વિષ્ણુ પુરાણમાં વિષ્ણુ ભગવાનના ચોવીસ અવતારો વિશે વર્ણન છે જેમાં વિષ્ણુ ભગવાનનો સાતમો અવતાર શ્રી રામ કહ્યા છે અને આઠમો અવતાર શ્રી કૃષ્ણ !
વિષ્ણુ ભગવાને ત્રેતાયુગમાં શ્રી રામનો મનુષ્ય અવતાર ધરીને ત્તમામ પ્રકારની મર્યાદાનું પાલન કરીને મનુષ્યને ધર્મ-અધર્મનું ભાન કરાવ્યું તેથી મર્યાદા પુરુષોત્તમ કહેવાયા અને આ જ વિષ્ણુ ભગવાને દ્વાપરયુગમાં શ્રી કૃષ્ણનો મનુષ્ય અવતાર ધરીને તમામ પ્રકારની મર્યાદાઓને ઉલ્લંધીને મનુષ્યને ધર્મ-અધર્મનો સિદ્ધાંત શીખવ્યો તેથી પૂર્ણ પુરુષોત્તમ કહેવાયા.
મહાભારતના યુદ્ધ પછી ગાંઘારીએ યદુવંશનો નાશ થાય એવો શ્રી કૃષ્ણને શ્રાપ આપ્યો હતો આ જ શ્રાપને સહજતાથી હસતે મુખે સ્વીકારનાર શ્રી કૃષ્ણે ગાંધારીના શ્રાપને યથાર્થ કરવા પોતાના જ યદુવંશ કુળનો નાશ કરવા મદિરાપાનની માયા રચી બાકી કોઈની તાકાત નહોતી કે યદુવંશનો નાશ કરી શકે !
આ પ્રસંગ દ્વારા શ્રી કૃષ્ણ સામાન્ય મનુષ્યને શીખ આપે છે કે મદિરાપાનથી કુળનો નાશ થાય છે.
શ્રીમદ્ ભાગવત પુરાણના અગિયારમાં સ્કંધના ત્રીસમાં અધ્યાયમાં આ સમગ્ર વાત વર્ણવેલી છે કે મૈરેયક નામની મદિરાનું પાન કરવાથી યાદવોની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ. તેઓ અંદરોઅંદર લડવા લાગ્યા. તેઓએ બલરામજી અને શ્રી કૃષ્ણ પર પણ હુમલો કર્યો. શ્રી કૃષ્ણ અને બલરામે ઘણું સમજાવવા છતાં તેઓ માન્યા નહી. શ્રી કૃષ્ણે અને બલરામે તે લોકોને શિક્ષા કરી.અંતે યદુવંશનો નાશ થયા બાદ બલરામજી સમુદ્રતટે એકાગ્રચિતે બેસી પરમ ચિંતન કરી પોતાના આત્માને પરમાત્માની અંદર વિલીન કરી દીધો.
શ્લોક નં -૨૬
રામ: સમુદ્રવેલાયાં યોગામાસ્થાય પૌરૂષમ્ ।
તત્યાય લોકં માનુષ્યં સંયોજયાત્માનમાત્મનિ ।।
આ શ્લોક બલરામજીની છબીને સાચી સાબિત કરવા કાફી છે.આખા ભાગવત પુરાણમાં બલરામજીએ મદિરાપાન કર્યુ તેવો ઉલ્લેખ કયાંય નથી.બલરામજીએ પોતાનો દેહ પરમાત્મામાં વિલીન કર્યો
( કેટલાક લોકો મોડીફાય કરેલા મહાભારતના બોગસ પુરાવા આપે છે તે બલરામજીને બદનામ કરવાનો તેમનો મૂળભૂત હેતુ છે ) ત્યારબાદ શ્રી કૃષ્ણ પીપળાના વૃક્ષ નીચે જઈને મૌન ધારણ કરીને બેસી ગયા.
જરા નામના પારધીએ તેમના પગમાં બાણ માર્યુ અને શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે પણ વિલીન થયા.
બલરામજી ચોવીસ કલાક મદિરા પીતા હતા, શ્રી કૃષ્ણ પોતે જ ધર્મની સ્થાપના ના કરી શક્યા, યદુવંશીઓ મદિરા પીને છેડછાડ કરતા હતા અને મદિરા પીવા ના મળે તો ચોરી કરતા હતા આવા હ્દય કંપી જાય એવા
શ્રી કૃષ્ણ, બલરામ અને શ્રી કૃષ્ણના કુળ વિશે વચનો કહેનાર શ્રી રામનો કથાકાર કયારેય ના હોઈ શકે !!
કથાકાર તો બ્રાહ્મણ હોવો જોઈએ. વ્યાસપીઠ એ બ્રાહ્મણની ધરા છે
એની પર બેસવાનો અધિકાર માત્ર બ્રાહ્મણનો જ છે.
શ્રી રામનો કથાવાચક શ્રી કૃષ્ણને, બલરામજીની અને તેમના કુળની આવી પાયાવિહોણી નિંદા ના કરી શકે.
વિષ્ણુ પુરાણ, શ્રીમદ્ ભાગવત પુરાણ તથા બીજા અનેક વિદ્વાન બ્રાહ્મણોના મતાનુસાર
આ બધી વાતનો હિંદુ શાસ્ત્રોમાં કયાંય ઉલ્લેખ નથી.
રામાયણમાં શ્રી રામ કહે છે કે સાધુ માટે દરેક સમાન છે, સાધુ કોઈની નિંદા નથી કરતો, સાધુ કયારેય કોઈ વાતનો ભેદ નથી કરતો, સાધુને કોઈ જ પ્રકારના ભોગવિલાસના સાધનોની જરૂર નથી તો મારે એ પૂછવું છે કે શ્રી રામની આ તમામ વાતને અવગણીને એક સાધુ શ્રી કૃષ્ણની, બલરામજીની અને તેમના કુળની નિંદા કરે તે કેટલી હદે વ્યાજબી છે ?? એક સાધુ સમગ્ર હિંદુ ધર્મને અપમાનિત કરે તે સાધુ ના હોઈ શકે.
તમે આપણા હિંદુ ધર્મગ્રંથોમાં વેદો અને પુરાણો વાંચોને ત્યારે સમજાય કે સનાતન હિંદુ ધર્મ શું છે !
તમને વાંચન નથી ગમતું તો વિદ્વાન બ્રાહ્મણ પાસે જઈને જ્ઞાન મેળવો. કોઈ બ્રાહ્મણને ગુરુ બનાવો કારણકે શાસ્ત્રના સાચા જાણકાર બ્રાહ્મણ હોય છે. તમને કોઈ બ્રાહ્મણની વાત પર તર્ક ઉદભવે તો એ તર્કને સમજો ને જાણો તથા તર્ક ના સમજાય તો બીજા દસ બ્રાહ્મણની પાસે શાસ્ત્રની વાત સમજો પણ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે સનાતન હિંદુ ધર્મની, ભગવાનના ભેદ કરનાર કે નિંદા કરનાર
કોઈ આપુ ટાપુ કે બાપુની વાતમાં આવશો નહી.
હું જે કંઈ પણ લખું છું એ શાસ્ત્ર વાંચીને સમજી વિચારીને લખું છું. મને કંઈ ના સમજ પડે તો મારા કોન્ટેકટ લિસ્ટમાં પચાસથી વધારે વિદ્વાન બ્રાહ્મણો છે તેમની પાસે સલાહ લઈને લખું છું. તમને ના ખબર હોય તો કહી દઉં કે શ્રી રામ ભગવાન તેમના ગુરુજી મહર્ષિ વશિષ્ઠ અને મહર્ષિ વિશ્વામિત્રની આજ્ઞાનું પાલન કરતા.
શ્રી કૃષ્ણ ગુરુજી મહર્ષિ સાંદીપની વાતનું અનુકરણ કરતા
તેમ બ્રાહ્મણની વાતનું જ અનુકરણ કરવું અને સાચું જ્ઞાન મેળવવું.
બાકી ધર્મની સ્થાપના કરવા તથા અધર્મનો વિનાશ કરવા માટે શ્રી કૃષ્ણ ભગવાન યુગે યુગે જન્મ લેશે
( પ્રમાણ–ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે ) અને આ ધર્મના નામે ચાલતા ધંધા પાખંડ બંધ કરાવવા માટે શ્રી કૃષ્ણ કયારેય ફેઈલ નહી જાય કારણકે ધર્મ રક્ષતિ રક્ષિત:।।
( જે ધર્મનું રક્ષણ કરે છે,ધર્મ એનું રક્ષણ કરે છે ) તેથી અમે ભણેલા ગણેલા યુવાનો જીવીશું ત્યાં સુધી સનાતન હિંદુ ધર્મનું રક્ષણ કરીશું અને અમારા મૃત્યુ સુધી વિદ્વાન બ્રાહ્મણોને જ અનુસરીશું.
જય બહુચર માં.