25 C
Ahmedabad
Friday, January 10, 2025

બ્રેક-અપ (Break up) થવાના કારણો (ભાગ-૨)

બ્રેક-અપ માટે જયોતિષશાસ્ત્રના ભાગ- ૧ માં જણાવેલા નિયમોને લેવડદેવડ છે છતાં બ્રેક-અપ થવાના અન્ય પ્રેકટિકલ કારણો તે છે કે જયારે બંને વ્યક્તિ એકબીજાની નજીક આવે છે ત્યારે મિત્રતામાં,આકર્ષણમાં કે પ્રેમમાં તેઓને એકબીજાના સદગુણો (Positive) જ દેખાય છે પણ દુર્ગુણો (Negative ) દેખાતા નથી અને પછી જયારે બંને રિલેશનમાં ગાઢ થઈ જાય છે અથવા બંનેના મેરેજ થઈ જાય પછી સત્ય ખબર પડે છે I Mean કે બંનેને એકબીજાના નેગટિવ દેખાવા માંડે છે અને તેઓ તે સ્વીકારી શક્તા નથી.એકબીજાની અપેક્ષાઓ પૂરી શકતા નથી.

બંને વચ્ચે વૈચારિક મતભેદ થવાથી Mutual Understanding નામની કોઈ વસ્તુ રહેતી નથી માટે ” બ્રેક-અપ” Break up થાય છે તેથી આવું ના થાય તે માટે કોઈની સાથે એના પોઝિટિવ જોઈને કનેક્ટ થયા હોવ તો એકવાર તમારે એના નેગેટિવ પણ જાણી લેવા જોઈએ અને જો તમે એના નેગેટીવ સ્વીકારવા તૈયાર હોવ તો જ તમારે એની સાથે જોડાવું કારણકે આવા કેટલાક નેગેટિવ તમારામાં પણ હશે.

ઘણીવાર બે વ્યકિતના સંબંધમાં ફેમિલી,ભાઈ-બહેનો કે મિત્ર વર્તુળમાંથી કોઈ ગાઢ મિત્ર વગેરેમાંથી કોઈ પણ તમારા “રિલેશન”તોડાવવા માટે વિલન બનતું હોય છે અને તમારું “બ્રેક-અપ” થઈ જાય છે.આવા જ બીજા કેટલાય પ્રેકટિકલ કારણોસર બ્રેક-અપ થઈ જતું હોય છે અને આજનો યુવાન કે યુવતી બ્રેક-અપ થયા પછીના સમયગાળામાં Survive ( ટકી રહેતો નથી ) કરી શક્તો નથી. તેવા યુવક-યુવતીઓ મારી પાસે તેમની જન્મકુંડળી બતાવવા આવતા હોય છે અને કહેતા હોય છે કે બ્રેક-અપ કેમ થયું ? હવે હું શું કરું ? મારી લાઈફ spoil થઈ ગઈ અને હવે મારા માટે જીવવાનો કોઈ મતલબ નથી આવું બધું કહેતા હોય છે.

તેઓ મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયા હોય છે.પાછલું બધુ ભૂલી શકતા નથી.મારે તેમને Positive Counceling આપવું પડે છે.એ સાથે સાથે તેમને આ સમયગાળા દરમ્યાન ઈશ્વરના નિયમિત સંપર્કમાં રાખવો પડે છે તેથી હું તેને કેટલાક સાત્વિક ઉપાયો આપું છું જે નીચે લખું છું. તમારી સાથે કે તમારા કોઈ નજીકના વ્યકિત સાથે કંઈક આવું થયું હોય તો તમે તેને આ આર્ટિકલ મોકલી આપજો તેથી તે આ સમયગાળાને સરળ રીતે પસાર કરી શકે.

બ્રેક-અપ ( Break up ) થયા પછી તેમાંથી માનસિક રીતે બહાર આવવું હોય તો શિવજીની ઉપાસના કરો. દરરોજ શિવાલય જઈને શિવને જળ અર્પણ કરો.ૐ નમ: શિવાયની માળા કરો. દુર્ગા સપ્તશતી ચંડીપાઠનો ચતુર્થ અધ્યાય દરરોજ વાંચો. દર રવિવારે અને મંગળવારે માતાજીના મંદિરે દર્શન કરવા જાઓ. દરરોજ આનંદ પ્રાપ્ત થાય તે માટે નિત્ય “આનંદનો ગરબો”કરો. વારંવાર ભગવદ ગીતા વાંચો.આ સર્વ સાત્વિક ઉપાયો છે.

બીજા પ્રેકટિકલ ઉપાયો બતાવું તો રોજિંદા જીવનમાં તમારું ગમતું કાર્ય કરવાથી,પોતાના કામમાં વ્યસ્ત રહેવાથી, મ્યુઝિક સાંભળવાથી, પુસ્તકો વાંચવાથી,અવનવા લોકોને મળવાથી, કસરત કરવાથી,ગાર્ડનમાં લટ્ટાર મારવાથી, દિવસમાં બે ત્રણ વખત સાવર ( ન્હાવાથી ) લેવાથી અને બીજી જે ક્રિયાથી તમને આનંદ પ્રાપ્ત થતો હોય તે કરવાથી તમે “બ્રેક-અપ” થયા પછી માનસિક રીતે ધીમે ધીમે બહાર આવી જશો.

અને એક વાત હંમેશા યાદ રાખજો કે

“જે તમારા પ્રારબ્ધમાં લખ્યું હશે તે કયાંય નહી જાય ઈશ્વર ઇચ્છાથી તમારી પાસે જ આવશે અને જે નહી લખ્યું હોય તે ઈશ્વર ઈચ્છાથી તમારાથી દૂર જ જતું રહેશે.”

જય બહુચર માં

Related Articles

Stay Connected

1,586FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page