શિવજીને નીચે લખેલા દ્રવ્યોનો અભિષેક થઈ શકે છે.
➼ દૂધ
➼ જળ
➼ ઘી
➼ બિલિપત્ર
➼ દહીં
➼ માખણ
➼ મધ
➼ શેરડીનો રસ
➼ લીલા નાળિયેરનું જળ
➼ અત્તર
➼ ભાંગ
➼ ધતૂરાના ફૂલ
➼ આંકડો
➼ કમળના પુષ્પ
➼ વિવિધ ફળોનો રસ
➼ એક ધાન્ય મુષ્ટિ (એક મુઠ્ઠી) (ચોખા, કાળા તલ, જવ, મગ, ચણાની દાળ)
➼ સરસિયાનું તેલ
➼ તલનું તેલ
➼ આખા ફળ
➼ ચંદન,ભસ્મ,અબીલ-ગુલાલ,સિંદૂર
➼ નાગકેસર
➼ ગંગાજળ
➼ રૂદ્રાક્ષની માળા
➼ તીર્થોના જળ
➼ ગુલાબ જળ
➼ પંચામૃત
➼ સાકરનું જળ
ઉપર લખેલ તમામ દ્રવ્યોનો શિવજી ઉપર અભિષેક થઈ શકે છે.
⦿ બીજી ખાસ અગત્યની વાત એ છે કે હળદર અને કંકુ શિવલિંગ પર ચડાવાય નહી.
⦿ કેવડાનું ફૂલ કેવડા ત્રીજ સિવાય શિવલિંગ પર ચડે નહી.
⦿ તમે ગુગલ કરીને જોશો તો કયા કયા દ્વવ્યો ચડાવવાથી શું શું ફાયદા થાય તે તમામ લેખકોએ તેમની વેબસાઈટ પર લખેલું છે. મારું ગણિત કંઈક અલગ છે. આપણે શિવને આ બધા દ્રવ્યો ચડાવીએ તો આપણને શું ફાયદો થાય એમ વિચાર્યા વગર એમ વિચારવું જોઈએ કે આ બધા દ્રવ્યોના અભિષેક કરવાથી શિવને અનંત આનંદની અનુભૂતિ થાય છે.
⦿ જયારે સમુદ્રમંથન થયું તે વખતે શિવજીએ જગતના કલ્યાણ માટે હળાહળ ઝેર પીધું હતું તે સમયે તેમનું શરીર બળવા લાગ્યું હતું.શરીરના લાવાને શાંત કરવા તેઓ કૈલાસ પર્વત જેવા ઠંડા પ્રદેશમાં ચાલ્યા ગયા.શિવજીની ઉપર દેવો, દાનવો, ગંધર્વો, યક્ષો તમામે ઠંડા દ્રવ્યો જેમકે દૂધ,જળ,ભાંગ એવા ઠંડા દ્રવ્યોનો અભિષેક કર્યો.શિવજીએ શીતળ ચંદ્રને પોતાના મસ્તક પર ધારણ કર્યો. શિવજીએ ભસ્મ,ચંદનનો શરીરે લેપ કર્યો.શિવજીએ ધતૂરો આરોગ્યો.શિવ ચંદનના વૃક્ષોમાં વસવાટ કરતા સર્પને ગળામાં ધારણ કર્યો. શિવજીના મસ્તક પર શીતળતા ધરાવતા બિલિના પાન ચડાવવામાં આવ્યા. શિવજીના મસ્તકે શીતળ ગંગાજી બિરાજયા. આમ શિવજીએ તમામ શીતળ દ્રવ્યોથી નિજ તનને ઠંડુ કર્યું.
⦿ શિવે પોતાના શરીરને ઠંડુ રાખવા માટે આ ઠંડા પદાર્થો સ્વીકાર્યા એવો માત્ર આપણો ભ્રમ છે પણ હકીકતમાં તો વાત એમ છે કે શિવનું સ્વરૂપ અતિ સૌમ્ય છે.શિવની સૌમ્યતા આ તમામ સૌમ્ય દ્રવ્યોને પોતાની તરફ આકર્ષે છે.સૌમ્ય શિવને આ તમામ સૌમ્ય દ્રવ્યો પ્રિય છે તેથી આ તમામ સૌમ્ય દ્રવ્યોનો શિવને અભિષેક થાય છે.
હર હર મહાદેવ.
જય બહુચર માં.