ઉપરની આ વાત માં ચુંવાળની બહુચરાના દર્શન કરીને મમ હ્દયમાંથી નીકળી એ પણ માતાના મંદિરમાં ! પહેલા મનમાં બોલ્યો પછી રહેવાયું નહી એટલે બહુચરાજી મંદિરના વિદ્વાન બ્રાહ્મણને મેં કહ્યું કે
“વળી વળી તારી પાસ આયો માઁ બહુચરા,
ફરી ફરી તારી પાસ આયો માઁ બહુચરા”
તમે ગમે તેટલા દેવ કે દેવીઓ પૂજો પણ “કુળદેવી” સિવાય તમારો ઉદ્ધાર કોઈ જ નહી કરી શકે આ વાતને કોઈ જ મિથ્યા કરી શકે નહી. તમારે એક વાર તો માથુ નમાવીને, કાન પકડીને, મસ્તક પર બે હાથ જોડીને, હ્રદયની પાસે બે હાથ જોડીને, સાક્ષાત્ દડંવત પ્રણામ કરીને, બે ધૂંટણીયા વાળીને માથુ જમીન પર ટેકવીને વારવાર વંદન કરવા જોઈએ અને પોતાના અપરાધો તથા ભૂલની ક્ષમા માંગવી જોઈએ.
મારું માનો પતિત પાવની માં જગદંબા સ્વયં નાનું બાળા સ્વરૂપ ધરીને બિરાજેલ બહુચરા માફ કરી દેશે અને એ અતિઆનંદિત થઈને અખૂટ આશીર્વાદ આપશે.આગળ લખુ તો માઁ જેટલું દયાળુ કોઈ નથી. તમે એક મુઠ્ઠીવાળીને કંઈ આપી જુઓ તો ખરી એ ખોબો ભરીને પાછું આપશે આ મારા જાત અનુભવની વાત છે.આમાં એને કશું નથી જોઈતું પણ ભાવની વાત છે.માઁ તમારા ભાવની ભૂખી છે
તમે મંદિરમાં ફૂલ લઈને જાઓ તો એ ફૂલનો માંનો શણગાર બને છે અને એનાથી માંની શોભા વધે છે. એ ફૂલોનો શણગાર જયારે ઉતરે તો એને નાખી દેવાતા નથી પણ એનું ઉપયોગમાં આવે તેવું ખાતર બને છે.તમે ફળો લઈને જાઓ તો માં સ્વયં તો આરોગતી નથી પણ તમારા ભાવથી ધરાવાયેલા ફળોનો અન્ય ભકતોને પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે.
તમે મંદિરની દાનપેટીમાં જે કંઈ પણ દાન કે ભેટ મૂકી એમાં મંદિરનો બધો જ કારોભાર ચાલે છે.તમે કોઈ બ્રાહ્મણને દક્ષિણા રૂપે જે કંઈ પણ ભેટ આપી એમાં બ્રાહ્મણ રાજી થાય અને બ્રાહ્મણને જે રાજીપો થાય એનાથી બહુચર ખૂબ રાજી થાય.તમે સાડી ચઢાવો તો એ સાડી માઁ ને ઓઢાડાય છે અને એ જ સાડી પ્રસાદ સ્વરૂપે નજીવી કિંમતમાં વેચાય છે જે ભકતો પોતાના ઘરે કોઈ શુભ પ્રસંગ હોય એમાં એ પહેરે છે.
અંતે એટલું કહું કે માઁ જગતજનની બહુચરાએ આપણા માટે બહુ કર્યુ છે, એ કરી જ રહી છે અને ભવિષ્યમાં એટલું જ કરવાની છે તેથી આપણે એના માટે કરીએ એટલું ઓછું છે એટલે જ કહું કે “વળી વળીને અને ફરી ફરીને માઁની પાસે જજો.
જય બહુચર માઁ.