિવજીને હંમેશા ઉપર લખેલા ઠંડા પદાર્થોનો અભિષેક કરવો જોઈએ કારણકે દરેક વ્યકિતને પોતાનું મન શાંત રાખવું હોય છે.મન શાંત હશે તો મગજ પણ ઠંડુ જ રહેશે.
શિવલિંગ પર ઠંડી વસ્તુઓનો અભિષેક કરવાથી મનોવાંછિત ઈચ્છાઓ પૂરી થાય છે.સમગ્ર રોગ-દોષોનો સત્વરે નાશ થાય છે.સંતાનની પ્રાપ્તિ થાય છે. ધન ધાન્યથી સમૃદ્ધ થવાય છે. કીર્તિ અને પ્રતિષ્ઠા વધે છે.જીવનમાં કોઈ મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત થાય છે.શત્રુઓથી રક્ષા થાય છે.કોઈ શસ્ત્ર શરીરને ભેદી શકતું નથી.
આ સંસારના તમામ સુખદુ:ખ ભોગવીને જીવ સર્વત્ર ભટકીને અંતે જેમના શરણે થઈને લીન થવા માંગે છે તે શિવ છે શિવ છે,શિવ છે.
જીવને શિવમય બનાવવાથી શિવચરણની પ્રાપ્તિ થાય છે.
બોલો હર હર મહાદેવ.
જય બહુચર માં.