42.2 C
Ahmedabad
Tuesday, April 22, 2025

શું શિવ ચલમ,ગાંજો,દારુ,ભાંગ વગરે પીવે છે ?

આધુનિક યુગના નશેડીઓ પોતાની જાતને શિવ ભક્ત કહીને શિવના નામ પર ચલમ,ગાંજો,દારુ અને ભાંગ પીતા હોય છે અને મોજ કાપતા હોય છે.તે લોકોને એવી ભ્રામક માન્યતા છે કે ભગવાન શિવ ચલમ,ગાંજો,દારુ,ભાંગ વગેરે પીવે છે.હવે સાચું શું છે એ હું તમને કહું…

સમુદ્રમંથન સમયે જે હળાહળ નામનું વિષ નીકળ્યું તે વિષ સમગ્ર સંસારના ઉત્કર્ષ માટે ભગવાન શિવજીએ પીધું અને પોતાના કંઠમાં ગ્રહણ કર્યું.આ વિષ પીવાથી મહાદેવજીનું આખુંય શરીર બળવા લાગ્યું.ભગવાન મહાદેવ પોતાના શરીરને ઠંડું રાખવા ઠંડા પ્રદેશ કૈલાસમાં જતા રહ્યા.ત્યાં દેવો દ્વારા તેમની પર ઠંડા પદાર્થો જેમ કે દૂધ,જળનો અભિષેક કરવામાં આવ્યો.તેમના પર બિલિપત્રના ઠંડા ઠંડા પાન‌ લપેટાયા.તેમના ગળા પર ઠંડી ભાંગનો‌ લેપ લગાવાયો.તેમના પર ઠંડા ધતૂરા ( ઔષધિ ) રુપે ચડાવાયા અને એવી તમામ દુર્લભ વસ્તુઓ ઔષધિ રુપે તેમને ચઢાવવામાં આવી કે જે તેમના શરીરને ઠંડું રાખે.

મેં આખુંય શિવ પુરાણ ત્રણ વખત વાંચ્યું છે કે આખા શિવ પુરાણ માં ક્યાંય નથી લખ્યું કે ભગવાન શિવ ચલમ ખેંચે છે,ગાંજો પીવે છે,ભાંગ પીવે છે કે પછી દારુ પીવે છે ! આપણી બોગસ પ્રજાને‌ નશો કરવો હોય છે કે એટલે ભગવાનના નામે આ બધું કરતાં હોય છે.બાકી જો હમણાં એ લોકોને કહીએ કે મહાદેવજી એ વિષ‌ જ પીધું તું તો તમે લોકો પણ વિષ પીઓ તો‌ એ લોકો કોઈ નહીં પીવે.

અઘોર શાસ્ત્ર નામનો એક ગ્રંથ છે તેમાં અઘોરી ની તપશ્ચર્યા વિશે ઉલ્લેખ છે કે આ શાસ્ત્રમાં લખ્યું છે કે અઘોરીઓ કેટલાય દિવસો સુધી તપશ્ચર્યા અને ધ્યાનમાં રહે‌ છે. તેઓ ધ્યાનમાં લીન રહેવા માટે ભાંગ અને ગાંજાને ઔષધિ રુપે સેવન કરે છે ને કેટલાય દિવસો અન્ન-જળનો ત્યાગ કરે છે.તેઓ અનેકો સમય સુધી મળ-મૂત્રનો પણ ત્યાગ કરતા નથી અર્થાત્ તેઓ મળ મૂત્રને પોતાના તપોબળથી બાળી નાંખે છે.તેઓનો મૂળ આશય તેમના જીવને શિવ માં લીન કરીને શિવમય‌ થવાનો‌ હોય છે.અધોરીના દેહને અગ્નિદાહ અપાતો નથી પરંતુ તેઓ સમાધિ લઈનૈ તેમના દેહને માટી કરી નાંખે છે.

કેટલાક મહાન ચિત્રકારોએ મહાદેવજી ચલમ ખેંચતા હોય તેવું ચિત્ર દોર્યું છે‌.આ ચિત્ર વોટ્સએપ અને ફેસબુક માં ફરતું હોય છે.આવા મહાન મૂર્ખાઓના કારણે વિધર્મી લોકો આપણા ભગવાન શિવની મજાક ઉડાવે છે કે આ લોકોના ભગવાન તો ચલમ ખેંચે છે એમ..

ઉજ્જૈન પાસે કાલ ભૈરવનું મંદિર છે ત્યાં ભૈરવ દાદા ને દારૂ ધરાવાય છે‌.તેની પાછળની સત્ય કથા એમ છે કે એક શિવ ભકત દારુ ખૂબ પીતો હતો પછી શિવ ભક્તિ ના કારણે તેને આંત:સ્ફુરણા થઈ કે આજ પછી દારુ નથી પીવું તેથી તે કાલ ભૈરવને જઈને દારુ ચડાવી આવ્યો અર્થાત્ તેણે દારુ કાલ ભૈરવને‌ પ્રસાદ રૂપે પીવડાવ્યું અને કાલ ભૈરવ દારુ પી ગયા.ત્યારબાદ તે મૃત્યુ પામ્યો ત્યાં સુધી તેણે દારુને પીધું નહી.

આ ચમત્કાર વાયુવેગે ફેલાતા ઉજ્જૈન માં કાલભૈરવ ને હજી લોકો દારુ પીવડાવે છે અને મૂર્તિ દારુ પીવે પણ છે.હવે વર્ષો વીતતાં કાલ ભૈરવ પાસે એવું થવા માંડ્યું કે લોકો કાલ ભૈરવ ને દારુ પીવડાવવા તો જાય છે પણ બાકી બોટલ ઘરે લઈ આવે ને‌ પછી પ્રસાદ છે એમ કહીને પોતે પીવે‌ અને ભાઈબંધોને પીવડાવે.એ મૂર્ખ ને એ નથી ખબર હોતી કે તે કાલભૈરવ પાસે દારુનો ત્યાગ કરવા ગયો હતો કે બાબા આ જે દારુ તમને પીવડાવ્યું હવે તેને હું કદી પણ પીશ નહીં.

જો ભાઈ દરેકની પોતાની લાઈફ હોય છે જેને જે પીવું હોય તે‌‌ પીવે અને જે શોખ કરવા હોય તે કરે પણ મારો
Concern એટલો જ છે કે મહાદેવ ના નામે ચરી ના‌ ખાઓ.ભગવાનના નામે નશા ના કરશો આટલી વિનંતી છે.

ફરીથી લખું છું કે ભગવાન શિવ ચલમ,ગાંજો,દારુ,ભાંગ આ‌ બધામાંથી કશું જ‌ પીતા નથી.

હર હર મહાદેવ.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,601FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page