મહર્ષિ વાલ્મીકીએ “રામાયણ” રચી પણ તોય શ્રી રામનો મહિમા લખવાનો બાકી રહી ગયો હશે તેથી તેમને કળિયુગમાં તુલસીદાસ રૂપે જન્મ લઈને “રામચરિતમાનસ” રચીને શ્રી રામ ભગવાનનો મહિમા ગાયો.
અફધાનથી ભારત પર રાજ કરવા આવેલા મુગલો દિલ્લીની સલતનત પર રાજ કરતા હતા.તે સમયે સમ્રાટ મુગલ બાદશાહ અકબરનું શાસન હતું.અકબરને તેના મંત્રીઓ દ્વારા સંત શ્રી તુલસીદાસજીની રામભક્તિની ભાળ મળી.પ્રજામાં પણ ચારે બાજુ તુલસીદાસની શ્રી રામભક્તિના વખાણ થતા હતા.
તુલસીદાસજીની પ્રખ્યાતિ સાંભળી અકબરે તેના મંત્રીઓને કહ્યું કે “તુલસીદાસને મારા દરબારમાં બોલાવી લાવો” મંત્રીઓ તુલસીદાસને રાજાના દરબારમાં આવવા માટે કહ્યું ત્યારે તુલસીદાસે કહ્યું કે “તમારા રાજાને કહી દો કે મારા રાજા રામ છે.હું મારા રામના સાંનિધ્યમાં ખુશ છું’.
મંત્રીઓએ તુલસીદાસે કહેલી તમામ વાત અકબરને કહી. અકબરનો અહંકાર હણાતા તેણે ગુસ્સામાં આવીને તુલસીદાસને પકડીને બંદી બનાવી દેવાનો હુકમ કર્યો.
તુલસીદાસજી કેદખાનામાં પણ શ્રી રામ નામનું કીર્તન કરતા ત્યારે શ્રી હનુમાનજીને તુલસીદાસજીની એવી તો કેવી ફિકર પડી કે હજારોની સંખ્યામાં વાનરોના ટોળા અકબરના મહેલમાં ધૂસીને ત્રાહિમામ મચાવ્યું.
વાનરોના અચાનક થયેલા આક્રમણથી અકબર હેબતાઈ ગયો.તેણે તેના મંત્રીઓને પૂછયું કે આ વાનરો આટલી બધી સંખ્યામાં આક્રમણ કેમ કર્યુ છે ? તેમાંથી એક મંત્રીએ જણાવ્યું કે સંત શ્રી તુલસીદાસ શ્રી રામભક્ત છે.શ્રી રામ ભક્તને કદી કોઈ બંધનમાં ના રાખી શકે. તમે જલદીથી જલદીથી તુલસીદાસની માફી માંગીને તેમને કારાવાસમાંથી મુકત કરો નહીતર આ વાનરો એ હદે ક્રોધે ભરાયા છે આપણું આ સલ્તનત ખતમ થઈ જશે.
અકબરે સંત શ્રી તુલસીદાસજીના ચરણોમાં પડીને શ્રી રામ ભગવાનની અને તેમની માફી માંગીને તેમને કારાવાસમાંથી મુકત કર્યા. આ સત્ય ઘટના વાયુવેગે ચારે બાજુ ફેલાઈ ગઈ.
સંત શ્રી તુલસીદાસજીનું જીવન ચરિત્ર વાંચશો તો તમને ઈતિહાસના પાનાઓમાં લખાયેલી આ સત્ય વાતના પુરાવા પ્રાપ્ત થશે.આ લેખનો આધાર શ્રી તુલસીદાસ જીવન ચરિત્ર પુસ્તકમાંથી લીધો છે.
બોલો જય શ્રી રામ.જય હનુમાન.
જય બહુચર માં.