આ વાત સત્ય છે.આ કહાનીના કોઈ પણ પાત્રો કાલ્પનિક નથી.
બંગાળમાં જન્મેલી એક છોકરી દિલ્લીમાં રહે છે. તેનું નામ નાયરા રોય.બે દિવસ પહેલા મને તેની જન્મકુંડળી બતાવવા આવી હતી.
નાયરાનો જન્મ ૧૯૮૨ માં થયો હતો.તેની જન્મકુંડળી જોતા મેં તેને કહ્યું કે આપે ઉચ્ચ વિદ્યાભ્યાસ કર્યો છે, આપ આપની કારકિર્દીમાં ખૂબ જ સફળ હશો પણ આપની જન્મકુંડલી જોતા એમ લાગે છે કે આપના લગ્ન નહી થયા હોય કદાચ થયા પણ હશે તો તૂટી ગયા હશે કા આપ વિધવા થયા હશો.
નાયરાએ મારા આપેલા તારણની પ્રશંસા કરીને મને કહ્યુઅં કે સર હું શિકાગો યુનિવર્સિટીમાંથી આઈઆઈટી ટોપર છું. મારી પોતાની સોફટવેર કંપની છે, હું કારકિર્દીમાં ખૂબ સફળ છું લાખો રૂપિયા કમાઉં છું પણ સર તમારી વાત સાચી છે મારે મેરેજ થયા નથી. હું ૩૯ વર્ષની છું પણ હજી સિંગલ છું. હું ઘણા જયોતિષોને છેલ્લા ચાર પાંચ વર્ષથી કન્લસ્ટ કરું છું. સર બધા મને આશા જ આપે છે કે આ વર્ષમાં લગ્ન થશે અથવા બે વર્ષમાં થશે પણ સર મને સાચું કહો.મારા લગ્ન થશે કે નહી ?
મેં નાયરાને ઘસીને ના પાડી દીધું કે મેડમ તમારા જીવનમાં લગ્નજીવનનું સુખ નથી.તમારા મેરેજ કયારેય પણ નહી થાય. સત્ય આ જ છે. આજ પછી કોઈ પણ જયોતિષ પાસે ફરશો નહી.હા તમે કારકિર્દીમાં અવ્વલ રહેશો પણ લગ્નજીવનનું સુખ તમારા ભાગ્યમાં નથી.
નાયરાની જન્મકુંડળીનો તર્ક આપું તો તુલા લગ્નની કુંડળીમાં સપ્તમેશ મંગળ મારકેશ થઈને બીજા મારક સ્થાનમાં સ્વગૃહી થઈને બિરાજિમાન હતો. આ મંગળ શનિનું નક્ષત્રબળ પ્રાપ્ત કરતો હતો તેની પર શનિની ત્રીજી દષ્ટિ હતી તેથી સપ્તમેશ મંગળ પૂર્ણ:ત બળ ગુમાવતો હતો.લગ્નજીવનનો કારક ગ્રહ ગુરુ તુલા રાશિમાં શત્રુક્ષેત્રી થઈને રાહુના નક્ષત્રમાં હતો તેથી નાયરાના લગ્ન થયા નહી અને આગળ થશે પણ નહી.
નાયરાએ આગળ મને કહ્યું કે સર હું મારા મમ્મી પપ્પાની એકની એક પુત્રી છું. મારે કોઈ ભાઈ બહેન નથી તો ભવિષ્યમાં મારે પણ કોઈની જરૂર પડે ને ! તેથી મારે મેરેજ કરવા છે.
મેં નાયરાને કહ્યું કે મેડમ ! તમારી બધી જ વાત સાચી પણ તમારા જીવનમાં લગ્નજીવનનું સુખ નથી.કયારેય પણ તમારા લગ્ન થશે નહી. આ વાત સહજ સ્વીકારીને કારકિર્દીમાં ખૂબ આગળ વધો.તમે નવા મિત્રો બનાવો.આધ્યાત્મિક બનો. કોઈની મદદ કરો.આ બધુ કરવાથી એટલા બધા લોકો તમારી સાથે જોડાશે કે તમારે પછી કોઈની જરૂર નહી પડે. એ બધા જ તમારા પરિવાર જેવા થઈ જશે. તમારા સુખ દુ:ખમાં આવીને ઉભા રહેશે. નાયરાને મારી આ વાત સાંભળીને એકદમ પોઝીટીવિટી આવી.તેણીએ મને ખૂબ જ આભાર વ્યકત કર્યો.
વાંચકો, દરેકને દરેક પ્રકારનું સુખ નથી હોતું.કોઈને કંઈક ને કંઈક દુ:ખ હોય છે.આપણને બધાને દૂરથી ડુંગર રળિયામણા લાગે છે બાકી મુકેશભાઈ અંબાણીના ઘરે બે પાંચ દિવસ રહીએ તો આપણને ખબર પડે કે એમને પણ કંઈક દુ:ખ છે.
દુ:ખનું સમાધાન એવી રીતે મળે છે કે આપણે તે દુ:ખને સહજતાથી સ્વીકારી લઈએ પછી જોજો એટલું દુ:ખ નહી થાય. માણસ સૌથી વધારે દુ:ખી ત્યારે થાય છે જયારે તે પરિસ્થિતિને સ્વીકારી શકતો નથી.
કોઈ ૩૫ વર્ષથી ઉપરના હોય અને લગ્ન ના થયા હોય તો બની શકે તમારા જીવનમાં લગ્નજીવનનું સુખ ના હોય પણ તમે કારકિર્દીમાં પણ આગળ વધી શકો છો ને ?
શું તમે રતન ટાટા, એપીજે અબ્દુલ કલામ,સ્વામી વિવેકાનંદ, હોમી ભાભા, અટલ બિહારી વાજપેયી,સુસ્મિતા સેન જેવા સફળ વ્યકિતઓ ના બની શકો ? જરૂર બની શકો કારણકે આ તમામ લોકો કારકિર્દીમાં હીરો છે પણ લગ્નજીવનમાં ઝીરો છે છતાં ખુશીથી જીવન જીવે છે.
જય બહુચર માં.