27 C
Ahmedabad
Friday, September 20, 2024

શું તમે “શ્રી” ના મહત્વ વિશે જાણો છો ?

શ્રી એટલે સ્વયં મહાલક્ષ્મી.માં લક્ષ્મીનું વૈદિક નામ “શ્રી” છે. મહાલક્ષ્મીના બીજા પણ વૈદિક નામો છે જેમ કે “શ્રીકા” એટલે અખૂટ સંપત્તિ ( નસીબ પણ થાય ),”શ્રીદા” જેનો અર્થ “લક્ષ્મી આપનાર” કહેવાય (દા – આપનાર ) પણ સાઉથ બાજુ “શ્રીદા” એટલે “કુબેર” પણ કહેવાય.

“શ્રીવા” એટલે “કમલા” અર્થાત્ “દેવી લક્ષ્મી”.”શ્રીમા” Means સમૃદ્ધિ.

આવા ઘણા બધા મહાલક્ષ્મી માતાના વૈદિક નામો છે. તમારા ઘરે “દીકરી”નો જન્મ થાય અને કુંભ રાશિ આવે તો આવા નામ રાખવા જોઈએ. એ સિવાય પણ નવદુર્ગાના ઘણા વૈદિક નામો છે. તમારી દીકરીની જે પણ “રાશિ” આવે એ “રાશિ” પ્રમાણે કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસેથી વૈદિક નામ જાણી લેવું જોઈએ.

By the way આપણે મુદ્દા પર આવીએ જે એકદમ સાફસુથરું, સ્વચ્છ અને વ્યવસ્થિત રહે છે તેના પર “શ્રી” ની કૃપા રહે છે. આ Cleanness બહારની સાથે સાથે અંદરથી ( મનથી ) પણ હોવી જોઈએ. બહાર કપડાં સ્વચ્છ પહેરો ને અંદર મન જ ગંદુ હોય તો “શ્રી” ત્યાં એક મિનિટ પણ નથી ઉભી રહેતી.હાલ કળિયુગમાં માણસનું Status એના “જ્ઞાન” થી નહી પણ એની પાસે રહેલી “શ્રી” ( લક્ષ્મી ) થી નકકી થાય છે આ વાત સનાતન સત્ય છે.

ઋગ્વેદમાં “શ્રી” નો મહિમા વર્ણવ્યો છે.”શ્રી”ને ઐશ્વર્ય, વૈભવ, સૌંદર્ય તથા સમૃદ્ધિ આપનાર દેવી કહ્યા છે.

“શ્રી”ની કૃપા મેળવવા દર શુક્રવારે સફેદ અથવા શ્વેત વસ્ત્ર પહેરવું,શુક્રવારે લાલ ઉનના આસન પર બેસીને દીવો પ્રગટાવીને “શ્રી સૂક્તમ” અને “લક્ષ્મી સૂકતમ”ના પાઠ કરવા. માતાને કુમકુમ અને ચંદનનું તિલક કરવું.

આપણે આપણી મસ્તિકા પર તથા નાભી પર ચંદનનું અંતર લગાવવું, બાર વર્ષથી નાની બાળકીઓને ઘરે આમંત્રિત કરીને જમાડવી અને કંઈક ભેટ આપવી. આપણા ઘરની જનેતા, બહેન, પત્ની, દીકરીને હંમેશા ખુશ રાખવા.

શુક્રવારે મહાલક્ષ્મી માતાના મંદિરે જવું, માં લક્ષ્મીના અને કુબેરના અગણિત જાપ કરવા. દૂધની અંદર કેસર ભેળવીને “શ્રી યંત્ર” પર અભિષેક કરવો. કમળ, દુર્વા, કોડી, શંખ, કમરકાકડી, તાજા ગુલાબ વગેરે “શ્રી” ને અર્પણ કરવું. વિષ્ણુ સહ્સ્ત્રનામના પાઠ કરવા.

“શ્રી”ને બે હાથ જોડીને કાન પકડીને માથુ નમાવીને ક્ષમાયાચના માંગીને પ્રાર્થના કરવી કે

“હવે આપ હંમેશા મારા ત્યાં વસવાટ કરો”

“શ્રી” નો મંત્ર

ૐ શ્રી હ્રીંમં શ્રી કમલે કમલાલયે પ્રસિદ પ્રસિદ ૐ શ્રી હ્રીંમ શ્રી મહાલક્ષમયૈ નમઃ ।।

જય બહુચર માઁ.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page