16 C
Ahmedabad
Thursday, January 15, 2026

ભોગી – રોગી – યોગી

જે ઊંઘા સુઈ જાય તે ભોગી.
જે સીધા સૂઈ જાય તે રોગી.
જે ડાબા પડખે સૂઈ જાય તે યોગી.

જે આખા દિવસમાં ત્રણ વખત ટોઈલેટ જાય છે તે રોગી
જે બે વખત જાય છે તે ભોગી
જેને એક જ વાર જવું પડે છે તે યોગી.

જે દિવસમાં ચાર વાર જમે છે તે રોગી.
જે બે વાર જમે છે તે ભોગી.
જે એક જ વાર જમે છે તે યોગી.

જેને સોસાયટીની બહાર ચાલતા જવામાં પણ આળસ આવે તે રોગી.
જેને ક્યાંક જવા માટે વાહન ની જરૂર પડે છે તે ભોગી.
પગમાં પગરખાં પહેર્યા વગર ઘરની બહાર પગપાળા ચાલી જાય તે યોગી.

જે ભોજન પથારીમાં કરે તે રોગી.
જે ભોજન કરતાં કરતાં વાતો કરે તે ભોગી.
જે ભોજન કરતાં મૌન રહે તે યોગી.

જેને કંઈક પ્રાપ્ત કરવા કૂટનીતિ કરવી છે તે મનનો રોગી.
જેને સત્તા પ્રાપ્ત કરવી છે તે ભોગી.( ગાદીપતિ બનવું છે તે )
જેને ગાદીપતિ બનવાનો કોઈ મોહ‌ નથી તે યોગી.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

2,655FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page