આ જે વાત અહીં લખું છું તે શાસ્ત્ર,વિજ્ઞાન અને તર્કના આધારે લખું છું.
આખા વિશ્વની સૌથી પ્રાચીન ભાષા “સંસ્કૃત” છે.આ સંસ્કૃત ભાષામાં એક શબ્દના ૫૬ અર્થ થાય છે તેથી આ આ મુદો કેટલાક મૂર્ખ અને અજ્ઞાનીઓના લીધે કોન્ટ્રોવર્સીયલ બન્યો છે અને લોકો હજી આ વાત પર વહેમના વાદળો ઉભા કરીને લોકોને યોગ્ય કર્મ કરતાં અટકાવીને ડરાવવાના નુસખા કરે છે.
જે પણ હોય મારું કાર્ય લોકોને અસત્યથી દૂર લઈ જઈને સત્યથી વાકેફ કરવાના છે એવું મને ઈશ્વરે શિખવાડ્યું છે.
સંસ્કૃતમાં “લિંગ” શબ્દનો અર્થ “પ્રતિક” થાય છે અને શિવલિંગ નો અર્થ “શિવનું પ્રતિક” થાય છે.કેટલાક વિધર્મીઓએ શિવલિંગને શિવના લિંગ ( પુરુષ નું લિંગ ) સાથે જોડીને અને શિવલિંગની નીચે જે થાળા આકારનું પ્રતિક છે તેને યોનિ ( સ્ત્રીની યોનિ ) સાથે જોડી દીધેલ છે પણ હકીકતમાં યોનિનો સંસ્કૃત માં અર્થ “વેદી” થાય છે.
તેથી આપણે દરરોજ જે શિવલિંગની પૂજા પાઠ કરીએ છે તે શિવના પ્રતિકની અને શક્તિના પ્રતિકની પૂજા કરીએ છે અર્થાત્ આપણે “શિવશક્તિ” ની પૂજા કરીએ છે.
હવે મૂળ વાત પર આવીએ તો
શું કુંવારી કન્યાઓ શિવલિંગની પૂજા કરી શકે છે ? તો હા કુંવારી કન્યાઓ શિવલિંગની પૂજા ચોક્કસ કરી શકે છે, શિવલિંગની ઉપર દૂધ-જળનો અભિષેક કરી શકે છે અને શિવલિંગને સ્પર્શ પણ કરી શકે છે.
પ્રમાણ આપું તો શિવમહાપુરાણમાં પાર્વતી સંહિતા અનુસાર પાર્વતીજી કુંવારા હતા ત્યારે તેમણે ઘણા વર્ષો સુધી શિવલિંગની પૂજા આરાધના કરી હતી.પાર્વતીની પૂજા આરાધના થી પ્રસન્નતા પામેલા શિવ બોલ્યા કે “આજ પછી જે કોઈ કુંવારી કન્યા તમારી જેમ મારી પૂજા આરાધના કરશે તેની ઉપર હું તમારી પર જેમ પ્રસન્ન થયો તેમ તેની પર પણ થઈશ અને ઈચ્છિત વરદાન આપીશ” ત્યારપછી આપણે અહીં ગૌરીવ્રત ( ગૌરો ) ની પ્રથા પડી.
શું પરિણીત મહિલાઓ શિવલિંગની પૂજા આરાધના કરી શકે છે ? આ પ્રશ્નનો જવાબ આપું તો શિવમહાપુરાણ અનુસાર ભગવાન શ્રી રામે રાવણ સામેના યુદ્ધના વિજય માટે દરિયાકિનારે પાર્થિવ શિવલિંગની સ્થાપના કરીને શિવપૂજા કરવાનું નક્કી કર્યું હતું.ભગવાન શ્રી રામ પરિણીત હતા અને શાસ્ત્ર અનુસાર પરિણીત હોય તેણે પત્ની સહિત શિવપૂજામાં બેસવું જોઈએ.હવે ભગવાન શ્રી રામના પત્ની સીતા માતા તો રાવણની કેદમાં હતા તેથી પ્રશ્ન એમ હતો કે સીતા માતા વગર કેમની પૂજા કરવી ?
ભગવાન શ્રી રામે મનોમન નક્કી કર્યું કે સીતા માતાની માટીની મૂર્તિ બનાવીને તેઓ શિવપૂજા કરશે પણ પછી પાછો બીજો પ્રશ્ન એમ ઉદભવ્યો કે શિવપૂજા કરાવવા શ્રેષ્ઠ બ્રાહ્મણ ની જરુર પડશે.તેથી બ્રાહ્મણ લાવવા ક્યાંથી ?
આખરે ભગવાન શ્રી રામે રાવણને આમંત્રણ મોકલ્યું કે “એક શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે તમે મને શિવપૂજા કરાવવા પધારો”.તેથી રાવણ એક બ્રાહ્મણ તરીકે ભગવાન રામને શિવ પૂજા કરાવવા માટે આવ્યો પણ એક બ્રાહ્મણ તરીકે તે તેમ જાણતો હતો કે શ્રી રામ વિવાહિત છે તેથી તેમણે એકલા પૂજા કરાય નહીં ત્યારે તે સીતા માતાને પણ સાથે લાવ્યો હતો અને ત્યારબાદ ભગવાન શ્રી રામે સીતાજી સહિત પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી અને રાવણે પૂજાના અંતે એક બ્રાહ્મણ તરીકે ભગવાન રામને “વિજયી ભવ:” ના આશીર્વાદ આપ્યા હતા.આ આખી વાર્તા “દક્ષિણની રામાયણ” માં છે.આ શિવલિંગની પૂજા ભગવાન શ્રી રામે કરી હોવાથી શિવજી સ્વયં જ્યોતિ સ્વરૂપે આ શિવલિંગમાં પ્રગટ થયા હતા તેથી આ શિવલિંગ શ્રી રામેશ્વર જયોર્તિલિંગ તરીકે અભિભૂત થયું છે.
હવે મારું તર્ક અહીં એમ છે કે સીતાજી પરિણીત હોવા છતાં શિવલિંગની પૂજા કરી શકે તો બીજી બધી પરિણીત મહિલાઓ કેમ ના કરી શકે ? ચોક્કસ થી કરી શકે છે અને પરિણીત સ્ત્રીઓએ શિવલિંગની પૂજા ના કરવી તેવું કયાંય લખ્યું નથી.મારા મંતવ્ય અનુસાર પરિણીત મહિલાઓ પણ ચોક્કસથી શિવલિંગની પૂજા આરાધના કરી શકે છે.શિવલિંગ પર દૂધ-જળનો અભિષેક કરી શકે છે અને શિવલિંગને સ્પર્શ પણ કરી શકે છે.
શાસ્ત્ર અનુસાર સંત દ્વારા સ્થાપિત શિવલિંગ, સ્વયં ભૂ શિવલિંગ અને જે જ્યોર્તિલિંગ છે એની પૂજા કોઈ પણ પુરુષ, કુંવારી કન્યા કે પરિણીત મહિલા કરી શકે છે પણ તે શિવલિંગને સ્પર્શ કરી શકે નહીં.જો કોઈ આમ કરે છે તો દોષ લાગે છે.
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સાબિત થયું છે કે પૃથ્વી પર જેટલા પણ શિવલિંગ છે તેમાં ન્યૂક્લિયર ઉર્જા રહેલી છે.આ ન્યૂક્લિયર ઉર્જા ધરાવતા શિવલિંગની ઉપર સ્ત્રીના કોમળ હસ્તથી જળનો અભિષેક થાય તો ન્યૂક્લિયર ઉર્જા ધરાવતું શિવનું નિરાકાર સ્વરૂપ પૃથ્વીને પરમ શાંતિ પ્રદાન કરી શકે છે.
શિવમહાપુરાણ અનુસાર શિવલિંગની પૂજા કરતી વખતે દક્ષિણ દિશામાં બેસવું જેથી આપણું મુખ ઉત્તર દિશા તરફ રહે.આમ કરવાથી આપણે શિવલિંગની ઉપર જળનો અભિષેક કરીએ તો ઉત્તર દિશા તરફ રહેલી વેદીમાંથી જળનું વિસર્જન થાય છે.
બોલો હવે બધું કલીયર ?
હવે કોઈ જ વહેમની વાતો કે અંધશ્રદ્ધાની વાતોમાં આવશો નહીં.કોઈ તમને ઉંઠા ભણાવે તો યોગ્ય તર્ક માંગજો કાં તો પ્રમાણ માંગજો.આપણા સમાજમાં આપણને જ આપણા ભગવાનથી ડરાવાવાળા લોકો ફરતા હોય છે અને વિધર્મીઓને જોઈતું હોય તેવું મળી જાય છે.
વિધર્મીઓ એટલે કે ( મુગલો,ઓશો તથા બુદ્ધ ના અનુયાયીઓ અને કેટલાક નાસ્તિક લોકો ) આપણા ભગવાન માતાજી વિશે આખા ગામમાં ખોટી ખોટી વાતો ફેલાવતા હોય છે તેથી સૌથી પહેલાં આપણે સૌ સનાતની એ સનાતન ધર્મ ની રક્ષા કરવા કાજે આપણી અંદર અજ્ઞાનનું જે અંધકાર છે તેને જ્ઞાનરૂપી પ્રકાશ દ્વારા પ્રજવલિત કરવાનું છે.
આ આર્ટિકલની લિંક આખા વિશ્વમાં પહોંચવી જોઈએ.તમે જ્ઞાનનું અજવાળું ફેલાવવા માટે મારા સહભાગી થાઓ.
બોલો હર હર મહાદેવ.
જય બહુચર માં.