તમને એમ લાગતું હોય કે તમારો કયાંય ઈલાજ નથી થતો કે તમે અલગ અલગ પ્રકારના બધા ઉપાય અજમાવી જોયા છે તોય છતાં તમારો કોઈ મેળ નથી પડતો તો એક હનુમાનજી એવા જીવતા જાગતા દેવ છે કે એ તમારી સમસ્યાનું નિવારણ લાવી શકે છે.
કેટલાય છાપાઓમાં કે ફેસબુકના અલગ અલગ પેજમાં વારંવાર આવતું હોય છે કે આ રાશિવાળાએ આમ કરવું ને આ રાશિવાળાએ તેમ કરવું તો જ સારું થશે. અમુક લોકો તો પાછા બીવડાવે કે આટલી રાશિવાળા હવે ચેતવી જજો. બિચારો પેલો Already ટેન્શનમાં ફરતો હોય હજી તમે કેટલું ટેન્શન આપશો ?
કોઈ પણ જાતની કોઈ પણ રાશિવાળાને મુશ્કેલી હોય તો શ્રી હનુમાનજી એની મુશ્કેલી ટાળી શકે છે.હવે તમે કોઈ પણ વાતના તર્ક વગર મારી વાત માનશો નહી તો ચલો તર્ક આપું કે મેષ અને વૃશ્વિક રાશિનો માલિક મંગળ થયો. બરોબર ને ? શ્રી હનુમાનજી મંગળવારે જન્મયા હતા. મંગળ પોતાના ઈષ્ટદેવ હનુમાનજીને માને છે. વૃષભ અને તુલા રાશિનો સ્વામી શુક્ર થયો તો શુક્ર એટલે લક્ષ્મી. હનુમાનજી લક્ષ્મીપતિ વિષ્ણુના રામ અવતારને પૂજે છે તથા એમની સેવા કરે છે.
મિથુન અને કન્યા રાશિનો સ્વામી બુધ થયો.બુધના દેવતા ગણપતિ છે તેથી હનુમાનજી અને ગણપતિ મિત્રો થઈને એકબીજાની પરસ્પર વાત સ્વીકારે છે.કર્ક રાશિનો સ્વામી ચંદ્ર થયો.હનુમાનજી મહાદેવજીના અગિયારમાં રૂદ્ર અવતાર છે અને મહાદેવજી ચંદ્રને મસ્તક પર ધારણ કરે છે.
સિંહ રાશિનો માલિક સૂર્ય થયો અને સૂર્યદેવ હનુમાનજીના ગુરુ છે.ધન તથા મીન રાશિનો સ્વામી ગુરુ થયો.ગુરુના અધિપતિ દેવ શ્રી વિષ્ણુ છે અને વિષ્ણુના પ્રિય હનુમાનજી છે. મકર અને કુંભ રાશિનો સ્વામી શનિ છે અને શનિએ એક દિવસ હનુમાનજીને વચન આપેલું કે જે તમને પૂજશે એને હું કયારેય હેરાન નહી કરું.
તો બોલો બારે બાર રાશિઓના તારક હનુમાનજી છે કે નહી ?? માટે તો મે ટાઈટલ લખ્યું કે
સબકે તારક શ્રી હનુમાનજી.
જય શ્રી રામ
જય હનુમાન
જય બહુચર માં.