સમુદ્રમંથન સમયે જે હળાહળ કાલકૂટ નામનું વિષ નીકળ્યું તે મહાદેવજી એ સમગ્ર સંસારના ઉત્કર્ષ માટે ગ્રહણ કર્યું બાકી જે અમૃત નીકળ્યું તે દેવો લઈ ગયા.ઝેર પીવાથી શરીર બળવા લાગ્યું તો જ્યાં માઈનસમાં ઠંડી હોય તેવા સ્થળે કૈલાસ જતા રહ્યા.
સર્પોના રાજા વાસુકિ છે જેણે સૌ પ્રથમ શિવ પૂજન કર્યું તેણે વરદાન માંગ્યું તો નિ:સંકોચ રીતે તેને ગળામાં હાર તરીકે સ્થાન આપ્યું.બાકી બધા દેવો ગળામાં પુષ્પોના હાર ધારણ કરે છે.
અહીંયા મહાદેવ અન્ય દેવો કરતા કેમ મહાન છે તે વર્ણન કરવાનો પ્રયાસ કરું છું.કોઈને નીચા નથી દેખાડતો પણ મહાદેવ જ મહાન છે તેમ લખું છું.
શિવના અર્ધાંગિની માતા સતીએ યજ્ઞકુંડમાં પડતું મૂક્યું ત્યારે મહાદેવને કેટલું દુ:ખ થયું હશે ? અને એ જ સતીના શબને પોતાના હાથમાં રાખીને તાંડવ કર્યું.તે સમયે વિષ્ણુ ભગવાને સતીના અંગના ૫૧ ટુકડાં કર્યા.શું આ બધી પીડા અન્ય કોઈ દેવોએ સહન કરી ?
જેમણે પોતાના મોટા પુત્ર કાર્તિકેયનો વિરહ સહન કરવો પડયો અને નાના પુત્ર ગણેશજીનું મસ્તક કાપવું પડ્યું એ ભગવાન શિવજી જેવા દુ:ખ કોઈએ નહીં ભોગવ્યા હોય.
ભોળાનાથ જેને પણ વરદાન આપતા તે રાક્ષસો એમને જ ચેલેન્જ કરવા આવતા જેમ કે રાવણ કૈલાસ હલાવવા આવ્યો હતો.ભસ્માસુર મહાદેવના માથે જ હાથ મૂકવા આવ્યો હતો.શું આ માટે મહાદેવ ને દુ:ખ,અસહ્ય વેદના અને પીડા નહીં થતી હોય ?
પરમેશ્વર મહાદેવ તેમના અને તેમના પરિવારના તમામ દુ:ખો અને સંકટો ટાળી શકતા હતા પરંતુ તેમણે એવું ના કર્યું કારણકે તે સમગ્ર સંસારને શીખ આપવા માંગતા હતા.
મહાદેવ અહીં એમ શીખ આપે છે કે આ સંસારમાં ડગલે ને પગલે અસહ્ય પીડા અને દુ:ખ અનુભવાશે પણ તમારે મારી જેમ સ્થિર અને સ્થિત રહીને સુખ અને આનંદની વહેંચણી કરવાની છે.મને લાગે છે આ વિચારધારા ધરાવનાર મારા મહાદેવથી મહાન કોઈ ના થઈ શકે.
Moral of the story
આપણા જીવનમાં કંઈક અઘટિત ઘટના બને છે ત્યારે આપણે ઈશ્વરને Blame ( વહેમ ) કરીએ છે કે હે ભગવાન ! તે કેમ આમ કર્યું ? પણ ઈશ્વરના જીવનમાં અઘટિત ઘટના બની હશે ( જેમ ઉપર લખી છે ) ત્યારે સ્વયં પરમાત્મા કોની ઉપર Blame ( વહેમ ) કરતા હશે ?
કહેવાનું તાત્પર્ય એમ છે કે જે દુ:ખ આવી પડ્યું છે તે માટે થોડા દિવસ સુધી દુ:ખ થાય પણ પછી પાછું તનથી અને મનથી સ્વસ્થ થઈને પરમાત્મા મહાદેવની જેમ સુખ,આનંદ અને પરમ શાંતિ વહેંચવાની છે.
બોલો હર હર મહાદેવ.
જય બહુચર માં.