ચલો મને એ જવાબ આપો કે આપણે
નમઃ:પાર્વતી પતે હર હર મહાદેવ કેમ બોલીએ છે ?
આપણે
નમ : મહાદેવ પત્ની હર હર પાર્વતી એમ કેમ નથી બોલતા ?
કારણકે શિવ સ્વયં ઈચ્છે છે કે
તમે તમારા રોજિંદા જીવનમાં શક્તિ ને પ્રાધાન્ય આપો પરંતુ તમારા મૃત્યુ ના અંતે તમારા જીવને હું જ શિવ કરીશ.
શિવ આપણો જીવ છે અને શક્તિ આપણી અંદર રહેલી ઉર્જા છે.શિવની ઉપાસના કરવાથી જીવ સ્થિર રહે છે અને શક્તિ ઉપાસના કરવાથી આપણામાં શરીરમાં રોજિંદું કાર્ય કરવાની ઉર્જા મળે છે.
શિવ મનને શૂન્ય કરે છે અને શક્તિ હ્દયને ધબકતું રાખે છે.હવે તમે જુઓ કે તમારું મન શૂન્ય અવસ્થામાં પહોંચે અને ધબકતા હ્રદય સાથે તમે કોઈ પણ કાર્યને નિશ્ચિત કરવાની નિયતિ રાખો તો તે કાર્ય પાર પડે કે નહીં ? જરુર પાર પડે.
કેટલાય લોકો મેડિટેશન નામની આધુનિક પદ્ધતિમાં પડે છે પણ શિવની શૂન્ય અવસ્થામાં ને માણી શકતા નથી અને શક્તિની ઉર્જાને અનુભવી શકતાં નથી.
શિવનો અર્થ કલ્યાણ થાય છે અને શક્તિ નો અર્થ કલ્યાણી થાય છે તો મારું માનો કલ્યાણી ની ઉપાસના કરશો તો તમારું જરૂર થી કલ્યાણ થશે અને શિવ રાજી આપોઆપ થશે.
શિવ આત્મા છે અને શક્તિ આત્માનું સંચાલન કરતી ઉર્જા છે.જયારે શક્તિ આત્માનું સંચાલન કરતી બંધ થઈ જાય ત્યારે આપણો આત્મા પરમાત્મા ( શિવ ) થઈ જાય છે.
આ બધી ગૂઢ વાતો મને ક્યાંથી સૂઝે છે,કોણ લખાવે છે,કેવી રીતે લખાય છે તે સમજાતું નથી અને હું સ્વયં ઈચ્છું છું કે આ સમજાય પણ નહીં કારણકે મારે છે ને પરમાત્માને સમજવો નથી પણ અનુભવ કરવો છે,અનુભુતિ કરવી છે.
અને જો શિવની અનુભુતિ કરી શકું એવું શક્તિ સામર્થ્ય આપે તો ! કારણકે શક્તિ વિના હું અધૂરો તમે અધૂરા આ જગત અધૂરું અને શિવ સ્વયં શક્તિ વિના પૂર્ણ નથી.
હર હર મહાદેવ.
જય બહુચર માં.