છપ્પન પ્રકારની અલગ અલગ વાનગીઓ હોય, મુખવાસમાં પાનના બીડલા લવિંગ સોપારી એલચી હોય, જળની ઝારી ભરેલી હોય અને બાળકના મનનો પ્રેમભર્યો ભાવ હોય તેને અન્નકૂટ ભર્યો કહેવાય.
શ્રી બેચર ભગતના સંધની ૯૦ વર્ષથી ચાલતી અન્નકૂટ ભરવાની પરંપરા આજે અખંડ છે. પૂનમે શ્રી બેચર ભગતજીના સંઘની ધજા માં બહુચરના શિખર પર ચડે એ પછીના દિવસે શ્રી બેચર ભગતજી સંઘ તરફથી માં બહુચરને અન્નકૂટ ભરવામાં આવે છે.
વર્ષોથી અન્નકૂટ મંદિરમાં ભરવામાં આવે છે.
શ્રી વલ્લભ ભટ્ટજી રચિત શ્રી બહુચરમાં નો થાળ આપણે ગાતા હોઈએ છે કે “આરોગો બહુચરાજી મોરી માત, જમ જમ તારા સુખીયા થાય માં”.આ થાળની છેલ્લી કડીમાં ભટ્ટજી કહે છે કે “કર જોડી વલ્લભ કહે તારો દાસ માં”. ભટ્ટજી જેમ ભાવથી માં નો થાળ ધરાવે છે તેમ શ્રી બેચર ભગતજીનો સંઘ મનનો ભાવ ઉમેરીને જે કોઈ ભૂલચૂક થઈ હોય એની ક્ષમાયાચના માંગીને માં ને થાળ જમાડે છે અને માંને હ્દયપૂર્વક અન્નકૂટ ધરાવે છે.
જય બહુચર માં.