31 C
Ahmedabad
Thursday, September 19, 2024

શ્રી વલ્લભ ભટ્ટજીનું અંબાજી પગપાળા જવું.

ચૈત્રી પૂનમે અમદાવાદથી બહુચરાજી પગપાળા જતા શ્રી બહુચર માતાના પરમ ભકત શ્રી વલ્લભ ભટ્ટજી ભાદરવા મહિનાની પૂનમે અંબાજી પગપાળા જવાની અભિલાષા જાગી. આ આખા પ્રસંગ નું વર્ણન શાસ્ત્રી શ્રી નિરંજનભાઈ જોષી રચિત “આનંદ કલ્પતરુ” પુસ્તકમાં મળી આવેલ છે.

શ્રી વલ્લભ ભટ્ટજીને મન થયું કે “માં ના પારે તો દર વર્ષે પગપાળા જઈએ છે.”આ વર્ષે માસીને પણ પગપાળા જઈને મળી આવીએ”.

ભટ્ટજી અમદાવાદથી અંબાજી પગપાળા જવા નીકળ્યા.તેઓ રસ્તા પર ચાલતા આનંદનો‌ ગરબો અને સાથે અંબા બહુચર ના ગરબા-સ્તુતિ-ભજનો ગાઈને આનંદ કરતા હતાં.

અંબાજી પહોંચવાનો છેલ્લો મુકામ આવી ગયો અર્થાત્ ભટ્ટજી દાતા પહોંચ્યા.દાતાના જંગલમાં માં આદ્ય અંબાની માયાથી તેઓ સંધ્યા સમયે રસ્તો ભૂલી ગયા.તેઓ ભૂખ અને તરસથી વ્યાકુળ થવા લાગ્યા.શ્રી વલ્લભ ભટૃજી બોલ્યા “માં ને મળવા જતા હતા તે સારું હતું.આ તો માસીને મળવા આવ્યા ને માસીએ તો આવી આકરી પરીક્ષા લીધી.તેઓ આકુળ વ્યાકુળ થયા ને થોડી વાર માટે ત્યાં જંગલની ઝાડીઓમાં સૂઈ ગયા.

માં આદ્ય અંબાને પોતાના બાળકની ફિકર થઈ કે‌ મારો ભક્ત આવી રીતે ‌ભૂખ્યો સૂઈ જાય એ વળી કેમનું ચાલે ?

તે જ સમી સંધ્યાએ ‌અંબાજી મંદિરના પૂજારી શ્રી માતાજીનો‌ થાળ અને ઝારી લઈને માતાજીનો ભોગ ધરાવ્યો અને‌ પડદો આડો કરીને પૂજારી શ્રી ગર્ભગૃહથી બહાર નીકળ્યા.થોડી વાર‌ પછી પૂજારી શ્રી ગર્ભગૃહમાં થાળ લેવા પહોંચ્યા તો‌
માતાજી પાસે થાળ નહોતો.પૂજારી આશ્ચર્યચકિત થઈ ગયા.તેઓ થાળને શોધવા લાગ્યા પરંતુ થાળ‌ અને ઝારી મળ્યા ‌નહી.તેઓ માતાજીની શયનપૂજા‌ વિધિ પૂર્ણ કરીને નિરાશ હ્રદયે ઘરે ગયા.

આ બાજુ શ્રી ‌વલ્લભ ભટ્ટજી જ્યાં ભૂખ્યા સૂઈ ગયા હતા ત્યાં માં અંબા સાક્ષાત એક ઘરડા માજીનું રુપ‌ ધારણ કરીને આવ્યા.તેમણે ભટ્ટજીના માથે હાથ ફેરવીને ઉઠાડ્યા ‌ને‌ પૂછ્યું કે બેટા ! તારે ક્યાં ‌જવું છે ? તું અહીં જંગલમાં શું કરી રહ્યો છે ? શું તે ભોજન કર્યું ? આવા ભાવવિભોર ‌શબ્દો માતા જ બોલી ‌શકે….

ત્યારે ભટ્ટજી બોલ્યા કે ‘માજી, હું અંબાજી પગપાળા જવા નીકળ્યો છે પરંતુ રસ્તો મળતો નથી અને ભોજન પણ કર્યું નથી’ માતાજી એ તરત જ ભોજનનું ભાથું ખોલીને ભટ્ટજીને જમાડયા ત્યારબાદ તેમના માથે હાથ ફેરવીને ‌માયાથી સૂવાડી દીધા.

આ બાજુ મંદિરના પૂજારીને થાળ અને‌ ઝારી અદશ્ય થઈ જતા આખી રાત ઉંધ ના આવી.બીજા દિવસે સવારે ચાર વાગ્યે માતાજીનું પ્રક્ષાલન કરવા અને મંગળા આરતી કરવા પૂજારી શ્રી મંદિર ગયા તો મંદિરના મુખ્ય દ્વાર ‌પાસે વલ્લભ ભટ્ટજી ઘોર નિંદ્રામાં સૂતા હતા.માતાજીનો થાળ અને ઝારી ત્યાં જ પડ્યા હતા.પૂજારી શ્રીએ તેમને ઉઠાડીને પૂછ્યું કે‌ તમે‌ કોણ છો ? આ થાળ અને ઝારી અહીં કેવી રીતે આવ્યા ?

શ્રી વલ્લભ ભટ્ટજીએ આંખો મસડીને જોયું તો તેઓ અંબાજીના આંગણે‌ હતા.તેમણે સમગ્ર ઘટના પૂજારી શ્રી ને વર્ણવી.અંબાજીના સ્થાનિકો ભટ્ટજીને ઓળખી ગયા કે “આ તો‌ શ્રી બહુચર માતાના પરમ‌ ભકત અને આનંદનો‌ ગરબો રચનાર ભટ્ટ ‌વલ્લભ છે”.

માં અંબાનો‌ જયજયકાર થયો.શ્રી ભટ્ટજીનો જયજયકાર થયો.ભટ્ટજીએ અંબાજીમાં આનંદના ગરબા કર્યા, માં અંબાના છંદો-ગરબા-ભજન-સ્તુતિઓ વગેરે કર્યા.અંબાજીમાં આનંદની હેલી થઈ ગઈ.આ સત્ય ઘટનાનો‌ પુરાવા સ્વરૂપે અંબાજી મંદિરની નીચે બહુચર માતાનો‌ ગોખ છે અને હાલ પણ ત્યાં અનુબા અને બીજા માંઈભકતો નિશદિન આનંદના ગરબા કરે છે.

તમે વિચાર તો કરો ભટ્ટજી રાત્રે દાતાના જંગલોમાં હતા અને બીજે દિવસે પરોઢિયે સીધા અંબાજી મંદિરના પગથિયે નિંદ્રાવસ્થામાં માતા પોતાના ભક્તોને આંગણે લાવી દે…તો મેં આવો ચમત્કાર ઈતિહાસમાં કયાંય વાંચ્યો નથી અને અંબાથી મોટી માતા ક્યાંય જોઈ નથી.

આ લેખ‌ વાંચીને ‌રૂંવાડા‌ ઉભા થઇ ગયા હોય તો બોલો

જય અંબે જય જય અંબે.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page